SURAT

સુરત: વેપારી પાસેથી 19.21 લાખના હીરા દલાલ વેચવા લઈ ગયો અને આ ખેલ રમી કાઢયો

સુરત : વેસુમાં (Vesu) રહેતા વેપારીની મહિધરપુરા ખાતે હીરાબજારની ઓફિસમાં (Office) ઘોડદોડ રોડના દલાલે (Broker) પોતાની પાર્ટીઓને માલ બતાવવાનું કહી 19.21 લાખના હીરા (Diamond) લઈ ગયો હતો. બાદમાં આ હીરા પરત નહી આપી ફોન બંધ કરી છેતરપિંડી કરી હતી. મહિધરપુરા પોલીસ (Police) પાસેથી મળતી માહિતી મુજબ વેસુ વિજયાલક્ષ્મી હોલની બાજુમાં જોલી રેસિડેન્સીમાં રહેતો 27 વર્ષીય જય મિતેશભાઈ શાહ મહિધરપુરા હીરા બજાર પોલીસ ચોકીની બાજુમાં ગોવર્ધન ચેમ્બર્સમાં જે.એચ.જેમ્સના નામે પિતા સાથે હીરાનો વેપાર કરે છે. બે માસ પહેલા હીરા દલાલ હીરેન નાગેન્દ્રભાઇ ઝવેરી (રહે.101, બદાણી પેલેસ, સીટી બેન્કની પાછળ, ઘોડદોડ રોડ, સુરત) સાથે પરિચિત રાજેશભાઈ રેશમવાલાએ ઓળખાણ કરાવી હતી.

હીરેન કતારગામ કિરણ હોસ્પિટલની ગલીમાં આર.જે.ડી.કોમ્પલેક્ષના બીજા માળે આવેલી એસજીએલ લેબમાં માર્કેટીંગ હેડ તરીકે નોકરી કરવાની સાથે હીરાની દલાલી પણ કરે છે. હીરેન લેબમાં ગ્રેડીંગ કરીને હીરા પાર્ટીને વેચી આપે છે તેવું રાજેશભાઈએ જણાવ્યું હતું. ગત 4 સપ્ટેમ્બરે હિરેને ઓફિસ પર જઈને સ્ટોકમાં રહેલો માલ જોઈને તેમાંથી 19,20,960 રૂપિયાની મત્તાના 53.36 કેરેટ હીરા બીજા દિવસે જયને પોતાની લેબ પર આપી જવા કહ્યું હતું. જેથી તેનું ગ્રેડીંગ કરી બાદમાં વેચી શકાય. બાદમાં હિરેન જુદા જુદા બહાના કાઢી ફોન બંધ કરી ગાયબ થઈ ગયો હતો. ગઈકાલે હીરેન વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

ભટારમાં રહેતા કાપડ વેપારી સાથે 24.47 લાખની છેતરપિંડી, કાપડ વેપારી અને દલાલ સામે ફરિયાદ
સુરત : ભટાર ખાતે રહેતા અને કમેલા દરવાજા પાસે માર્કેટમાં કાપડની દુકાન ધરાવતા વેપારી પાસેથી દલાલે અભિષેક માર્કેટના વેપારીને 24.47 લાખનો ગ્રે કાપડનો માલ આપ્યો હતો. આ માલનું પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સલાબતપુરામાં નોંધાઈ હતી. ભટાર ખાતે મેઘ મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા 37 વર્ષીય આકાશ રાજેન્દ્રભાઈ ધારેવા કમેલા દરવાજા પાસે શીવકૃપા માર્કેટમાં કાપડની દુકાન ધરાવે છે. વર્ષ 2022 મે મહિનામાં કાપડ દલાલ સાહીલ શેઠ (રહે.અડાજણ) આકાશની દુકાને ગયો હતો. અને આકાશભાઈને અભિષેક માર્કેટમાં દુકાન ધરાવતા મયુરકુમાર રમેશભાઈ શેખાડા સાથે સંપર્ક કરાવ્યો હતો. મયુરે તેમની પાસેથી ટુકડે ટુકડે 24.47 લાખનું ગ્રે કાપડ ખરીદી કર્યું હતું. આ કાપડનું પેમેન્ટ સમયસર આપ્યું નહોતું. બાદમાં પેમેન્ટ દલાલ સાહીલને આપી દીધાનું કહ્યું હતું. સાહીલને ફોન કરતા તેણે ફોન ઉપાડ્યો નહોતો. જેથી આકાશભાઈ મયુરની દુકાને ગયા હતા. જ્યાં દુકાન બંધ જોઈને તેમની સાથે છેતરપિંડી થયાનું સમજી ગયા હતા. તેમણે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top