અભિનેતા Thalapathy Vijay બન્યા એનટીઆર પછી એવા બીજા નેતા
દક્ષિણ ભારતના સુપરસ્ટાર Thalapathy Vijay એ રાજકારણમાં એન્ટ્રી કર્યા બાદ માત્ર બે વર્ષમાં જ ઐતિહાસિક સફળતા મેળવી છે. તેમની પાર્ટી Tamilaga Vettri Kazhagam (TVK) એ તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં મજબૂત પ્રદર્શન કરીને સૌને ચોંકાવી દીધા છે.
વિજય હવે એવા બીજા અભિનેતા બની ગયા છે જેમણે પોતાની રાજકીય પાર્ટી શરૂ કર્યા બાદ ઓછા સમયમાં ચૂંટણીમાં મોટી સિદ્ધિ મેળવી છે. આ પહેલા આવી કમાલ N. T. Rama Rao એ કરી હતી, જેમણે Telugu Desam Party બનાવી અને માત્ર એક વર્ષમાં જ સત્તા મેળવી હતી.
સફળતાના મુખ્ય કારણો
યુવાનોનો ભારે ટેકો
યુવા મતદારો અને પ્રથમવાર મતદાન કરનારા લોકોનો મોટો સપોર્ટ વિજયને મળ્યો.
ફિલ્મી લોકપ્રિયતા બની રાજકીય શક્તિ
લાંબા સમયથી બનેલી ફેન ફોલોઇંગને મતમાં ફેરવવામાં વિજય સફળ રહ્યા.
નવો રાજકીય વિકલ્પ
પરંપરાગત પાર્ટીઓ સામે TVK એ નવો વિકલ્પ ઉભો કર્યો.
મજબૂત ગ્રાઉન્ડ નેટવર્ક
ફેન્સને સંગઠિત કરીને કાર્યકર્તા બેઝ તૈયાર કરાયો.
રાજકીય દૃશ્યમાં મોટો ફેરફાર
તામિલનાડુની રાજનીતિમાં વર્ષોથી ચાલતી પરંપરાગત પાર્ટીઓની પકડ હવે કમજોર થતી દેખાઈ રહી છે. વિજયની એન્ટ્રી સાથે રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવ્યો છે.
“NTR મોમેન્ટ” શું છે?
વિજયની સફળતાને રાજકીય વિશ્લેષકો “NTR મોમેન્ટ” કહી રહ્યા છે
N. T. Rama Rao : 1982 → પાર્ટી શરૂ, 1983 → સત્તા
Thalapathy Vijay : 2024 → પાર્ટી શરૂ, 2026 → ચૂંટણીમાં મોટી સફળતા
આગળ શું?
હવે નજર એ પર છે કે Thalapathy Vijay સરકાર બનાવશે અને કામ કેવી રીતે કરશે એના પર સૌવની નજર છે,પરંતુ એક વાત સ્પષ્ટ છે ,દક્ષિણ ભારતમાં હવે “સિનેમા થી રાજકારણ”નો નવો યુગ શરૂ થઈ ગયો છે.