Gujarat

પીએમ મોદી 19 અને 20મી ઓક્ટોબરે ફરી ગુજરાતની બેદિવસીય મુલાકાતે

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચાલુ ઓક્ટો. માસમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તેવી તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે, ત્યારે પીએમ (PM) નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમ મોદી 19 અને 20 ઓક્ટોબરે ગુજરાત આવશે. તેઓ 19 ઓક્ટોબરે ગાંધીનગર, રાજકોટ અને જૂનાગઢમાં અને 20 ઓક્ટોબરે મહિસાગર, છોટા ઉદેપુર અને કેવડિયામાં કાર્યક્રમમાં હાજરી આપશે.

આ ઉપરાંત પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોમાં હાજરી આપશે. જ્યારે કેવડિયામાં વિદેશ મંત્રાલયની વાર્ષિક કોન્ફરન્સમાં પણ હાજરી આપશે. ઉપરાંત પીએમ મોદી કાગવડ ખોડલધામ ખાતે આવે તેવી સંભાવના છે. જેમાં પીએમ મોદી ખોડલધામ ખાતે ધ્વજા ચડાવે તેવી પણ સંભાવના છે.

ભૂપેન્દ્ર પટેલ ભાજપના મુખ્યપ્રધાન બનશે : અમિત શાહ
ગાંધીનગર: ઉનાઈ ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપની ત્રણ જુદી જુદી ગૌરવ યાત્રાને લીલી ઝંડી આપતાં કહ્યું હતું કે, ભાજપની સરકારમાં ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી બનશે. આમ શાહે ગુરુવારે ભાજપના મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી છે. ઉનાઈ ખાતે અમિત શાહે લોકોને સવાલ કરતાં કહ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવા વિનંતી કરી અને ભૂપેન્દ્ર પટેલને ફરી મુખ્યમંત્રી બનવાશોને? તેવા સવાલ સાથે મુખ્યમંત્રીની જાહેરાત કરી દીધી છે. શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપની સરકાર વધુ બેઠકો પર વિજયી બનશે.

Most Popular

To Top