National

જોશીમઠમાં પડતી તિરાડ રોકી બતાવવા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ

નવી દિલ્હી: બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી (Dhirendra Shashtri) પોતાના નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. ત્યારે તેમના નિવદેન બાદથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે. જો કે બીજી તરફ ઘણા નેતાઓએ પણ તેમને સમર્થન આપ્યું હતું. આ દરમિયાન છત્તીસગઢના બિલાસપુર પહોંચેલા જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે (Shankaracharya Swami Avimukteswarananda) તેમને પડકાર ફેંક્યો હતો. બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનું નામ લીધા વિના શંકરાચાર્યએ કહ્યું કે જે લોકો ચમત્કાર બતાવે છે તેઓ જોશીમઠમાં (Joshimath) આવીને જોશીમઠની ધસતી જમીનને અટકાવી આપી જો તે આવું કરી દે તો હું તેમના ચમત્કારોને ઓળખીશ. સ્વામી અવિમુક્તેશ્વરાનંદે એમ પણ કહ્યું હતું કે જે લોકો વેદ અનુસાર ચમત્કાર બતાવે છે તેમને હું માન્યતા આપું છું, પરંતુ જે લોકો ચમત્કારિક બનવાનો પ્રયાસ કરે છે તેમને હું માન્યતા આપતો નથી.

તમને જણાવી દઈએ કે બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી પોતોના કેટલાક વિવાદસ્પત નિવેદનના કારણે સતત ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલા સમયથી ઘણા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે ત્યારે કેટલાક લોકોએ તેમને સમર્થન આપ્યું હતું. ત્યારે આ વખતે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે તેમનુ નામ લીધા વિના ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપ્યો હતો. શંકરાચાર્યએ કહ્યું કે જે લોકો ચમત્કાર બતાવે છે તેઓ જોશીમઠમાં આવીને ધસતી ભૂમિને રોકે, પછી હું તેમના ચમત્કારોને ઓળખીશ.

પાકિસ્તાન વિશે પણ નિવેદન આપવામાં આવ્યું હતું
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જબલપુરમાં આપેલા શંકરાચાર્યએ કહ્યું હતું કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને ચાલ્યા ગયા હતા ત્યારે મોહમ્મદ અલી ઝીણાએ કહ્યું હતું કે મુસ્લિમોને અલગ કરી દેવા જોઈએ કારણ કે તેઓ તેમની ભૂમિ પર જવાથી ખુશ થશે. તેથી જ ભારતનું વિભાજન થયું અને પાકિસ્તાન બન્યું, પરંતુ તે સમયે પણ કેટલાક મુસ્લિમો ભારતમાં જ રહ્યા. જો તેમને અહીં સુખ-શાંતિ મળી રહી છે તો પાકિસ્તાન બનાવવાની શું જરૂર છે. એટલા માટે આ બાબત પર એક વાર પુનર્વિચાર થવો જોઈએ અને ફરીથી અખંડ ભારતનું નિર્માણ કરવું જોઈએ.

ધર્માંતરણ રાજકીય મુદ્દોઃ શંકરાચાર્ય
આ દેશમાં રહેવું અને હિંદુઓમાં રહેવું એ બંનેનું નસીબ છે, તો પછી અલગ દેશની જરૂર નથી. તેથી ફરી એકવાર પાકિસ્તાન પર પુનર્વિચાર કરવો જોઈએ અને બંને દેશોએ એક થવું જોઈએ, આમાં કોઈ સમસ્યા નથી. બંને દેશોએ માત્ર કાગળ પર જ પોતાની સંમતિ આપવાની રહેશે. ધર્મ પરિવર્તનના મુદ્દે તેમણે કહ્યું કે જે લોકો તેની તરફેણમાં બોલે છે કે વિરોધ કરે છે તેની પાછળ કોઈ ધાર્મિક કારણ નથી, તેની પાછળ રાજકીય કારણ છે.

Most Popular

To Top