National

દિલ્હી-NCRમાં વરસાદનું એલર્ટ, ઉત્તર ભારતમાં હવામાન લેશે ‘યુ-ટર્ન’

નવી દિલ્હી: દિલ્હી (Delhi) સહિત ઉત્તર ભારતમાં (North India) કડકડતી ઠંડી (Cold) પડી રહી છે. ઊંચાણવાળા વિસ્તારમાં બરફ વર્ષા (Snow rain) થઈ રહી છે. જેના કારણે ઠંડીની અસર તીવ્ર બની રહી છે. ત્યારે હવામાન વિભાગે કડકડતી ઠંડી વચ્ચે વરસાદની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 અને 25 જાન્યુઆરીએ વપસાદ (Rain) પડી શકે છે. તેમજ હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) હિમવર્ષાનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના કારણે દિલ્હી સહિત ઘણા રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં પહાડોથી મેદાની વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદનું એલર્ટ છે અને કાશ્મીરમાં હિમવર્ષા બાદ હિમપ્રપાતનો ખતરો છે. તે જ સમયે, રાજધાની દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઉંચુ થઈ ગયું છે. ખરાબ હવાની ગુણવત્તાને કારણે લોકો શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી રહ્યા છે.

આ તારીખે વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગની આગાહી અનુસાર, 24 અને 25 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન દિલ્હીમાં હળવો વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હાલમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે જે આગામી 4 દિવસ સુધી ચાલુ રહેશે.

મેદાની વિસ્તારમાં ઠંડીનું જોર વધ્યું
ભારે હિમવર્ષા બાદ જમ્મુ-કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે ખીણના ગુરેઝ સેક્ટરમાં હિમપ્રપાતને કારણે તબાહી મચી ગઈ છે. જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી. પહાડો પર હિમવર્ષા બાદ ફરી એકવાર મેદાની વિસ્તારોમાં ઠંડીનું જોર ફરી વળ્યું છે, જ્યારે રાજસ્થાનના માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ ત્રણ ડિગ્રી સુધી ગગડી ગયો છે. હિમવર્ષા અને ઠંડીથી ઠંડક અનુભવતા માઉન્ટ આબુમાં શિયાળાની યાતનાએ હજુ વધુ તબાહી મચાવી છે.

દિલ્હીની હવા ફરી ખરાબ થઈ છે
એક તરફ તીવ્ર ઠંડી અને બીજી તરફ ખરાબ હવા દિલ્હીવાસીઓ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. દિલ્હીની હવા ખરાબ થઈ ગઈ છે, જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ઉત્તર ભારતમાં બદલાતી મોસમ વચ્ચે દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા બની ગયું છે. ખરાબ હવાની ગુણવત્તાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેથી બાળકો અને વૃદ્ધો માટે બહાર જવું જોખમથી ઓછું નથી. 

Most Popular

To Top