Top News

More Posts

   The Latest

Most Popular

કોરોનાનો નવો વેરિયન્ટ ઓમીક્રોન ઘુસ્યાના અહેવાલ મળતા જ આપણા દેશના અનેક શહેરોમાં કોરોના સામેના નિયંત્રણો લાદી દેવાયા છે. એમાં એક નિયંત્રણ રાત્રી કફર્યુનું છે. આ રાત્રશી કફર્યુ સામે દેશભરમા વિરોધના સુર ઉઠ્યા છે. લોકો સવાલો પુછી રહ્યા છે તે મુજબ (1) રાત્રી કફર્યુ શા માટે લગાવવો જોઇએ. મોટા ભાગની પ્રવૃત્તિઓ દીવસ દરમ્યાન થાય છે અને માણસો વધુમા વધુ એક બીજાના સંપર્કમાં આવે છે. એ જોતા દેશની મતલબી અને મતલોભી નેતાગીરી દિવસે રાજકીય સમ્મેલનોના નામે હજારો નહીં લાખ્ખો માણસોની ભીડ જમા કરે છે એ પહેલા બંધ કરાવવાની જરૂરી લછે. સામાન્ય માનવીને દંડવાની કે દંડ મારવાની વાતો કરતા અને હુકમો છોડતા અધિકારીઓમા નેતાઓના કાન પકડવાની કોઇને ત્રેવડ દેખાતી નથી. જેથી રાત્રી કફર્યુનુ નાટક કરે છે. દુનિયાામાં હજુ ક્યાંય પુરવાર થયુ નથી કે રાત્રી દરમ્યાન ભેગા થતા  લોકોથી જ કોરોના ફેલાય છે. રાત્રી કફર્યુ માત્ર સામાન્ય માનવીની હાલાકી અને હાડમારી વધારે છે.
સુરત       – જીતેન્દ્ર પાનવાલા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

To Top