Sports

ટિમ ઇન્ડિયાની શાનદાર જીત સાથે ગ્રુપ-2માં ટોચ પર ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ (Team India) આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની (Zimbabwe) ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તેઓએ 2 ઓવરની અંદર જ 2 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમ તરફથી સૌથી વધુ સૂર્યાએ (Surya) 25 બોલમાં 61 રન ફટકાર્યા હતા. તેણે 244ની સ્ટ્રાઈક રેટથી 6 ચોગ્ગા અને 4 છગ્ગા પણ માર્યા હતા. તો કેએલ રાહુલે 35 બોલમાં 51 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વે તરફથી સીન વિલિયમ્સે 2 વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં ટોચ પર આવી ચૂક્યું છે. ઝિમ્બાબ્વેને 71 રને હરાવ્યું હતું. સૂર્યાએ 61 રન ફટકાર્યા હતા અને હવે આ સાથે જ ગુરુવારે ઇંગ્લેન્ડ સામે સેમિફાઈનલમાં ટકરાશે.

વિકેટ પાડવાનો સતત ક્રમ આ રીતે રહ્યો હતો
પ્રથમ વિકેટ – 1-0, 0.1 ઓવર બીજી વિકેટ – 2-2, 1.4 ઓવર ત્રીજી વિકેટ – 3-28, 5.6 ઓવર ચોથી વિકેટ – 4-31, 6.4 ઓવર પાંચમી વિકેટ – 5-36,આ રીતે એક પછી એક વિકેટોના પતનનો ક્રમ સતત ચાલુ રહેતા અંતે ઝિમ્બાબ્વેએ ભારત સામે ઘૂટણીયા ટેકી દીધા હતા.

સૂર્યા કુમાર યાદવે મુશ્કેલીના સમયમાં પણ 25 બોલમાં 65 રન કર્યા
360 ડિગ્રી તરીકે જાણીતા ભારતીય ટીમના સ્ટાર મિડલ ઓર્ડર બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું બેટ આ દિવસોમાં જોરદાર ચાલી રહ્યું છે. વિરોધી બોલરોમાં પોતાનો આતંક અને વર્ચસ્વ જાળવી રાખતા સૂર્યાએ ફરી એકવાર ઝડપી ફિફ્ટી બનાવી છે. આ વખતે તેણે ટી20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વે સામે મુશ્કેલ સમયમાં આ ફિફ્ટી ફટકારી છે. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે 13.3 ઓવરમાં 4 વિકેટે 101 રન બનાવ્યા હતા. ત્યારબાદ સૂર્યાએ લીડ લીધી અને 25 બોલમાં 61 રનની ઇનિંગ રમી. આ દરમિયાન સૂર્યકુમારે 4 સિક્સર અને 6 ફોર ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ પણ 244 હતો. આ ઇનિંગની મદદથી ભારતીય ટીમે 5 વિકેટે 186 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ
મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગ્રુપ-2ની સુપર-12ની છેલ્લી મેચ ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાઈ ગઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વેને 71 રને પરાજય આપ્યો છે. ટીમ ઈન્ડિયાએ આપેલા 187 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉચરેલી ઝિમ્બાબ્વેની ટીમ 17.2 ઓવરમાં 115 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે તરફથી સૌથી વધુ રેયાન બર્લે 22 બોલમાં 35 રન કર્યા હતા. તો સિકંદર રઝાએ 24 બોલમાં 34 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ આર. અશ્વિને 4 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તો મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. તો ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલને 1-1 વિકેટ મળી હતી.

Most Popular

To Top