Dakshin Gujarat

રિલાયન્સ મોલે એમ.આર.પી. કરતા 5 રૂપિયા વધારે લેતા રૂ.1 લાખનો દંડ

ભરૂચ : નફાખોરી કરનાર વેપારીઓ (Merchant) સામે કન્ઝ્યુમર કોર્ટે (Consumer Court) આકરા તેવર અપનાવ્યાં છે. તાજેતરમાં જ ભરૂચ કન્ઝ્યુમર કોર્ટે મહત્તમ કિંમત કરતા પાંચ રૂપિયા વધારે લેનાર રિલાયન્સ ટ્રેંડઝ (Reliance Trends) મોલને નફાખોરી (Profiteering) કરવા સામે રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. ભરૂચના આશુતોષ નગરમાં રહેતા શૈલેન્દ્ર સોલંકીએ વડોદરાના રિલાયન્સ ટ્રેંડઝ મોલમાંથી લેકમે કમ્પનીની પ્રોડક્ટ ખરીદી હતી. જેમાં મોલ દ્વારા મહત્તમ કિંમત કરતા રૂ. ૫ વધારે લીધા હતા. શૈલેન્દ્ર સોલંકીએ રિલાયન્સ ટ્રેંડઝ વિરુદ્ધ એડવોકેટ રીમાં પટેલના માધ્યમથી કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી.

રિલાયન્સ ટ્રેંડઝ મોલને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો
જેમાં ફરિયાદ તથા પુરાવાઓના આધારે કન્ઝ્યુમર કોર્ટે ગ્રાહક શૈલેન્દ્ર સોલંકીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. કોર્ટે નફાખોરી કરનાર રિલાયન્સ ટ્રેંડઝ મોલને રૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે. સાથે અરજી તારીખથી ચુકાદા સુધીના દિવસો સુધી રૂપિયા પાંચ લાખ વ્યાજ સહિત ચૂકવવા, વકીલ ફીના રૂપિયા ત્રણ હજાર અને માનસિક હેરાનગતિના રૂપિયા ત્રણ હજાર પણ ચૂકવવાનો આદેશ કર્યો હતો.

Most Popular

To Top