ભારતમાં (India) જેવી લોકશાહી છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. નિષ્પક્ષ ચૂંટણી (Election) એ આ લોકશાહી માટેનું મહત્વનું પાસું છે. રાજ્ય અને દેશમાં...
નવી દિલ્હી: એનડીટીવીના (NDTV) વરિષ્ઠ એકિઝક્યુટિવ એડિટર રવીશ કમારે બુધવારના રોજ રાજીનામું (Resignation) આપી દીધું છે. જણાવી દઈએ કે તેઓએ પોતાના કાર્યકાળ...
સુરત: (Surat) શહેરમાં થોડા સમય પહેલા ઓનલાઈન છેતરપિંડીનો (Fraud) ભોગ બનેલા બે કિસ્સામાં સાયબર ક્રાઈમ (Cyber Crime) પોલીસે (Police) રૂપિયા પરત અપાવ્યા...
નવી દિલ્હી : સ્પોર્ટીએ 2022માં સૌથી વધુ કમાણી (Income) કરનાર ટોપ-100 એથ્લેટ્સની (Athletes) યાદી જાહેર કરી છે. આ યાદીમાં 24 દેશો અને...
ઘેજ: (Dhej) ચીખલી નજીક નેશનલ હાઇવે (National High Way) પર મજીગામ અને બલવાડા પાસે અકસ્માતના (Accident) બે અલગ અલગ બનાવમાં બે યુવતી...
વાપી: (Vapi) પારડી તાલુકાના ગોઇમાથી બીએમડબલ્યૂ (BMW) કાર ચાલક પ્રજ્ઞેશ પટેલ વાપી કામાર્થે નીકળ્યા હતા. તે દરમિયાન વાપી નેશનલ હાઇવે (National High...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધાનસભાની ચૂંટણી (Election) દરમિયાન મતદાન પ્રક્રિયા પર ચાંપતી નજર રાખવા રાજ્યના 50% થી વધુ મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ (Live...
ગાંધીનગર: આવતીકાલે તા.1લી ડિસે.ના રોજ સૌરાષ્ટ્ર – કચ્છ તથા દક્ષિણ ગુજરાતની (Gujarat) 89 બેઠકો માટે સવારે 8થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન...
ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકમાં ગુરુવારે તા.૧ ડિસેમ્બરે વહીવટી તંત્રની તૈયારીના ભાગરૂપે મતદાન (Voting) થશે. પાંચ વિધાનસભામાં કુલ ૩૨ ઉમેદવાર...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લામાં 1,93,298 મતદાતાઓ 335 મતદાન મથકો ઉપર મતદાન (Voting) કરશે. જિલ્લા ચૂંટણી તંત્રનાં માર્ગદર્શન હેઠળ પોલિંગ ટીમ અંતરિયાળ...
સાપુતારા: (Saputara) રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ (Sunrise Point) પર હાલમાં શિયાળાની (Winter) ઋતુમાં પણ આકસ્મિક દવ લાગતા અફરા તફરીનો માહોલ...
નવસારી : નવસારી (Navsari) જિલ્લામાં ચાર વિધાનસભાની ચૂંટણીમાં (Election) ભાજપ (BJP), કોંગ્રેસ (Congress) અને આપ (AAP) પાર્ટીના ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાની...
ઉમરગામ : 182-ઉમરગામ વિધાનસભા બેઠક માટે આજે 278 બુથો ઉપર મતદાન (Voting) થશે. જે માટેની તમામ તૈયારીઓ સાથે વહીવટી તંત્ર સજ્જ બન્યું...
પલસાણા: પલસાણાના (Palsana) એના ગામે પ્રાથમિક શાળામાં (Primary school) આવેલા બુથ નં.૪ને મોર્ડન બુથ બનાવી સરદાર વલ્લભભાઇ પટેલ અને બારડોલી (Bardoli) સત્યાગ્રહની...
પારડી: (Pardi) પારડી તાલુકાના ખડકી ગામે એક કંપનીના રૂમમાં રહી કોન્ટ્રાક્ટ (Contract) પર કામ કરતા કાસેમ અલી જહેરઅલી રોઝનઅલી ઉવ.23, મૂળ રહે...
વ્યારા: તાપી (Tapi) જિલ્લામાં આજે ગુરુવારે તાપી જિલ્લામાં વિધાનસભા ચૂંટણી (Election) માટે મતદાન યોજનાર છે. ચૂંટણીના મહાપર્વમાં તાપી જિલ્લાના અધિકારી-કર્મચારીઓ, પોલીસ વિભાગ...
પંજાબ: પંજાબમાં (Punjab) બુઘવારની મોડી સાંજે પંજાબના મુખ્યમંત્રી (CM) ભગવંત માનના સંગરુર ખાતે આવેલા નિવાસસ્થાને મજૂર સંગઠને પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં...
ભરૂચ, અંકલેશ્વર: (Bharuch-Ankleshwar) અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસી (GIDC)માં આવેલી પ્રીમિયર એન્ડ કેમિકલ કંપનીમાં (Chemical Company) આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આ બનાવની...
નવી દિલ્હી: FIFA વર્લ્ડ કપ 2022માં (FIFA World Cup 2022) રાષ્ટ્રનું નેતૃત્વ કરનારી નોરા ફતેહીએ (Nora Fatehi) પોતાના ડાન્સથી (Dance) વિશ્વને મંત્રમુગ્ધ...
નવી દિલ્હી: અમેરિકી સેનાએ અફઘાનિસ્તાન છોડ્યું ત્યાર બાદથી અહીં તાલિબાનોનો આતંક વધી ગયો છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં અહીં અનેકોવાર બોમ્બ બ્લાસ્ટ અને...
આજે નવેમ્બર (November) મહિનાનો છેલ્લો દિવસ છે. દર મહિનાની જેમ ડિસેમ્બર મહિનાની (December Month) શરૂઆતમાં પણ મોટા ફેરફારો જોવા મળશે. ડિસેમ્બર મહિનાથી...
નવી દિલ્હી: ભારતમાં હવે લોકો પોકેટ રોકડા પૈસા નહીં પણ વોલેટમાં ડિજિટલ કરન્સી (Digital currency) લઈને ફરતા જોવા મળશે. કારણ કે રિઝર્વ...
જમ્મુ-કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળોએ એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કર્યો છે. અહીંથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા...
સુરતઃ (Surat) નેશનલ ક્લિન એર પ્રોગ્રામ (NCPA) અંતર્ગત શહેરમાં હવાનું પ્રદૂષણ (Pollution) નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર દ્વારા બનાવાયેલી ઇમ્પલિમેન્ટેશન કમિટીની તા.28 નવેમ્બરે...
જામનગર: મતદાનના એક દિવસ પૂર્વે જામનગર ઉત્તરની બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે. અહીં ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાએ ભાજપ તરફથી ઉમેદવારી...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) ગઈકાલે રાત્રે પોલીસ (Police) અને બુટલેગરના (Bulletgar) પરિવારની મહિલાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હોય તેવો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા...
વડોદરા: મંગળવારે મોડી રાત્રે ગુજરાત ATS દ્વારા વડોદરાના (Vadodara) સિંઘરોટ વિસ્તારમાં આવેલા એક ભેંસના (Buffalo) તબેલામાં દરોડા કાર્યવાહી કરવામાં આવી હતી. અહીં...
નવી દિલ્હી: એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણીના (Gautam Adani) હાથમાં આવતાની સાથે જ NDTV મેનેજમેન્ટમાં મોટો ફેરફાર થયો છે. NDTVના પ્રમોટર...
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચે 1 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ટેસ્ટ શ્રેણી (Test Series) પર મોટું સંકટ આવી પડ્યું...
નર્મદા જિલ્લાની નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ, ભાજપ, આપ અને અપક્ષનો ચતુષ્કોણિયો જંગ મંડાયો છે. 2012માં આ બેઠક ભાજપના શબ્દશરણ તડવીએ જીત...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
ભારતમાં (India) જેવી લોકશાહી છે તેવી વિશ્વમાં ક્યાંય નથી. નિષ્પક્ષ ચૂંટણી (Election) એ આ લોકશાહી માટેનું મહત્વનું પાસું છે. રાજ્ય અને દેશમાં આકસ્મિક સંજોગો સિવાય દર પાંચ વર્ષે ચૂંટણી થાય છે. આમ તો જ્યારથી 1950માં દેશ પ્રજાસત્તાક થયો ત્યારથી ચૂંટણીઓ યોજવામાં આવી રહી છે પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં સને 1060માં ગુજરાતની રચના થયા બાદ પ્રથમ ચૂંટણી 1962માં કરવામાં આવી હતી. ત્યારથી શરૂ કરીને ગુજરાતમાં હાલમાં 2022માં ચૂંટણી થઈ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની બેઠકોમાં આટલા વર્ષોમાં ખાસ વધઘટ થઈ નથી પરંતુ એટલું ચોક્કસ થયું છે કે જે ચૂંટણી એક જ તબક્કામાં પતી જતી હતી તે ચૂંટણી હવે બે તબક્કામાં કરવી પડી રહી છે. પહેલી ચૂંટણીથી શરૂ કરીને હાલની ચૂંટણીને 60 વર્ષનો સમયગાળો વિતી ગયો છે અને તેમાં વસતીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તંત્ર માટે એક જ તબક્કામાં ગુજરાત વિધાનસભાની 182 બેઠક માટે મતદાન કરાવવું અઘરૂં છે અને તેને કારણે જ હવે ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ થાય છે.
આ વખતે 2022માં ગુજરાતમાં પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આજે એટલે કે તા.1લી ડિસે., 2022ના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની 89 બેઠક પર મતદાન થશે. સવારે 8થી સાંજે 5 વાગ્યા સુધી મતદાન થશે. આ વખતની ચૂંટણી 19 જિલ્લાઓમાં થશે અને તેમાં 2.39 કરોડ મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે. આ તમામ બેઠકો માટે તંત્ર દ્વારા 25 હજારથી પણ વધુ મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. આ વિસ્તારનું આશરે 70થી 80 ટકા જેટલું તંત્ર મતદાન માટે રોકાઈ ગયું છે. આ તમામ બેઠકો પર એક બેઠકને બાદ કરતા અન્ય 88 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. જોકે, મોટાભાગની બેઠકો પર લડાઈ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની જ રહેશે. સાંજે 5 વાગ્યા સુધીમાં જે મતદાર મતદાન મથકની અંદર આવી ગયો હશે તે જ મતદારને મતદાન કરવા દેવામાં આવશે.
જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મતદારની હાલત કફોડી થઈ જાય છે. ખરેખર મતદાર રાજા છે પરંતુ રાજકારણીઓએ મતદારને રંક બનાવી દીધો છે. એક-એક મતની એટલી તાકાત છે કે જે તે રાજ્ય કે દેશની સિકલ બદલી શકે છે. મતદારે આ સમજી લેવાની જરૂરીયાત છે. પ્રત્યેક રાજકારણીએ દર પાંચ વર્ષે મતદાર પાસે આવવું જ પડશે. આ માટે મતદાર તેને ઈચ્છે તેવી રીતે નચાવી શકે તેમ છે પરંતુ આજનો મતદાર નાણાં, વચનો કે પછી અન્ય લાલચોથી ભોળવાઈ જાય છે અને તેને કારણે મતદાર પોતાની તાકાત ખોઈ બેઠો છે. મતદાર પોતાના મતથી પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય નિશ્ચિત કરી શકે છે. આ વાત મતદારે સમજી લેવાની જરૂરીયાત છે. રાજકીય પક્ષ કોઈપણ હોય, જે પક્ષ કે ઉમેદવાર દ્વારા મતદારોના લાભ માટે નિર્ણયો લેવામાં આવે તેને જ મત આપવો જોઈએ. પક્ષાપક્ષીથી પર રહીને મતદાન કરવું જોઈએ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની 89 બેઠક માટે આજે મતદાન છે. મતદારે મતદાન કરતાં પહેલા પોતાના ઉમેદવારને ઓળખીને, તેની કાર્યપદ્ધતિ સમજીને મતદાન કરવાનું રહેશે. જે દિવસે મતદાર પોતાના મતની તાકાત સમજી જશે તે દિવસથી તેનો સુવર્ણકાળ શરૂ થઈ જશે તે નક્કી છે.