ગુજરાતની સ્થાપના થયા બાદ તા.5મી નવે.થી ફરી રાજ્યમાં નવી સરકારની રચના કરવા માટે રણશિંગું ફુંકવામાં આવશે. તા.5મી નવે.થી રાજ્યમાં પ્રથમ તબક્કાની દ.ગુ....
નવી દિલ્હી: ચંદ્ર ગ્રહણનો (Lunar Eclipse) વેધ 8 તારીખે સવારે 05.39 વાગે શરૂ થશે. ગ્રહણનો સ્પર્શ ભુમંડલ પર 8 નવેમ્બરના (8 November)...
નવી દિલ્હી: શિવસેનાના નેતા (Leader) સુધીર સૂરીની શુક્રવારે અમૃતસરમાં (Amritsar) રહેણાંક વિસ્તારમાં ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસે...
સુરત: 6000 કરોડનું એમ્પાયર ધરાવનાર જાણીતી ડાયમંડ મેન્યુફેક્ચરિંગ (Diamond Manufacturing) અને એક્સપોર્ટર કંપની શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)નાં માલિકો પૈકીના એક એવા હીરા...
સુરત: આ વર્ષે ચોમાસા (Monsoon) દરમિયાન વરસાદ દે’માર વરસ્યો હતો. ચોમાસુ શરૂ થતા જ ઉપરવાસમાં પણ વરસાદની જોરદાર બેટીંગ રહેતા કોઝવે (Causway)...
સુરત: ભારતના (India) ચૂંટણી (Election) પંચ દ્વારા ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨નો વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવતાની સાથે જ આદર્શ આચારસંહિતા અમલી બની...
સુરત : વેસુમાં (Vesu) રહેતા વેપારીની મહિધરપુરા ખાતે હીરાબજારની ઓફિસમાં (Office) ઘોડદોડ રોડના દલાલે (Broker) પોતાની પાર્ટીઓને માલ બતાવવાનું કહી 19.21 લાખના...
સુરત : સુરત (Surat) આર્થિક ગુના નિવારણ શાખાએ આજે દેશના અર્થતંત્રની કમર તોડી રહેલા ગુનેગારોની રાજ્યના 6 જિલ્લામાં દરોડા પાડી ધરપકડ (Arrest)...
વલસાડ : ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે (Nani Vahiyad Village) 110 વર્ષ જૂના રાજમહેલને (Old Palace) મુખ્યમંત્રીના હેરિટેજ પ્રોજેક્ટમાં (Heritage Project) સમાવવા...
ગાંધીનગર: રાજયમાં બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યારે ચારેય ઝોનમાં કોનું કેટલું સંખ્યાબળ છે, તે વિગતો રસપ્રદ છે. પહેલા તબક્કામાં 1લી ડિસે.ના...
ગાંધીનગર: આગામી તા.1લી તથા 5મી ડિસે.ના રોજ બે તબક્કામા મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તેમાચે ચૂંટણી પંચ દ્વ્રારા તૈયારૂ કરવામા આવી રહી છે....
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખ જાહેર થઈ ગઈ છે, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓ પોતાના દાવ-પેજ ગોઠવવામાં લાગી છે. તાજેતરમાં...
અમદાવાદ: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) તારીખો જાહેર થઈ જવાની સાથે જ તમામ રાજકીય પાર્ટીઓએ ચૂંટણી કેમ્પિયન માટે સ્ટાર પ્રચારકોની યાદી તેમજ...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) 12 જેટલા વિશિષ્ટ મતદાન મથકો આવેલા છે, જેમાં એક મતદ્ન મથક બાણેજ તો ગાઢ ગીર જંગલની અંદર આવેલુ છે....
ભરૂચ : સગાઈ તોડી નાખતા યુવતીનું તેના મંગેતર નયન પટેલે તેના સાગરિતો સાથે મારૂતી અલ્ટો ફોરવ્હીલ કારમાં અપહરણ (Kidnapping) કર્યુ હતું.આરોપીઓ યુવતીનું...
નવી દિલ્હી : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઈ રહેલા ટી-20 વર્લ્ડકપમાં પાકિસ્તાનની (Pakistan) ટીમનું પ્રદર્શન સારું રહ્યું નથી અને બાબર આઝમની ટીમ સેમીફાઈનલમાં પહોંચવા...
એડિલેડ : ઓસ્ટ્રેલિયામાં (Australia) રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આજે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામેની પોતાની અંતિમ મેચ હાર્યા પછી અફઘાનિસ્તાનના (Afghanistan) સુકાની મહંમહ નબીએ...
મેલબોર્ન : આમ તો બધું જેમ છે તેમ જ દેખાઇ રહ્યું છે છતાં કંઈક બદલાયું હોય તેવું લાગી રહ્યું છે. શનિવારે 34...
ભરૂચ : નફાખોરી કરનાર વેપારીઓ (Merchant) સામે કન્ઝ્યુમર કોર્ટે (Consumer Court) આકરા તેવર અપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત...
વલસાડ : વિધાનસભા ચૂંટણી- 2022 (Election) દરમિયાન અધિકારી અને મતદારોને સરળતા પડે તે માટે સમગ્ર ગુજરાતમાં (Gujarat) સૌપ્રથમવાર વલસાડ (Valsad) જિલ્લાના ચૂંટણી...
ઘેજ : ચીખલીની ક્વોરીમાંથી પથ્થરનું મટિરિયલ (Stone Material) વહન કરવા માટે વાપી તેમજ દમણ તરફથી આવતી ટ્રકોમાં (Truck) પથ્થરનું મટીરીયલ વહન કરતી...
પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન અને પીટીઆઈ(PTI) પ્રમુખ ઈમરાન ખાન(Imran Khan) પર ગુરુવારે ગુજરાનવાલામાં થયેલા હુમલામાં તેઓને પગમાં ગોળી વાગી હતી. સારવાર માટે...
માંડવી : માંડવી તાલુકાના મહુડી ગામ (Mahudi) પાસેથી પશુને (Animal) ગેરકાયદે રીતે ટ્રકમાં (Truck) ભરી કતલખાને લઈ જવાઈ રહ્યાની બાતમીના આધારે પોલીસે...
બારડોલી : બારડોલીની (Bardoli) ગ્રીન એપલ હોસ્પિટલના (Hospital) ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચેતન ચૌધરી વિરુદ્ધ તેમની પત્ની રિચા ચૌધરી કે જે હોસ્પિટલના CEO છે...
નવસારી : ખરસાડ (Kharsad) ગામે ગામના યુવાને જ અન્ય બે સાથે મળી 4 ઘરોમાં ચોરીનો (Stealing) પ્રયાસ કરતા મામલો જલાલપોર પોલીસ મથકે...
નવી દિલ્હી: ભારત (India) મિસાઈલ પરીક્ષણ (Missile testing) કરવાનું છે તેના થોડા જ દિવસ પહેલાં ચીને (China) એક જાસુસી જહાજ (spy ship)...
ગણદેવી : અમલસાડ રેલવે સ્ટેશન (Railway Station) નજીક અંધેશ્વર મહાદેવ મંદિર પાસેની ફાટક બંધ કરાતા લોકોએ ફાટક નહીં તો મત નહીં, ઓવરબ્રિજ...
વલસાડ : વલસાડ (Valsad) જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા જંગલ મંડળીના મેદાન ખાતે 6 નવેમ્બરે બપોરે 2 કલાકે વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીની જાહેર...
નવસારી : કોલાસણા ગામ પાસે સુગર ફેક્ટરી પાસે ટ્રક પાછળ એસ.ટી. બસ (ST BUS) ભટકતા કંડકટર (Conductor) અને ત્રણ પેસેન્જરોને (Passengers) ઈજા...
દમણ : સંઘપ્રદેશ દમણના (Daman) ડાભેલ ઔદ્યોગિક વિસ્તારમાં (Industrial Area) થર્મોકોલ બનાવતી એક કંપનીમાં ભીષણ આગ (Fire) લાગી હતી. ઘટનાને પગલે દમણ,...
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
ગુજરાતની સ્થાપના થયા બાદ તા.5મી નવે.થી ફરી રાજ્યમાં નવી સરકારની રચના કરવા માટે રણશિંગું ફુંકવામાં આવશે. તા.5મી નવે.થી રાજ્યમાં પ્રથમ તબક્કાની દ.ગુ. અને સૌરાષ્ટ્ર-કચ્છની 89 બેઠક માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને સાથે સાથે ઉમેદવારી ફોર્મ ભરવાનો પણ પ્રારંભ થશે. જ્યારે બીજા તબક્કાની 93 બેઠક માટે તા.10મી નવે.ના રોજ જાહેરનામું બહાર પાડીને ફોર્મ ભરવાથી માંડીને અન્ય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશમાં જે તે રાજ્યમાં થતી ચૂંટણીઓ પણ રસપ્રદ હોય છે.
રાજ્યની ચૂંટણીમાં જે તે રાજ્યના પ્રાદેશિક પક્ષોની સાથે રાજકીય પક્ષો દ્વારા રાજ્યના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને ચૂંટણી લડવામાં આવે છે. આજ રીતે ગુજરાતમાં પણ ચૂંટણી લડાશે. ગુજરાતમાં વિધાનસભાની 182 બેઠક માટે બે તબક્કામાં ચૂંટણી થશે.પ્રથમ તબક્કામાં તા.1લી ડિસે.ના રોજ મતદાન કરાશે અને બીજા તબક્કામાં તા.5ઠ્ઠી ડિસે.ના રોજ મતદાન કરવામાં આવશે. જ્યારે મતગણતરી તા.8મી ડિસે.ના રોજ કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વખતે અનેક રીતે અનોખી બની રહેશે.
દર વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે આપવામાં આવતો ગાળો ઘટતો રહ્યો છે. ભૂતકાળમાં ચૂંટણી પ્રચાર માટે 45 દિવસ આપવામાં આવતાં હતાં. તેને કારણે ઉમેદવારોને પ્રચાર માટે પૂરતો સમય મળી રહેતો હતો પરંતુ આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઈતિહાસમાં પ્રથમ વખત ઉમેદવારોને પ્રચાર માટે માત્ર 13 જ દિવસનો ગાળો મળશે. આમ તો જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારોને 25 દિવસ મળશે પરંતુ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ફાયનલ યાદી જાહેર થવાની સાથે મતદાનની વચ્ચે માત્ર 13 જ દિવસનો સમય રહેશે. જેને કારણે ઉમેદવારોને માટે આખા મતવિસ્તારમાં ફરી રહેવું ભારે મુશ્કેલ બની રહેશે.
દેશમાં ભાજપ એવો પક્ષ છે કે જેના રાજકીય કાર્યક્રમો બારે માસ ચાલતાં રહે છે. જ્યારે કોંગ્રેસ સહિતના પક્ષો એવા છે કે જે ચૂંટણી સમયે જ જાગે છે. આ કારણે પ્રચારના ઘટી રહેલા સમયથી સીધો ફાયદો ભાજપને થશે. જ્યારે કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારની ઝડપ વધારીને વધુને વધુ લોકો સુધી પહોંચવું પડશે. ગુજરાતમાં અત્યાર સુધીનો ઈતિહાસ છે કે ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ફાવ્યો નથી. ભુતકાળમાં ચીમનભાઈ પટેલનો કિમલોપ કે પછી શંકરસિંહ વાઘેલાની રાજપાને આંગળીના વેઢે ગણી શકાય તેટલી જ બેઠકો મળી હતી.
જ્યારે પણ ચૂંટણી જંગ થયો છે ત્યારે સીધો જંગ ભાજપ અને કોંગ્રેસ અથવા કોંગ્રેસ અને જનતાદળ વચ્ચે જ ખેલાયો છે. સને 1990માં ભાજપ અને જનતાદળે ગઠબંધન કરીને કોંગ્રેસ સામે ચૂંટણી લડીને સત્તા મેળવી હતી. પરંતુ આ ગઠબંધન લાંબુ ચાલ્યું નહોતું. આ વખતે આપ પાર્ટી દ્વારા પણ ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવવામાં આવ્યું છે પરંતુ તે ફાવે તેવી સંભાવના ઘણી ઓછી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના બેઠકો ઉત્તરોત્તર ઘટતી રહી છે પરંતુ આ વખતે જો આપ દ્વારા કોંગ્રેસના મતો કાપવામાં આવશે તો બની શકે છે કે ભાજપની બેઠકોમાં ગત વખત કરતાં વધારો થાય.
આ વખતની ચૂંટણીમાં ગત વખતની જેમ પાટીદાર અનામત આંદોલન જેવી કોઈ જ અસર નથી. કોઈ એવો મુદ્દો કે લહેર પણ નથી કે જે કોઈ એક પક્ષને ફાયદો કરાવી જાય. દિવસેને દિવસે ચૂંટણી પ્રચારની ઝાકમઝોળ પણ ઘટતી રહી છે. આ વખતે પણ વિધાનસભાની ચૂંટણીમાં એટલી ધામધૂમ જોવા મળે તેવી સંભાવના નથી. ગુજરાત આમ તો પહેલેથી જ સમૃદ્ધ રાજ્ય છે પરંતુ અન્ય બાબતોમાં અન્ય રાજ્યો કરતાં પાછળ છે. ગુજરાતીઓએ એવી સરકાર પસંદ કરવી પડશે કે જે ગુજરાતને ફાયદો કરાવે, નહીં તો ગુજરાતીઓએ ‘જાત મહેનત ઝીંદાબાદ’ જ સમજવું પડશે તે નક્કી છે.