Dakshin Gujarat

સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો

સાપુતારા: (Saputara) રાજ્યનાં એકમાત્ર ગિરિમથક સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ (Sunrise Point) પર હાલમાં શિયાળાની (Winter) ઋતુમાં પણ આકસ્મિક દવ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જોકે પ્રવાસન સ્થળ (Tourist Destination) સાપુતારાનાં સનરાઈઝ પોઈંટ પર આકસ્મિક દવ લાગવાની ઘટનાની જાણ સ્થાનિકોએ નોટિફાઈડ એરીયા (Notified Area) કચેરી સાપુતારાને જાણ કરી હતી. પરંતુ નોટિફાઈડનો સ્ટાફ ચૂંટણીનાં (Election) કામગીરીમાં વ્યસ્ત હોય જેથી સમયનો અંદાજો લગાવી તુરંત જ સ્થાનિક યુવાનોએ આ દવ ઓલવવાની કામગીરી હાથ ધરી દવને કાબુમાં લીધો હતો. સાપુતારા અને નવાગામનાં યુવાનોએ દવ ઓલવી દેતા મોટી નુકસાનીમાં રાહત મળી હતી. સાપુતારાનાં નવાગામનાં યુવાનોએ દવ ઓલવી દેતા તેઓની સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

ડાંગની અસ્થિર મગજની મહિલા બી.એસ.એન.એલ ટાવર પર ચઢી ગઇ
સાપુતારા : આહવાનાં પીપલઘોડી ગામે આવેલા બી.એસ.એન.એલ ટાવર પર અસ્થિર મગજની મહિલા ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એનુબેન મગનભાઈ પવાર (ઉ.60.મૂળ રહે. ઘોડી તા.વઘઇ તથા હાલ રહે. સેન્દ્રીઆંબા તા.આહવા) અસ્થિર મગજની છે. જે અસ્થિર મગજની મહિલા આહવા તાલુકાનાં પીપલઘોડી ગામે આવેલા બી.એસ.એન.એલ ટાવર પર ચડી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

આ મહિલાને બીએસએનએલ ટાવરનાં કર્મીઓએ ઉતારવાનો પ્રયત્ન કરતા તે ઉતરી ન હતી. જેથી કર્મચારીઓએ ડાંગ પોલીસ કન્ટ્રોલ રૂમમાં જાણ કરતા આહવા પોલીસ સ્ટેશનનાં પી.એસ.આઈ.એ.એચ.પટેલની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અહીં આહવા પોલીસની ટીમે આ અસ્થિર મગજની મહિલાને ટાવર પરથી રેસ્ક્યુ કરી હેમખેમ ઉતારી તેણીનો જીવ ઉગારી પરિવારજનોને સોંપી સરાહનીય કામગીરી કરી હતી.

વાપી હાઇવે પર BMW કારમાં આગ ભભૂકી ઉઠી
વાપી : પારડી તાલુકાના ગોઇમાથી BMW કાર ચાલક પ્રજ્ઞેશ પટેલ વાપી કામાર્થે નીકળ્યા હતા. તે દરમિયાન વાપી નેશનલ હાઇવે નં. 48 પર ચાલુ BMW કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જો કે કારચાલક પ્રજ્ઞેશ પટેલ સમયસુચકતા વાપરી કારમાંથી નીચે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. ઘટનાની જાણ વાપી નગરપાલિકા ફાયર બ્રિગેડને કરતા સ્થળ પર આવી પહોંચી હતી. અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરાઈ હતી. હાઈફાઈ BMW કારમાં આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. જો કે આગને પગલે કાર બળીને ખાક થઇ ગઈ હતી. ઘટના સ્થળે હાઇવે પર લોકટોળા ભેગા થઇ ગયા હતા.

Most Popular

To Top