Dakshin Gujarat

ઉમરગામના બોરલાઇમાં દેશી બનાવટની બંદૂક લઈને ચાલતો જતો ઈસમ પકડાયો

ઉમરગામ : ઉમરગામના (Umargam) બોરલાઇમાં દેશી બનાવટની બંદૂક (gun) લઈ ચાલતા જતા ઈસમને પોલીસે પકડી પાડ્યો હતો. પકડાયેલા ઇસમે જંગલી ભૂંડનો શિકાર કરવા બંદૂક લીધી હોવાનું પોલીસ (Police) સમક્ષ કબુલ્યું હતું.વલસાડ એસ.ઓ.જી પોલીસના એ.એસ.આઈ સયદ વાઢુ પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે શનિવારના રોજ સાંજના સમયે ઉમરગામ તાલુકાના બોરલાઈ પારસી ફળિયા ત્રણ રસ્તા પાસે હાથમાં બંદૂક લઇ ચાલતો જતો ઇસમ કૌશિક ઈશ્વરભાઈ વારલી (ઉ.વ.22 રહે બોરલાઈ-1 ઝાડી ફળિયા)ને દેશી બનાવટની ઠાસણી બંદૂક રાખવા બાબતે તેની પાસે પાસ પરમીટ છે કે કેમ તે બાબતે પૂછતા કોઈ પાસ પરમિટ નહીં હોવાનું જણાવતા પોલીસે તેની અટક કરી હતી.

જંગલી ભૂંડને મારવા બંદૂક લીધી હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું
આ બંદૂક કોની પાસેથી અને શું ઉપયોગ કરવા લાવ્યો તે બાબતે પૂછતા તેણે આ બંદૂક પોતાના મિત્ર વિશાલ અમરતભાઈ ભાવર (રહે ઉંમરકુઈ ભવરપાડા ફળિયા સેલવાસ) પાસેથી મેળવી હોવાનું અને ખેતીવાડીમાં જંગલી ડુક્કર નુકસાન કરતા હોવાથી તેને મારવા માટે લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે કૌશિક વારલીની અટક કરી હતી રૂપિયા 2 હજારની કિંમતની બંદૂક કબજે લીધી હતી અને વિશાલ ભાવરને વોન્ટેડ જાહેર કરી આ સંદર્ભે ભિલાડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

કપરાડા આર.ટી.ઓ કચેરી નજીકથી 10 ગાય ભરેલી ટ્રક સાથે 2 ઝડપાયા
સુરત : કપરાડા પોલીસે જૂની આર.ટી.ઓ ચેકપોસ્ટ નજીકથી પસાર થતી ટ્રકમાંથી પાસ પરમીટ વગર ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતી 10 ગાય અને 1 બળદને બચાવી ચાલક સહિત બે ઇસમોની ધરપકડ કરી હતી.કપરાડા પોલીસ મથકને કન્ટ્રોલ રૂમ દ્વારા મેસેજ મળ્યો હતો કે ગાયો ભરેલી એક ટ્રક કપરાડા તરફ આવે છે, જેના પગલે કપરાડા જૂની આર.ટી.ઓ ચેકપોસ્ટ પાસે વોચ ગોઠવી હતી, તે સમયે ગૌરક્ષક વલ્લભભાઈ રામજીભાઇ આવી પહોંચ્યા હતા.

ક્રૂરતાપૂર્વક ભરેલી 10 ગાય અને 1 બળદ મળી આવ્યા
દરમિયાન બાતમીવાળી ટ્રક એમ એચ. 12 ઈ.એફ 4399 આવતા તેને અટકાવી તપાસ કરતા ટૂંકા દોરડા વડે ક્રૂરતાપૂર્વક ભરેલી 10 ગાય અને 1 બળદ મળી આવ્યા હતા. પોલીસે ચાલક પાસે પાસ પરમીટની માગણી કરતા તે નહીં હોવાનું જણાવતા પોલીસના અનર્મ પો.કો. રમેશ ભોયાએ ટ્રક ચાલક રાજેન્દ્ર રબાજી રહાની (રહે. ચનનાપૂરા, સંગમ નેર મહારાષ્ટ્ર) અને રાજેન્દ્ર વિઠ્ઠલભાઈ રાહદે (રહે.ચનનાંપૂરા, સંગમ નેર મહારાષ્ટ્ર) સામે ફરિયાદ નોધાવતા પોલીસે બંનેની અટક કરી હતી. પોલીસની પૂછપરછમાં પકડાયેલા ઈસમોએ ગાય સલીમ હાસમ પઠાણ (રહે.ધરમપુર) પાસેથી ખરીદી હોવાનું જણાવ્યુ હતુ. અને પોતાના તબેલામાં લઈ જતા હોવાનું જણાવ્યું હતું.

Most Popular

To Top