Madhya Gujarat

નવજાતનું અપહરણ : ધાનપુર સીએચસીમાં એક માસના બાળકને બુકાનીધારી મહિલા ઉઠાવી ગઈ

દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલા પરિવાર નિયોજનનુ ઓપરેશનન કરાવવા આવી હતી. આ મહિલા પોતાની સાથે એક માસનું નાનુુ બાળક લઇને આવી હતી અને તેને સીએચસીના પાછલા ભાગમાં ઝુલો બનાવી ઉંઘાડી રાખ્યુ હતું ત્યારે એક બુકાનીધારી મહિલા આવીને પોતાનો કસબ અજમાવી બાળક લઇને ફરાર થઇ ગઈ હતી જેને લઈ ખળભળાટ મચી ગયો છે. સીએચસીની પાછળ બાળકને પારણું બાંધી બાળકને ઉંઘાડ્યું હતું.મહિલાને ત્રીજી પ્રસુતિ એક મહિના પહેલા થઇ હતી. મહિલા પિયરમાં હતી અને 21 જાન્યુઆરીના રોજ આપરેશન કરાવવા આવી હતી. મહિલા સાથે જન્મેલું તેનુ બાળક અને અન્ય પોતાનું એક 12 વર્ષ અને 7 વર્ષના બાળકને પણ લઇને આવી હતી. ઓપરેશન કરાવવાનુ હોઇ તેણે પોતાનું એક માસનુ બાળક સાચવવા માટે સીએચસીના પાછળ પારણું બાંધી તેમા ઉંઘાડ્યું હતું અને તેના બે બાળકો નાના બાળકની દેખરેખ રાખી રહ્યા હતા.

દેખરેખ રાખતા બાળકોનો 20 રૂપિયા આપી હટાવી દીધા
આ દરમિયાન બપોરે 2 થી 3 વાાગ્યાના અરસામાં એક બુકાનીધારી મહિલા આવી હતી અને તેણે એક માસના બાળકને રમાડવાનુ શરૂ કર્યુ હતું. મહિલાએ અન્ય બે બાળકોને 20 રૂપિયા આપી બીસ્કીટ લઇને ખાવ તેમ કહી સ્થળ પરથી દુર કરી દીધા હતા બાળકને દુધ પીવડાવવા લઇ જાઉં છું તેમ કહી નવજાત બાળકનું અપહરણ કરીને ફરાર થઇ ગઇ હતી.
સીએચસીના સીસીટીવી પણ બંધ હાલતમાં
આ બાબતની જાણ પોલીસને કરાતાં પોલીસે એલસીબી,એસઓજી, સ્થાનિક પોલીસ તેમજ રણધીકપુર પોલીસ મળી કુલ છ ટીમો તપાસમાં લાગી છે. પોલીસે 34 લાભાર્થીઓ, ઓપીડીમાં નોંધાયેલા દર્દીઓ અને કેટલીક મહિલાઓના ઘરે પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યુ છે. સીએચસીના સીસીટીવી પણ બંધ હાલતમાં છે.

Most Popular

To Top