SURAT

પાસ કન્વીનર અલ્પેશન કથીરિયા ભાજપમાં જોડાય રહયા હોવાની ચર્ચાથી રાજકારણ ગરમાયું

સુરત:વિધાનસભાની ચુંટણી પડધમ વચ્ચે 150 બેઠક કબજે કરવા ભાજપે (BJP) કમર કસી છે અને આ પરિણામ માટે ભાજપે કોઇ છોછ રાખ્યા વગર કોગ્રેસ (Congress) અને આપના નેતાઓને પણ ભાજપમાં લેવા માટે રીતસર ભરતી મેળો ચાલુ કર્યો હોય તેવો માહોલ છે. ત્યારે ભાજપ સરકાર સામે જ રણશીંગુ ફુંકીને પાટીદાર (Patidar) નેતા બનેલા પાટીદાર આંદોલન સમિતિના કન્વીનર (Pass Convener) અલ્પેશ કથીરિયાએ (Alpesh Kathiriya) તાજેતરમાં કરેલા નિવેદનના પગલે ભાજપ માં જોડાય રહયા હોવાની ચર્ચાએ જોર પકડયું છે. ભાજપથી વિમુખ થયેલા પાટીદારો ને રીઝવવા અલ્પેશ ને ભાજપ માં લેવા ભાજપનું મોવડી મંડળ પણ તલપાપડ છે.

અલ્પેશ ને ભાજપ માં લેવા ભાજપનું મોવડી મંડળ પણ તલપાપડ છે
ત્યારે આ ચર્ચાથી રાજકારણમાં ચહલ-પહલ જોવા મળી રહી છે.એલ્પેશ કથીરીયાનું એવુ નિવેદન સામે આવ્યુ છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસ પાછા ખેંચે અને શહીદ થયેલા પરિવાર જનો ને નોકરી મળે તો તેવા પક્ષ સાથે રાજકારણમાં જોડાવા અંગે વિચારશુ. સતા પક્ષ કે વિપક્ષ આ બને માંથી કોઈ પણ બે મુદ્દા નો હલ લાવશે તો તેમની સાથે જવા અંગે વિચારશું.

આપના પ્રદેશ પ્રમુખ ઇટાલીયાના સમર્થન યાત્રાનો ફ્લોપ શો, ખુદ આપના કોર્પો. પણ ડોકાયા નહીં
સુરત: એક પછી એક વિડીયોમાં લવારા કરવાને કારણે ભારે વિવાદમાં આવેલા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાના સમર્થનમાં વરાછામાં કાઢવામાં આવેલી તિરંગાયાત્રા મોટો ફ્લોપ શો બની ગઈ હતી. ખુદ આપના મોટાભાગના કોર્પોરેટરો પણ આ યાત્રાથી દૂર રહ્યા હતા.આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા એક પછી એક વાંધાજનક નિવેદનો સાથેના વિડીયો વાઈરલ થઈ રહ્યા છે. જેને કારણે ઈટાલીયા ગંભીર વિવાદોમાં આવવાની સાથે કાયદાકીય ચુંગાલમાં પણ ફસાઈ રહ્યા છે. ઈટાલીયાના આ વિવાદની સામે આ વિડીયો ભાજપ દ્વારા જ વાયરલ કરવામાં આવી રહ્યા છે.

સવારે 10 કલાકે તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી
અને ભાજપ પાટીદાર વિરોધી છે તેવા આક્ષેપો સાથે ગોપાલ ઈટાલીયાના સમર્થનમાં આપ દ્વારા આજે વરાછામાં બરોડા પ્રિસ્ટેજ વિસ્તારમાં સવારે 10 કલાકે તિરંગા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ યાત્રામાં લોકો તો ઠીક કાર્યકર્તાઓની હાજરી પણ પાંખી હતી. ટોળા ભેગા થાય તે માટે યાત્રા એક કલાક મોડી શરૂ કરાઈ હતી પરંતુ તેમ છતાં પણ માંડ 100 જેટલા લોકો જ યાત્રામાં ભેગા થયા હતા. ખુદ ગોપાલ ઈટાલીયાની આપ પાર્ટીના કોર્પોરેટરો પણ ડોકાયા નહોતા. ફ્લોપ શોથી ખોટો મેસેજ જઈ રહ્યો હોવાથી આગેવાનોએ જ કાર્યકર્તાઓને અટકાવી દીધા હતા.

Most Popular

To Top