પલસાણા: પલસાણાના (Palsana) કડોદરા ગામની યુવતીએ મલેકપોર ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ દંપતી આફ્રિકાના ઝાંબિયા ખાતે કામ માટે ગયું હતું. જ્યાં...
મુંબઈ: પુષ્પા (Pushpa) ફિલ્મમાં (Film) અલ્લુ અર્જુન તેમજ રશ્મિકાની જોડી બોકસ ઓફિસ (Box office) ઉપર ધમાલ મચાવી દીધી હતી. આજે પણ ફિલ્મના...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના લાલ બજાર ગલિયારવાડમાં રહેતાં મંજુલાબેન રામજી ચૌહાણ ગત તા.8મી ડિસેમ્બરના રોજ ભરૂચ પોતાના ઘરે હતાં. એ દરમિયાન એક...
રાજપીપળા: રાજપીપળાના (Rajpipla) કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના હિન્દુ-મુસ્લિમ વસતીવાળા વિસ્તાર નજીકમાં હોય મંદિર...
ગાંધીનગર: તા.12મી ડિસે.ના રોજ બપોરે 2 વાગ્યે ગાંધીનગરમાં (Gandhinagar) સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શપથ વિધી સમારંભની તડામાર તૈયારીઓ ચાલી રહી છે....
ગાંધીનગર : આજે સવારે ગાંધીનગરમાં (Gandhinagar) કમલમ કાર્યાલય ખાતે ભાજપના (BJP) ત્રણ સીનિયર કેન્દ્રિય નિરીક્ષકોની ઉપસ્થિતિમાં પાર્ટીના વિધાનસભા પક્ષની બેઠક મળી હતી....
ગાંધીનગર: ભાજપના (BJP) વિધાનસભા પક્ષની બેઠક બાદ નવા વરાયેલા નેતા તથા પદનામિત મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કમલમ ખાતે કહયું હતું કે ,...
ભરૂચ: ઓનલાઈન છેતરપિંડીનો (Online Fraud) ભોગ બનેલા અને છેતરાયેલાં સિનિયર સિટિઝનને (Senior Citizen) નાણાં ભરૂચ પોલીસે (Police) તરકીબથી પરત અપાવી દીધા હતા....
ગાંધીનગર: અમદાવાદના (Ahmedabad) એસપી રીંગ રોડ ઉપર ભાડજ નજીક 600 એકરના વિશાળ ભૂમિ ઉપર પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એક ભવ્ય પ્રમુખસ્વામી...
નવી દિલ્હી : હિમાચલ (Himachal) પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ અને નાદૌન મતવિસ્તારના ચોથી વખત ધારાસભ્ય સુખવિંદર સિંહ સુખ્ખુ (Sukhwinder Singh...
ચિત્તગોંગ: ઈશાન કિશનની (IshanKishan) ડબલ સેન્ચુરી (DoubleCentury) અને વિરાટ કોહલીની (ViratKohli) સેન્ચુરીની મદદથી ભારતે બાંગ્લાદેશને (India Bangladesh) 410 રનનો તોંતિગ ટાર્ગેટ આપ્યો...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) એક લગ્ન ખૂબ ચર્ચામાં છે. અહીં એક દુલ્હાએ પોતાની દુલ્હનને લગ્નની ભેટ તરીકે ગધેડાનું બચ્ચું (Pakistani Groom Gifted...
નવસારી: ગુજરાત વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly Election) માં ભાજપ (BJP) નાં ભવ્ય વિજય (Win) ની ચારે તરફ ચર્ચા થઇ રહી છે. દેશની...
ગાંધીનગર : વિવાદિત લોક સાહિત્યકારની ગુંડા ગિરીનો વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. એક યુવકની બેરહેમીપૂર્વક માર મારવાનો વિડીયો પણ સોશિઅલ...
ભારતમાં સ્ત્રીઓ ઉપર વધી રહેલા અત્યાચારોનો સીધો સંબંધ ઇન્ટરનેટ અને મોબાઇલ જેવાં માધ્યમોમાં સહેલાઇથી જોવા મળતી રતિક્રીડાની ફિલ્મો સાથે છે. આપણી સરકાર...
દુબઇ : વિશ્વમાં ઘણી ઉંચી ઓમરાતો છે. આ ઇમારતોના ઇન્ફ્રાસ્ટ્રક્ચકર્સ અને તેની ખાસિયતો પણ જગ પ્રસ્સિદ્ધ છે.ત્યારે હવે સાઉદી અરેબિયા (Saudi Arabia)...
ચિત્તગોંગ: બાંગ્લાદેશ (Bangladesh) સામેની ત્રીજી વન-ડે મેચમાં ઈજાગ્રસ્ત રોહિત શર્માના (Rohit Sharma) સ્થાને લેફ્ટ હેન્ડેડ વિકેટ કીપર બેટ્સમેન ઈશાન કિશનને (Ishan Kishan)...
નાચી દિલ્હી: ફિલ્મ અભિનેતા અને ગોરખપુરના બીજેપી (BJP) સાંસદ (MP) રવિ કિશન (Ravi kishn) જનસંખ્યા નીતિ પરના તેમના એક નિવેદનને લઈને વિવાદમાં...
નવી દિલ્હી: કેરળ ફિલ્મ ફેસ્ટિવલ 2022ની (Kerala Film Festival 2022) ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે. આ મોટા ફિલ્મ ફેસ્ટિવલમાં દેશ અને દુનિયાના...
નવી દિલ્હી: દુનિયાભરમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે. મહિલાઓ પોતાની ઓળખ માટે કોઈના પર નિર્ભર નથી હોતી, બલ્કે મહિલાઓ પોતાનું...
સુરત (Surat): સુરતમાં ખૂબ જ ચોંકાવનારી ઘટના બની છે. અહીં નાના ભાઈએ ઝઘડામાં મોટા ભાઈને તમાચો મારતા મોટા ભાઈનું (Younger Brother Slap...
નવી દિલ્હીઃ ટ્વિટર (Twitter) ખરીદ્યું ત્યારથી એલોન મસ્ક (Alon Musk) એક પછી એક નિર્ણયો લઈ રહ્યા છે. પહેલા તેઓએ મોટી સંખ્યામાં ટ્વિટર...
તાજેતરમાં ગુજરાત ‘બેન્ક વર્કર્સ યુનિયને’ જાહેર કરેલ એક દસ્તાવેજી હકીકત મુજબ હાલની કેન્દ્ર સરકારે (મોદી સરકારે) છેલ્લાં 2 વર્ષમાં દેશના 13 ઉદ્યોગપતિ...
વાત 1997-98ની છે. વી.ટી.ચોકસી બી.એડ્. કોલેજના પ્રિન્સિપાલના ઈન્ટરવ્યુ હતા. હું ઉમેદવાર હતો. મારી સાથે બીજા પાંચ ઉમેદવારો હાજર હતા. ડો. કાઝી સાર્વજનિક...
શાળાના પાઠ્યપુસ્તકોમાં પ્રથમ પાને પ્રતિજ્ઞાપત્ર હોય છે. જેમાં દેશને લાયક બનવાના, સૌ સાથે આદર, સભ્યતાથી વર્તવાના અને દેશ તથા દેશબાંધવોને મારી નિષ્ઠા...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને એક પ્રશ્ન પૂછ્યો, ‘તમે બધા અહીં જ્ઞાન મેળવવા આવ્યા છો તે જ્ઞાનનો આગળ જઈને શું ઉપયોગ કરશો ??’બધા...
મુંબઈ. મુંબઈના પોશ વિસ્તાર જુહુમાં આવી જ એક ઘટના બની છે જેણે ટીવી ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. પ્રખ્યાત અભિનેત્રી વીણા કપૂર...
આવતાં ૧૫ વર્ષ પછી અમદાવાદ, વડોદરા, સુરત રાજકોટ જેવાં ગુજરાતનાં મુખ્ય શહેરો મુંબઈ શહેર જેવાં ગીચ નહીં હોય, પ્રદૂષણના કેન્દ્રિત પ્રશ્નો નહીં...
દરેક ચૂંટણી નવું વહેણ, નવો ચીલો અને નવી પરંપરાને સર્જે છે અને અલબત્ત વિજેતાઓ પણ હોય છે અને પરાજિતો પણ ગુજરાત અને...
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો (VIDEO) વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં નાના કદના ડાયનાસોર (dinosaur) નદીના એક કિનારેથી...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
પલસાણા: પલસાણાના (Palsana) કડોદરા ગામની યુવતીએ મલેકપોર ગામના યુવક સાથે લગ્ન કર્યા બાદ દંપતી આફ્રિકાના ઝાંબિયા ખાતે કામ માટે ગયું હતું. જ્યાં પતિની લુંટારુઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. દરમિયાન પરિણીતાને (Married) 6 માસનો ગર્ભ હતો. તેમ છતાં સાસરી પક્ષવાળા પરિણીતાને હેરાન કરતા હોવાથી પરિણીતા કડોદરા તેનાં માતાપિતા સાથે રહેતી હતી. અને તેને બાળકના જન્મ થયા બાદ પણ તેઓ પરિણીતાને હેરાન-પરેશાન કરતા હોવાથી પરિણીતાએ આ અંગે મહિલા પોલીસમથકે (Police) સાસુ, સસરા (mother-in-law, father-in-law) અને નણંદની સામે ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાને નાની નાની વાતમાં ઝઘડા કરવામાં આવતા હતા
મળતી માહિતી અનુસાર કડોદરા મોદી ફળિયામાં રહેતાં નમ્રતાબેન પિન્કેશભાઇ પટેલે પલસાણાના મલેકપોર ગામે કણબીવાડમાં રહેતા પિન્કેશભાઇ રોહિતભાઇ પટેલ સાથે 10 એપ્રિલ-2018ના રોજ પ્રેમલગ્ન કર્યાં હતાં. જેથી પિન્કેશનાં માતાપિતા નારાજ હતાં. અને પિન્કેશનો પરિવાર નમ્રતાને એક માસ બાદ વહુ તરીકે સ્વીકાર કરી તેને ઘરે લઇ ગયો હતો. ત્યારબાદ તેની નણંદ રીમા પટેલ તેમજ તેના નણદોઇએ નમ્રતાના પતિ પિંકલને આફ્રિકાના ઝાંબિયામાં કામધંધા અર્થે બોલાવી લીધો હતો. અને થોડા સમય બાદ પિંકલે તેની પત્ની નમ્રતાને પણ સાઉદ આફ્રિકામાં બોલાવી લીધી હતી. થોડા સમય બાદ નણંદ અને નણદોઇ પરિણીતાને નાની નાની વાતમાં ઝઘડા કરી તું અમારા સમાજની નથી. તું પિંકલ સાથે પ્રેમલગ્ન કરીને આવી છે. તું તારા ઘરેથી પણ કંઇ લાવી નથી તેમ કહી માનસિક ત્રાસ આપતા હતા. એ અરસામાં 12 જાન્યુઆરી-2022ના રોજ પિંકેશભાઇ પટેલનું સાઉથ આફ્રિકામાં તેના ઘરની સામે જ લુંટારુઓએ ગોળી મારી હત્યા કરી હતી. એ સમયે પરિણીતાને છ માસનો ગર્ભ હતો.
18 લાખ રૂપિયા સાસુ-સસરાએ પોતાની પાસે રાખી લીધા
તે તેના પતિનો મૃતદેહ લઇ આફ્રિકાથી પલસાણા તેની સાસરીમાં આવી હતી. અને પતિના મૃત્યુ બાદ પણ પરિણીતા સાસરીમાં હતી. ત્યારે સાઉદ આફ્રિકાથી પિન્કેશ જ્યાં નોકરી કરતો હતો તે શેઠ જતીનભાઈએ પરિણીતા તેમજ તેના આવનાર બાળકના ભરણપોષણ માટે 18 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. અને તે રૂપિયા પણ સાસુ-સસરાએ પોતાની પાસે રાખી લીધા હતા અને તેમણે પરિણીતાને જણાવ્યું કે, તારાં પગલાં સારાં નથી. તું જ અમારા દીકરાને ખાઇ ગઇ અમારા સમાજમાં લગ્ન કર્યા હોત તો અમને પૈસા પણ મળતે.
પ્રસૂતિના 10 દિવસ પહેલાં જ તેઓએ પરિણીતાને તગેડી મૂકી હતી
પરિણીતાને હેરાન કરી તે ગર્ભવતી હોવા છતાં તેને સમયસર જમવાનું પણ સાસુ-સસરા આપતા નહોતા. અને પ્રસૂતિના 10 દિવસ પહેલાં જ તેઓએ પરિણીતાને તગેડી મૂકતાં તે તેના માતા-પિતાના ઘરે કડોદરા આવી હતી. અને પરિણીતાને દીકરાના જન્મ બાદ તેના ખર્ચ માટે તે સાસુ-સસરા પાસે પૈસા માંગે તો તેને ફોન ઉપર ગાળો બોલી તેને માનસિક રીતે હેરાન કરતાં હતાં. જેને લઇ પરિણીતાએ આ અંગે સસરા રોહિત બાબુ પટેલ, સાસુ નયનાબેન, નણંદ રીમાબેન તેમજ નણદોઇ પિંકલભાઇની સામે મહિલા પોલીસમથકે માનસિક ત્રાસ આપવા અને પોતાના પૈસા લઈ તેને ઘરમાંથી કાઢી મૂકવા અંગે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.