Gujarat

ગાંધીનગરના જૂના સચિવાલયના બ્લોક નંબર 16માં લાગી આગ, વિકાસ કમિશ્નરની કચેરી ઝપેટમાં આવી

ગાંધીનગર: ગાંધીનગરના (Gandhinagar) જૂના સચિવાલયમાં (Old Secretariat) આગ લાગવાની ઘટના બનતા જ અફરાતફરી મચી ગઈ હતી. ગાંધીનગરમા જૂના સચિવાલયના બ્લોક નંબર 16ના પહેલા માળે આગ (Fire) લાગવાની ઘટના બની હતી. આગ લાગ્યાનો કોલ મળતા જ ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો કર્યા હતા. મળતી માહિતી મુજબ પહેલા માળ પર વિકાસ કમિશ્નરની કચેરી પણ આગની ઝપેટમાં આવી ગઈ છે.

  • ગાંધીનગરના જૂના સચિવાલયમાં લાગી આગ
  • સચિવાલયના બ્લોક નંબર 16ના પહેલા માળે લાગી આગ
  • બારીમાંથી ધૂમાડા નીકળ્યા બાદ કચેરીમાં આગ પ્રસરી હતી
  • વિકાસ કમિશ્નરની કચેરી પણ આગની ઝપેટમાં આવી
  • ફાયર વિભાગની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
  • 50 લિટર પાણીનો મારો ચલાની આગ પર કાબૂ મેળવાયો
  • કર્મચારી અને અધિકારીઓ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી

જૂના સચિવાલયની ઓફિસ શરૂ થાય તે પહેલા જ આગ લાગવાનો બનાવ બનતા લોકોમાં અફરાતફરની માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી અનુસાર સવારે 8 વાગ્યાના અરસામાં જૂના સચિવાલયમાં ગેટ પાસે આવેલા બ્લોક નંબર 16ના પહેલા માળે આગ લાગવાનો કોલ ફાયર વિભાગને મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સૌ પ્રથમ બારીમાં ધુમાડા નીકળયા હતા અને પછી ઊંચે સુધી ધુમાડા ગયા અને ધીમે ધીમે આગ પ્રસરી જવા પામી હતી. આ આગની ઝપેટમાં વિકાસ કમિશ્નરની કચેરી પણ આવી ગઇ હતી. આગ લાગ્યાની જાણ મળતા જ ફાયરની 4 ગાડીઓ આશરે 50 હજાર લિટર પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલમાં ધુમાડાને બહાર કાઢવાની અને કુલીંગ કરવાની કામગીરી હાથ ધરાઈ છે. જે બાદ FSLની પહોંચીને ચેક કરશે. અને ત્યારબાદ આગ ક્યા કારણોસર લાગી તેનું કારણ બહાર આવશે.

મોટી જાનહાનિ ટળી
જૂના સચિવાલયમાં જ્યારે આ આગની ઘટના બની ત્યારે કચેરીમાં કર્મચારીઓ કે અધિકારીઓ હાજર ન હોતા તેથી કચેરી ખાલી હતી તેથી કહી શકાય કે મોટી જાનહાનિ ટળી હતી. જોકે, કચેરીમાં રહેલા સરકારી કાગળ, ફર્નિચર અને ડિજિટલ ડીવાઈસને વ્યાપક પ્રમાણમાં નુકસાન ગયુ હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.

Most Popular

To Top