ચિત્રદુર્ગઃ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ગુરુવારે કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચિત્રદુર્ગ...
અમદાવાદ: યુનિફોર્મ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સિસ્ટમને આ વર્ષે જુલાઈમાં દેશમાં પાંચ વર્ષ પૂરા થયા છે, પરંતુ તેની ગૂંચવણો પૂરી થવાનું...
માર્કેટમાં સાધારણ 5 મીટરની સાડી ઉપરાંત પણ ઘણી પેટર્ન જોવા મળે છે. જેમાં રફલ સાડી, સ્કર્ટ સાડી, લેંહગા સાડી અને પેન્ટ સાડી...
મુંબઈ: સલમાન ખાનનો (Salman Khan) શો (Show) બિગ બોસ 16માં (Big Boss 16) ઘણા વિવાદો (Controversy) જોવા મળી રહ્યા છે. ખાસ કરીને...
દિવાળી આવે એટ્લે લોકોને તો ઘરસજાવટ માટે ગૃહિણીઓ કમર કસી લેતી હોય છે, તેમાં દિવાળીમાં ઘરનો ખૂણે ખૂણો ચમકાવવાની સાથે જ ડેકોરેટિવ...
નવી દિલ્હી: દેશમાં દરરોજ હજારો ટ્રેનો(Train) પાટા પર દોડે છે. જેમાં રોજના લાખો લોકો મુસાફરી કરે છે. ક્યારેક એવું પણ બને છે...
કોલેજ કાળને જીંદગીનો સુવર્ણકાળ કહેવામાં આવે છે, ને આ સમય દરમિયાન જ યુવાનો મસ્તી ધમાલની સાથે જ જીંદગીમાં કયા ક્ષેત્રમાં આગળ વધવું...
પ્રત્યેક દેશ, પરિવાર અને સંસ્થાઓની પોતાની આગવી પરંપરા હોય છે. આ પરંપરામાં વિશેષ સંસ્કાર, સભ્યતા અને સંસ્કૃતિનો સમાવેશ થતો હોય છે.પણ ટેકનોલોજી,...
ભરૂચ: આજે સવારે ભરૂચના (Bharuch) શેરપુરા (Sherpura) પાસે ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો હતો. દહેજ (Dahej) તરફથી આવતી ખાનગી કંપનીની બસના (Bus) ચાલકે...
ગુજરાતમાં રાજયથી લઇને કેન્દ્ર સુધી ભા.જ.પ.ની સરકાર છે. આથી ભા.જ.પ.ના કાર્યકરો તથા નેતાઓ બહુ હવામાં ઊડવા લાગ્યા છે. ભા.જ.પ.નો જે નેતા સારાંનરસાં...
નવી દિલ્હી: ગુજરાતમાં આદમી આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા(Gopal Italia) દ્વારા પીએમ નરેન્દ્ર મોદી(Narendra Modi) અને તેમની માતા વિશે કરવામાં આવેલી અપમાનજનક...
આ ઘટના અત્યંત આઘાતજનક છે કે અજમેર સુપરફાસ્ટ ટ્રેનની અડફેટે 21 ગાય અને 4 બચ્ચાં કપાઇ ગયાં. તે પહેલાં વંદે ભારત ટ્રેનમાં...
એક ભવ્ય લગ્ન સમારંભ હતો.એક પ્રખ્યાત સાહિત્યકાર મિત્રના દીકરાને અને પુત્રવધૂને આશિષ આપવા લગ્નમાં ગયા.રીસેપ્શનમાં સ્ટેજ પર ગયા.વરરાજા અને નવવધૂ સાહિત્યકારને પગે...
બારડોલી: બારડોલી(Bardoli)માં પોલીસ મથકની સામેથી જ કાર(Car)નો કાચ તોડી 20 લાખ રૂપિયા ભરેલી બેગ(Bag)ની ચીલઝડપ બાદ યુવકે પીછો કરતાં મોટરસાઇકલ પર જતાં...
લોકશાહીમાં વિપક્ષો, મજબૂત વિપક્ષો જરૂરી છે પણ આખા દેશમાં એકચક્રી શાસન ઇચ્છતો પક્ષ સામે ચાલીને તો કોઇ વિપક્ષને શું કામ જીતાડે યા...
2004માં જયારે ડો. મનમોહનસિંહે વડા પ્રધાનપદ સંભાળ્યું ત્યારે ભારતની વેપારી નિકાસ 63 અબજ ડોલર પર હતી. 2014માં જયારે ડો. મનમોહનસિંહે સત્તા છોડી...
નવી દિલ્હી: સૌરવ ગાંગુલી (Saurav Ganguly) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના પ્રમુખ પદેથી વિદાય લેવા જઈ રહ્યો છે. આ જવાબદારી ભૂતપૂર્વ...
સુરતઃ હજીરા(Hajira) ખાતે વિશ્વભરના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી કચરો(toxic waste) ગામના કેટલાક ટ્રાન્સપોર્ટર સરેઆમ સરકારી જમીન...
ઉત્તર કોરિયાએ હાલમાં જાપાનની ઉપર એક બેલાસ્ટિક મિસાઇલ છોડ્યું હતું, આમ તો ઉત્તર કોરિયા ઘણા સમયથી જાત જાતના મિસાઇલ પરીક્ષણો કરતું રહ્યું...
અમેરિકા: અમેરિકામાં (America) ફરી એકવાર ફાયરિંગ (Firing) થયું હોવાનું સામે આવ્યું છે. અમેરિકા નોર્થ કેરોલિનામાં (North Carolina) અંધાધૂંધ ગોળીબાર (Firing) થયો હોવાનો અહેવાલો...
ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડકપ 2022ની યજમાની કરી રહ્યું છે. ક્રિકેટના ટૂંકા ફોર્મેટના વર્લ્ડકપની આઠમી સિઝન 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં 16મી ઓકટોબરે શ્રીલંકા અને નાંમિબીયા...
ભારત અને પાકિસ્તાન વચ્ચેની છેલ્લી દ્વિપક્ષીય શ્રેણીમાં ભુવનેશ્વર કુમારે કરેલા ડેબ્યુને એક દાયકો વિતી ગયો છે. ભુવનેશ્વરે તેની આંતરરાષ્ટ્રીય કેરિયરના બીજા બોલે...
સુરત: એરલાઈન્સ કંપનીઓએ ફ્લેક્સી ભાડાના નામે દિવાળીના સમયમાં પેસેન્જરો પાસેથી સામાન્ય દિવસોની તુલનામાં અઢીથી ત્રણ ભાડાં વસૂલી રહી છે. આગામી દિવસોમાં સંભવત:...
વડોદરા : થોડા સમય અગાઉ જ છાણી વિસ્તારમાં અગિયાર માસની બાળકીનું મોત બાદ પણ પાલિકા હજુ પણ ઘોર નિદ્રામાં હોય તે રીતે...
વડોદરા: કોરોનાકાળ દરમિયાન મોતને ભેટેલા બેંક મેનેજરના એટીએમ કાર્ડની ચોરી કરીને ગઠિયાએ અલગ અલગ બેંક ખાતામાંથી એટીએમ દ્વારા રૂ. 12.16 લાખની રકમ...
વડોદરા: પાલિકા દ્વારા હાલ વડોદરા શહેરમાં ઠેર ઠેર દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે. તેવામ આજ રોજ વડોદરા શહેરના વાડી વિસ્તારમાં...
વડોદરા: વહીવટના રાજકારણમાં બારેમાસ ટ્રાફિકથી ધમધમતા અમિતનગર સર્કલે બનાવેલા ઇકો સ્ટેન્ડ પાસે ખાનગી વાહન ચાલકોને છુટો દૌર મળી ગયો છે. ટ્રાફિક અ્ને...
T20 વર્લ્ડકપ 2022ને લઈને ટેલિવિઝન પર એક જાહેરાત ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. આ જાહેરાતમાં 15 વર્ષથી જોવાતી રાહ વિશે કહેવામાં...
ખૂબ ઓછા સુરતીઓને ખબર હશે કે પુરૂષોનું પહેરવેશ ગણાતી લૂંગી 122 વર્ષ પહેલાં સુરતમાં રંગૂનથી પણ આવતી હતી. આજે ટ્રેક પેન્ટ, બરમુડા,...
હાલોલ: સૂપ્રસિધ્ધિ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રી થી લઈ પૂનમ સુધી લાખોની સંખ્યામાં માઇભક્તો મહાકાળી માતાજીના દર્શનાર્થે પાવાગઢ ખાતે પધાર્યા હતા જેમાં...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા

ચિત્રદુર્ગઃ કોંગ્રેસની (Congress) ભારત જોડો યાત્રા (Bharat Jodo Yatra) ગુરુવારે કર્ણાટકના (Karnataka) ચિત્રદુર્ગ પહોંચી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ચિત્રદુર્ગ અહીં પાણીની ટાંકી (water tank) પર ચઢીને ત્રિરંગો (Flag) લહેરાવ્યો હતો. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર પણ હાજર હતા. આ પહેલા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ભાજપ (BJP) અને આરએસએસ કર્ણાટકના લોકો અને તેમની ભાષા પર હુમલો કરશે તો આ પહેલા તેમણે કોંગ્રેસ પાર્ટીનો સામનો કરવો પડશે.
રાહુલ ગાંધીની આ ટીપ્પણી પહેલા જનતા દળ (સેક્યુલર)ના નેતા કુમારસ્વામીએ આક્ષેપ કર્યા હતા કે સેન્ટ્રલ સ્ટાફ સિલેક્શન કમિશન (એસએસસી)ની પરીક્ષાઓ માત્ર હિન્દી અને અંગ્રેજીમાં લેવામાં આવી રહી છે અને કોઈ પ્રાદેશિક ભાષામાં નહીં. ‘ભારત જોડો યાત્રા’ના ભાગરૂપે ચિત્રદુર્ગ જિલ્લાના મોલાકલમુરુ શહેરમાં એક જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે બેરોજગાર યુવાઓએ મનેે પૂછ્યું કે તેઓ શા માટે પરીક્ષા કન્નડ ભાષામાં કેમ આપી શકતા નથી.
કન્નડમાં જવાબપત્ર લખવાની પરવાનગી આપવામાં આવી: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ કહ્યું કે લોકોને કન્નડમાં જવાબ લખવાની છૂટ આપવી જોઈએ, તમે એકબીજા સાથે વાતચીત કરવા માટે ફક્ત એક જ ભાષાનો ઉપયોગ કરશો નહીં. કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભાષા ઈતિહાસ છે, સંસ્કૃતિ ઈતિહાસ છે, તે કલ્પના છે અને કોઈએ પણ લોકોની ભાષામાં બોલતા અટકાવવા જોઈએ નહીં.
ચિત્રદુર્ગમાં ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી પાણીની ટાંકી પર ચઢી લહેરાવ્યો ત્રિરંગો#ગુજરાતમિત્ર #RahulGandhi #Congree #BJP #RSS #Language #BharatJodoyatra pic.twitter.com/WkQOj7ilT5
— Gujaratmitra (@Gujaratmitr) October 14, 2022
વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “આવા વિચારોને ભાજપ અને આરએસએસ પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમના મત પ્રમાણે કન્નડ ભાષા એ ગૌણ ભાષા છે. તે ભાષાને માન આપવું જોઈએ નહીં. પરંતુ અમારા માટે કન્નડ ભાષાનું પ્રાથમિક મહત્વ છે. જો બીજેપી અને આરએસએસને લાગે છે કે તેઓ કન્નડ ભાષા, કર્ણાટકના લોકો, કર્ણાટકના ઈતિહાસ પર હુમલો કરી શકે છે, તો તેમણે કોંગ્રેસ પાર્ટીની સંપૂર્ણ તાકાતનો પહેલા સામનો કરવો પડશે.
આખી કોંગ્રેસ પાર્ટીનો સામનો કરવો પડશે
કન્નડ પરના વિવાદ વચ્ચે રાહુલ ગાંધીએ એક જાહેર સભામાં કહ્યું કે કર્ણાટકના લોકોને તેમનું જીવન કેવી રીતે જીવવું જોઈએ તે અંગે કોઈ અન્ય સૂચના આપી શકતું નથી અને કોઈ રાજ્યના લોકોને કહી શકતું નથી કે તેમના બાળકો કઈ ભાષામાં બોલી શકે અથવા તો પરીક્ષા આપી શકે. રાહુલ ગાંધીએ કહ્યું, “જો કર્ણાટકના લોકો કન્નડ બોલવા માંગે છે, તમિલનાડુના લોકો તમિલ બોલવા માંગે છે અને કેરળના લોકો મલયાલમ બોલવા માંગે છે તો તેમને તે કરવાની મંજૂરી આપવી જોઈએ.”