દુબઈ વિશ્વના અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દુબઈ સરકાર તેમને લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ઓફર કરીને અને વિદેશીઓ...
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ટ્રાફિકના નિયમો તોડવા બદલ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. લેન્કેશાયર પોલીસે PM સામે રૂ.100નું ચલણ ઇસ્યું કર્યું...
વડોદરા: રણોલી બ્રિજ પાસે આજે જાહેર માર્ગ પર એક સગીર વિદ્યાર્થિની પર ચાકુના ઘા મારીને ખૂની હુમલો કરવાનો બનાવ બનતાં પોલીસે હુમલાખોરને...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) પત્ની હેતલબેન પટેલના (Hetal Patel) માતાનું નિધન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સાસુ...
વડોદરા: સોમાતળાવ વિજયવાડી વિસ્તારમાં રહીશના વાડામાં દેશી દારૂની પોટલી કેમ ફેંકવા મુદ્દે બે પરિવારો બાખડ્યાં હતા. જેમાં એક યુવકને ટેમ્પા સાથે બાંધી...
બોડેલી : બોડેલીના ગોવિંદપુરા ગામ પાસે હાઇવા ડમ્પરના ચાલકે બાઈક પાછળથી ટક્કર મારતા બાઈક અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં એકનું ઘટના સ્થળ...
સુરત (Surat) : શહેરના પીપલોદ (Piplod) ખાતે આવેલા બ્લ્યુ આઇ થાઇ સ્પા (Blue Eye Thai Spa Raid) ઉપર એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ...
સુરત : રાજ્ય અને કેન્દ્રમાં સત્તાનું કેન્દ્ર અપ્રત્યક્ષ રીતે સુરત બનતાં બેડમિન્ટન, ટેબલ ટેનિસ પછી હવે નેશનલ બીચ સોકર ચેમ્પિયનશીપ 2022-23 સુરતમાં...
વડોદરા : વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી સરકારી 100 કરોડની જમીન પર ગેરકાયદે બાંધકામ કરી વ્હાઇટ હાઉસના નામનો આલિશાન બંગલો...
નડિયાદ: ઉમરેઠની કાછીયાપોળમાં ભાડે રહેવા આવ્યાંના બીજા જ દિવસે પરપ્રાંતિય યુવક અને યુવતિ વચ્ચે કોઈ બાબતે અણબનાવ બન્યો હતો. દરમિયાન ઉશ્કેરાયેલાં યુવકે...
વડોદરા : છેલ્લા કેટલાક સયમથી ગેસની બોટલ બ્લાસ્ટ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાક લોકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો...
સુરત : સમગ્ર રાજ્યમાં જીએસટી (GST) કૌભાંડનો (Scam) ઇકો સેલ દ્વારા પર્દાફાશ કરાયો હતો. અને કરોડો રૂપિયાના બોગસ બિલિંગ કૌભાંડ પકડી પાડી...
સુરત : વૈશ્વિક મંદી, યાર્નનાં વધતાં ભાવ અને છેલ્લા એક વર્ષથી નબળી ડિમાન્ડને પગલે નાયલોન વિવર્સને મીટર કાપડે એકથી બે રૂપિયાનું નુકશાન...
નવી દિલ્હી: બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેમના નિવદેન...
સુરત : બોલિવુડના (Bollywood) સુપરસ્ટાર શાહરૂખ ખાનની (Shahrukh Khan) પઠાણ (Pathan) મુવીને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ (Controversy) ચાલી રહ્યો છે. મુવીની...
ગરબાડા: રાજ્ય સરકાર દ્વારા એક તરફ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. સાથે સાથે ટ્રાફિક ના નિયમો અંગે સ્થાનિક પોલીસ...
નવી દિલ્હી: આર્થિક સંકટનો (economic crisis) સામનો કરી રહેલા પાકિસ્તાનની (Pakistan) મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાકિસ્તાનમાં સોમવારે સવારે મોટાપાયે...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલા પરિવાર નિયોજનનુ ઓપરેશનન કરાવવા આવી હતી. આ મહિલા પોતાની સાથે એક માસનું નાનુુ...
આલીપોર: આજે સોમવારે તા. 23 જાન્યુઆરી 2023ના રોજ સુરત-મુંબઈ નેશનલ હાઈવે નં. 8 (Surat Mumbai National Highway 8) પર ગમખ્વાર અકસ્માત (Accident)...
નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં (North India) કડકડતી ઠંડી (Cold) પડી રહી છે. ઊંચાણવાળા વિસ્તારમાં બરફ વર્ષા (Snow rain) થઈ...
નડિયાદ: નડિયાદ નગરપાલિકા હદના મુખ્ય રસ્તાઓ ચોખા ચણક છે. પરંતુ આંતરીયાળ વિસ્તારો અને મોટા પોષ વિસ્તારની સોસાયટીઓમાં પણ સમયસર ગદંકી ન હટાવાતી હોવાના દ્રશ્યો...
સંતરામપુર : સંતરામપુરમાં જુના ચીબોટા નદી પુલના છેડાથી હડમતફળીયાથી પોલ ફેકટરી સુધીનો આરસીસી રોડ મંજુર થતાં આ રોડની કામગીરી સંતરામપુર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર...
આણંદ : કરમસદ સ્થિત શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે જટિલ હાઈપોગ્લાસીમીયા રોગ અંગે ઓપીડીનું આયોજન કરાયું હતું. આ રોગ બાળકોમાં જોવા મળતો દુર્લભ રોગ...
નવી દિલ્હી : પોલેન્ડથી (Poland) ગ્રીસ જઈ રહેલા રાયનીયર એરલાઇન્સના (Rainier Airlines) વિમાનમાં રવિવારે બોમ્બ (Bomb) હોવાની માહિતીથી સનસની ફેલાઈ ગઈ હતી....
ઉમરગામ : ઉમરગામના (Umargam) બોરલાઇમાં દેશી બનાવટની બંદૂક (gun) લઈ ચાલતા જતા ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇસમે જંગલી ભૂંડનો શિકાર...
નવસારી : ગણદેવીની (Gandevi) પરિણીતા પાસે દહેજની (Dowry) માંગણી કરી પતિ, સાસુ અને દિયરે શારીરિક-માનસિક ત્રાસ આપતા પરિણીતાએ મહિલા પોલીસ (Women Polic)...
નવી દિલ્હી : ભારતમાં 16 ડિસેમ્બરે રિલીઝ થયેલી ”અવતાર ધ વે ઓફ વૉટરે” વલ્ડ બોક્સઓફિસ ઉપર અનેક રેકોર્ડ કાયમ કર્યા છે. હોલીવુડના...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતા રત્નકલાકારના (Diamond Worker) પુત્રએ પૂણા ગામની યુવતીને ભગાડી કોર્ટમાં લગ્ન કરી લીધા હતા. યુવતીના પરિવારે યુવકના...
સુરત: (Surat) શહેરનાં વોર્ડ નંબર 22 ડુમસમાં આવેલા જલારામ મંદિરની (Temple) નજીકનાં મહોલ્લાઓમાં દરિયાઇ ભરતીનાં મોજાથી થતું જમીનનું ધોવાણ (Soil Erosion) અટકાવવા...
ગાંધીનગર: પીએમ નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) દૂરદર્શી નેતૃત્વમાં ભારતે G-20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે. ત્યારે ગુજરાત મુખ્યમંત્રી (Chief Minister) ભૂપેન્દ્ર પટેલના...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
દુબઈ વિશ્વના અતિ સમૃદ્ધ લોકો માટે મનપસંદ સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. દુબઈ સરકાર તેમને લાંબા ગાળાના ‘ગોલ્ડન વિઝા’ઓફર કરીને અને વિદેશીઓ માટે ઘર ખરીદવા પરનાં નિયંત્રણો હળવાં કરીને આકર્ષિત કરી રહી છે.
દુબઈનું પ્રોપર્ટી માર્કેટ અર્થવ્યવસ્થામાં લગભગ ત્રીજા ભાગનું યોગદાન આપે છે. કોવિડ-૧૯ રોગચાળાની પરિસ્થિતિને દુબઇએ સારી રીતે સંભાળી છે. ઉપરાંત વિદેશીઓને અર્થવ્યવસ્થામાં મોટો હિસ્સો આપવાના ઉદ્દેશની પહેલને કારણે તે સાત વર્ષની મંદીમાંથી બહાર આવી રહ્યું છે. નવા નિયમો હેઠળ, જો રોકાણકારો ઓછામાં ઓછા બે મિલિયન દિરહામની મિલકત ખરીદે તો તેઓ ૧૦ વર્ષના વિઝા મેળવી શકે છે.
સંયુક્ત આરબ અમીરાતની વસતીમાં ૮૦ ટકાથી વધુ વિદેશી રહેવાસીઓ છે અને તેઓ દાયકાઓથી અહીંની અર્થવ્યવસ્થાનો મુખ્ય આધાર છે. તેઓ મોટે ભાગે ખાનગી-ક્ષેત્રની નોકરીઓ કરે છે અને અહીં આવેલા વિશ્વના કેટલાક સૌથી મોટા મોલમાં મિલકત અથવા ખરીદી પર તેમનાં નાણાં ખર્ચે છે. ભારતીયો, ખાસ કરીને, દુબઈ રિયલ એસ્ટેટના ટોચના ખરીદદારોમાં સતત સ્થાન મેળવતાં રહ્યાં છે. વૈશ્વિક પ્રોપર્ટી માર્કેટમાં તાજેતરમાં તેજી જોવા મળી રહી છે. સ્વિસ અબજોપતિ અર્નેસ્ટો બર્ટારેલી જૂનમાં લગભગ ૯૨ મિલિયન પાઉન્ડ (૧૦૮ મિલિયન ડોલર)માં લંડનના વિશિષ્ટ બેલગ્રેવિયા જિલ્લામાં ઘર ખરીદશે તેવું કહેવાય છે અને ફાઇનાન્સ્યલ ટાઇમ્સના એક અહેવાલ મુજબ લંડનથી ૨૦ માઇલ પશ્ચિમમાં એક એસ્ટેટ ૧૨૫ મિલિયન પાઉન્ડમાં વેચાઈ છે.
અમેરિકામાં જો ત્સાઈની બ્લુ પૂલ કેપિટલે તાજેતરમાં જ ડેન ઓચની માલિકીનું ન્યૂયોર્ક પેન્ટહાઉસ ૧૮૮ મિલિયન ડોલરમાં હસ્તગત કર્યું હતું, જ્યારે એશિયાનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ હોંગકોંગમાં ૮૨ મિલિયન ડોલરમાં નવેમ્બરમાં વેચાયું હતું. આમ, કોવિડ પછીની આ પ્રોપર્ટી માર્કેટની તેજીનો લાભ દુબઈને પણ મળી રહ્યો છે. ભારતમાંથી પણ ઘણાં અબજોપતિ દુબઈ સહિત વિશ્વભરમાં મિલકત ખરીદી રહ્યાં છે. સાથે જ આવા ધનિકોનો ભારત છોડવાનો એક નવો સિલસિલો શરૂ થયો છે. માઈગ્રેશન કન્સલ્ટન્સી હેનલી એન્ડ પાર્ટનર્સના એક અહેવાલ મુજબ કોરોનાકાળ પછી ૨૦૨૨માં આવાં ૮૦૦૦ ધનિકો ભારત બહાર સ્થળાંતર કરી ચૂક્યાં છે. જો કે આ મામલે ભારત એકલું નથી.
વિશ્વમાં ધનિકોના દેશ છોડવાના મામલે ભારત ત્રીજા ક્રમે છે. પહેલા બે ક્રમે રશિયા અને ચીન છે. આ બંને દેશોમાં તો ધનિકો માટે દેશ છોડવાનું કારણ યુદ્ધ, કોવિડ લોકડાઉન કે રાજકીય છે. ભારત પછી દેશ છોડવાને મામલે હોંગકોંગ, યુક્રેન અને બ્રિટનનો નંબર આવે. આ સામે આવાં ધનિકોને આકર્ષતા દેશો તરીકે યુએઇ, ઓસ્ટ્રેલિયા અને સિંગાપોર ઊભરી રહ્યાં છે. ધનિકો સ્થળાંતર કરીને આ દેશોમાં જવાનું પસંદ કરી રહ્યા છે. વિશ્વ બેંકે ૨૦૨૨ અને ૨૦૨૩ માટે યુએઇના વૃદ્ધિ અનુમાનને તેના અગાઉના અનુમાન કરતાં અનુક્રમે ૧.૨ ટકા અને ૦.૭ ટકાથી સુધાર્યું છે.
વિશ્વ બેંકના તાજેતરના ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સના રિપોર્ટ અનુસાર, નોન-ઓઇલ સેક્ટરના વિસ્તરણને પગલે યુએઇની જીડીપી ૨૦૨૨માં ૫.૯ ટકા અને ૨૦૨૩માં ૪.૧ ટકા વધવાનો અંદાજ છે. ડેટા દર્શાવે છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC)ની તમામ અર્થવ્યવસ્થાઓમાં આ વર્ષે ધીમી વૃદ્ધિ જોવા મળશે, જ્યારે યુએઇ ૨૦૨૩માં ગલ્ફ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. આરબ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થાએ એવા યુએઇએ એક વર્ષ અગાઉની સરખામણીમાં ૨૦૨૨ના પ્રથમ છ મહિનામાં બિન-તેલ વેપારમાં ૧૭ ટકાનો વધારો નોંધાવ્યો છે. આંકડાઓ દર્શાવે છે કે કેવી રીતે યુએઈએ કોવિડ-પ્રેરિત વૈશ્વિક મંદીમાંથી મજબૂત પુનઃપ્રાપ્તિ કરી છે કારણ કે વ્યાવસાયિક પ્રવૃત્તિઓમાં વધારો જોવા મળી રહ્યો છે અને પર્યટનમાં તેજી આવી છે, પરંતુ તે પણ દર્શાવે છે કે શા માટે ગલ્ફ રાજ્ય મજબૂત મેક્રોઇકોનોમિક ફંડામેન્ટલ્સ સાથે વિશ્વના સૌથી સમૃદ્ધ દેશોમાંના એક અને વૈશ્વિક સ્તરે અગ્રણી નાણાંકીય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે.
ડૉ. જયનારાયણ વ્યાસ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.