યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થી હેઠળ વિશ્વમાં ઊભી થનાર ભૂખમરાની પરિસ્થિતિને ટાળવા યુક્રેનમાંથી અનાજની મહત્તમ નિકાસ કરવા માટે...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme) સામાન્ય વર્ગના આર્થિક (Economic) રીતે નબળા વર્ગ (Class) માટે 10 ટકા અનામત (reserves) ની જોગવાઈને યથાવત રાખી...
નવી દિલ્હી: વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક (Elon Musk) માત્ર સંપત્તિ માટે જ નહીં પરંતુ અન્ય ઘણા કારણોસર પણ સતત હેડલાઇન્સમાં...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) બાદ હવે સોશિયલ મીડિયા (Social Media) સાઈટ ફેસબુકની (Facebook) પેરન્ટ કંપની મેટામાં (Meta) મોટાપાયે છટણીના (Retrenchment) સમાચાર સામે...
એક જ એવાં વિશ્વગુરુ જેની આપણને ગમતી આવૃત્તિ સ્વીકારવાની છૂટ! ગીતા કોઈ સામાન્ય ધર્મગ્રંથની જેમ કશું કરવા માટે આગ્રહ કરતી નથી, પરંતુ...
સુરત: ઉધના મગદલ્લા રોડ પર અંબાનગર (Amba Nagar) પાસે રોકડિયા હનુમાનજીના(Rokadia Hanuman) મંદિરમાંથી (Temple) તસ્કરોએ ચાંદીના વાસણો, મુકૂટ અને ગદા તથા રોકડ...
સુરત: પુણાગામ (Punagam) સ્થિત અર્ચના સ્કુલ પાસે આવેલી સોસાયટીમાં બંધ મકાનમાં મહિલાની (Women) લોહીના ખાબોચિયામાં પડેલી લાશ મળી આવી હતી. દંપત્તિ વચ્ચે...
સુરત: ચૂંટણી (Election) જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ (political Activism) તેજ બની રહી છે. ટિકિટવાંચ્છુકો ટિકિટ મેળવવા...
સુરત: ઉમરા પોલીસની હદમાં વેસુ (vesu ) ખાતે સ્પાની (Spa) આડમાં ચાલતા મસાજ પાર્લરમાં (Massage Parlour) લલનાઓ બોલાવી દેહવ્યાપાર કરાવતી થાઈલેન્ડની (Thailand)...
સુરત: મહારાષ્ટ્રના પિંપલનેરથી ગાંજો (Marijuana) લાવીને અમદાવાદ ખાતે વેચનાર મુખ્ય સપ્લાયરને (supplier) સુરત એસઓજીએ (SOG) દોઢ વર્ષ બાદ ઝડપી પાડી અમદાવાદ પોલીસને...
સુરત: ઉધનામાં (Udhana) રહેતા યુવકની તેના હમવતનીએ જૂના ઝઘડાની અદાવતમાં હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ ખટોદરા પોલીસ (Police) સ્ટેશનમાં નોંધાઈ હતી. મૃતકે...
નવસારી : નેશનલ હાઇવે નં. 48 ઉપર વેસ્મા ગામ (Vesma Villeg) પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે (Police) બાતમીના આધારે 26 હજારના વિદેશી દારૂ...
ભરૂચ: મોરબીમાં ઝૂલતા પુલની દુર્ઘટનામાં મોતની ઘટના બાદ નેત્રંગના (Netrang) ધાણીખૂંટ ગામે કરજણ નદી (Karjan river) પર ૬ દાયકા જૂના જર્જરીત પુલ...
ગાંધીનગર : આજે અમદાવાદમાં (Ahmedabad) એલિસબ્રિજ ખાતે કોંગ્રેસના (Congress) કાર્યાલય ખાતે પૂર્વ કેબિનેટ મંત્રી ભરતસિંહ સોલંકી (Bharat Singh Solanki) અંદર જઈ રહ્યાં...
ગાંધીનગર : પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કર્યક્રમની જાહેરત બાદ આજે સૌ પ્રથમ વલસાડાના કપરાડામાં જનસભાને સંબોધન કર્યા બાદ...
વલસાડ : જામતાડા ફેઇમ સાઇબર ઠગો (Cyber Crooks) દ્વારા નીત નવી ટેક્નિકથી (Technique) લોકો સાથે છેતરપિંડી થઇ રહી છે. હવે તેઓ ઓટીપી...
લખનઉ: પરાળ સળગાવવાની (Burn) ઘટનાઓને રોકવામાં નિષ્ફળ (Fail) રહેવા પર બિનઅધિકૃત ખેત સાધનોને જપ્ત કરવા અને દંડ લાદવા જેવા પગલાં સાથે ઉત્તર...
નવી દિલ્હી: પેટાચૂંટણીમાં (By-election) કેસરીયો છવાઈ ગયો હતો આને આ સાથે જ કોંગ્રેસ (Congress) આમાંય ઝીરો પર ‘આઉટ’, થઈ ગયું હતું.જયારે બીજી...
સિડની : શ્રીલંકાની (Sri Lanka) ક્રિકેટ ટીમ (Cricket Team) સુપર-12ની છેલ્લી મેચ ઈંગ્લેન્ડ સામે હારીને ટી-20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી ટીમ...
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ઝિમ્બાબ્વે સામેની ટીમની છેલ્લી ગ્રુપ મેચ (Group match) દરમિયાન 35 રન પૂરા કરીને...
ઉમરગામ : ઉમરગામ તાલુકાના ભીલાડ (Bhilad) નજીક જંબુરી ચેકપોસ્ટ (check post) ઉપર પોલીસને વાહન ચેકિંગ (Vehicle Checking) દરમિયાન એક કારમાંથી રોકડા (Cash)...
ગાંધી બાપુ સ્ત્રી હોતો તો? આ સવાલનો જવાબ છે ખાદીની સાડી, નાનો ગોળ ચાંદલો, સરસ રીતે ઓળાયેલા વાળ, મીઠો અવાજ, હેતાળ સ્મિત...
નવસારી : વિરાવળ પૂર્ણા નદીના (Purna River) કિનારેથી અજાણ્યા પુરૂષની (Unknown Male) લાશ મળી હોવાન બનાવ નવસારી ગ્રામ્ય પોલીસ (Police) મથકે નોંધાયો...
પલસાણા: કડોદરા (Kadosra) પોલીસે (Police) ચાર માસ અગાઉ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે ગુનાના આરોપીને વોન્ટેડ (Wonted) જાહેર કર્યા હતા. જેને...
ટીમ ઈન્ડિયાએ (Team India) આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની (Zimbabwe) ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેઓએ 2 ઓવરની અંદર...
તાન્ઝાનિયા: તાન્ઝાનિયામાં (Tanzania) રવિવારે એક પેસેન્જર પ્લેન ક્રેશ (Passenger plane crashes) થયું હતું. આ વિમાનમાં 49 મુસાફરો સવાર હતા. જે પ્લેન ક્રેશ...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા હતા. તેઓ પહેલા સુરત (Surat) પહોચ્યા હતા. વિધાનસભાની ચૂંટણી...
વલસાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વલસાડ જિલ્લાના નાના પોંઢા ખાતે જાહેર સભાને સંબોધશે. આ સાથે તેઓ ભાવનગરમાં સમૂહ લગ્નના કાર્યક્રમમાં હાજરી આપશે. આ...
પશ્ચિમ બંગાળ: રવિવારે પશ્ચિમ બંગાળના (West Bengal) દગંગામાં TMC નેતાના (TMC Leader) ઘરે બોમ્બ વિસ્ફોટ (Bomb explosion) થયો હતો. એવું કહેવામાં આવી...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) CPEC પ્રોજેક્ટ પર ચાલી રહેલા કામમાં એક મહત્વપૂર્ણ માહિતી સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
યુક્રેન યુદ્ધને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થી હેઠળ વિશ્વમાં ઊભી થનાર ભૂખમરાની પરિસ્થિતિને ટાળવા યુક્રેનમાંથી અનાજની મહત્તમ નિકાસ કરવા માટે સમજૂતી થઈ હતી તેમાંથી રશિયા પારોઠનાં પગલાં ભરી રહ્યું છે, જે વળી પાછી એક નવી કટોકટીનું નિર્માણ કરે એવી પૂરી શક્યતા છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે અંશતઃ મિલીટરી મોબીલાઇઝેશન જે સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવ્યું હતું, જેને કારણે યુક્રેનમાં યુદ્ધમાં રશિયાએ ઘણી મોટી હાર તેમજ સામુહિક પીછેહઠ વેઠી હતી, તે હવે લગભગ પૂરું થયું છે. અલઝઝીરા અનુસાર રશિયાના પ્રમુખ પુટિને સ્વીકાર્યું છે કે આ પ્રક્રિયામાં કેટલીક ભૂલો થઈ હતી. પુટિન દ્વારા સપ્ટેમ્બર ર૦રરમાં જાહેર કરવામાં આવેલ આ પગલાં સંદર્ભે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી કંઈક અંશે ગૂંચવાડા ભરેલ રહેવા પામી હતી.
બીજા વિશ્વયુદ્ધ પછીનું પહેલું આવું મોટા પાયે હાથ ધરાયેલ મોબિલાઇઝેશન પૂરું થયું છે. રશિયા મુજબ આ લડાઈ નાઝીઝમ સામે હતી અને પશ્ચિમ સાથેની અથડામણ રશિયા માટે અસ્તિત્વની લડાઈ હતી. આ બધું કરવા છતાં એમણે નક્કી કરેલ પ્લાનમાં ઘણા ગોટાળા થયા. રશિયાના સંરક્ષણ મંત્રી સરગેઈના કહેવા મુજબ ત્રણ લાખ સૈનિકો જોડવામાં આવશે જેઓ યુદ્ધ અંગેના સામરિક અનુભવ સાથેના સ્પેશિયાલિસ્ટ હશે.
આની અસર એ થઈ કે હજારો માણસો પોતાને યુક્રેન સામેના યુદ્ધના મોરચે ધકેલી દેવામાં આવશે તે ભયથી રશિયામાંથી ભાગી છૂટયા. લેવાડા સેન્ટરના સરવે મુજબ ભાગી છૂટનાર અડધોઅડધ વ્યક્તિઓએ ભાગવાનું કારણ ‘ફિયર-ભય’ અને ૧૩ ટકાએ ગુસ્સો જણાવ્યું હતું. અત્યાર સુધીમાં આ મોરચે થયેલ ભૂલોનો પુટિને જાહેરમાં સ્વીકાર કર્યો અને નવી કો-ઓર્ડિનેટર કાઉન્સિલની જાહેરાત કરી જે મિલીટરીના પ્રયાસને મજબૂત કરવા તેમજ યુદ્ધ મોરચે ભાગ લેવા જઈ રહેલા માણસો પાસે યોગ્ય અને પૂરતાં હથિયારો અને સામગ્રી હોય તેના સંકલનનું કામ કરશે.
૩૧ ઑક્ટોબરે યુદ્ધને રપ૦ દિવસ થયા ત્યારે ઈસ્યુ કરવામાં આવેલ પ્રેસનોટમાં કેટલી સંખ્યામાં માણસોને આ યુદ્ધમાં જોડાવા સમન્સ પાઠવવામાં આવ્યું તેનો કોઈ ઉલ્લેખ નહોતો. આનો સીધો અર્થ એવો થાય કે ભલે પુટિન સ્વીકારે કે નહીં, રશિયા યુદ્ધમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધ રશિયનોના ઘરથી નજદીક આવી રહ્યું છે. રશિયનો, તેમનાં કુટુંબીજનો કે મિત્રોને યુક્રેન મોરચે યુદ્ધ માટે મોકલી દેવામાં આવશે એ જોખમથી ગભરાટ અનુભવી રહ્યા છે. રશિયા હજુ પણ દક્ષિણ અને પૂર્વીય યુક્રેનના મોટા વિસ્તાર અને એના ચાર પ્રદેશો ઉપર અંશતઃ કબજો જમાવી બેઠું છે. રશિયા દ્વારા યુક્રેનના કેટલાક વિસ્તારોનું પોતાની સાથે કરાયેલું એકતરફી જોડાણ યુનાઇડેટ નેશન્સના જનરલ એસેમ્બલીના ઠરાવમાં ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યું છે.
અત્યારની સ્થિતિએ ક્રીમિયામાં રશિયાના જહાજી બેડા પર કરવામાં આવેલ ડ્રોન આક્રમણના પરિણામે પુટીને ખાદ્યાન્ન અંગેની સમજૂતી રદ કરી છે. ઊર્જાની આંતરમાળખાકીય સવલતો ઉપર કરવામાં આવેલ હુમલાઓને કારણે યુનાઇટેડ નેશન્સની મધ્યસ્થીથી સધાયેલ અનાજ અંગેની યુક્રેન સાથેની આ સંમતિમાંથી રશિયા પાછું હટી ગયું છે. પુટિને મિસાઇલ હુમલાનો ઉલ્લેખ કર્યો ત્યાર બાદ યુક્રેને પોતાના વલણને વધુ કડક બનાવ્યું છે. ઇન્ટરનેશનલ ઍટમિક એનર્જી એજન્સીએ યુક્રેનમાં આવેલ બે સાઇટ, જ્યાં રશિયા ‘ડર્ટી બૉમ્બ’ તૈયાર કરી રહ્યું છે તેની તપાસ કરી હતી.
દરમિયાનમાં પુટિન દ્વારા કરવામાં આવેલ મિસાઇલ હુમલાઓની જાહેરાત બાદ યુક્રેને રશિયાને જી૨૦ દેશોના જૂથમાંથી હાંકી કાઢવા અને આ જી૨૦ના નેતાઓની સાથે એક જ ટેબલ પર સ્થાન નહીં આપવા માટે અપીલ કરી છે. યુક્રેનના મત મુજબ પુટિનના હાથ લોહીથી રંગાયેલા છે. એણે યુનાઇટેડ નેશન્સ દ્વારા કરાવવામાં આવેલ અનાજની હેરફેર માટેની સંધિ રદ કરી છે જેને કારણે વિશ્વના અનેક દેશોમાં ગરીબ અને છેવાડાના માણસો ભૂખમરાથી મરે તેવી સ્થિતિનું નિર્માણ થશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.