Warning: file_put_contents(): Only -1 of 1338 bytes written, possibly out of free disk space in /home/gujaratmitraco/public_html/wp-content/plugins/wp-optimize/minify/class-wp-optimize-minify-cache-functions.php on line 417

Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: શહેરના માણેજામાં ઢોરે મહિલા પર હુમલો કરતા મહિલાનું મોત થયું હતું. આ ઘટના બાદ મૃતકના પરિવારજનોએ રૂા.25 લાખનું વળતર માંગ્યું છે. આ અંગે મ્યુનિસિપલ કમિશનર અને ઢોર માલિકને નોટિસ ફટકારવામાં આવી છે.
શહેરના માણેજાની પંચરત્ન સોસાયટી પાસે રહેતા ગંગાબેન પરમારને ઢોરે શીંગડે ભેરવ્યા હતા. જેમાં ગંભીર ઈજા થતા ગંગાબેનનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. વૃદ્ધ ગંગાબેનના મોતથી સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ વ્યાપ્યો હતો.

આ દરમિયાન ગંગાબેનના વારસદાર પુત્ર જગદીશ પરમાર તથા પુત્રી નીરૂબેને એડવોકેટ અલ્પેશ ચૌહાણ મારફતે ગૌપાલક અને મ્યુનિસિપલ કમિશનર પાસે વળતરની માંગ કરી છે. પરિવારજનોએ 60 દિવસમાં રૂપિયા 25 લાખ ચૂકવવાની નોટિસ આપી છે. જો આ વળતર ચૂકવવામાં નહીં આવે તો કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવશે. તેમ એડવોકેટ અલ્પેશ ચૌહાણે જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ત્રીજી માર્ચના રોજ મકરપુરા વિસ્તારની અંદર બનાવ બન્યો હતો એ બનાવની અંદર ગૌ ગોપાલકની નિષ્કાળજીને કારણે રખડતા ઢોરોએ એક મહિલાને શિંગડે ભેરવી હુમલો કર્યો હતો.

એ બનાવમાં મહિલાને ગંભીર ઈજા પહોંચવાના કારણે મોત થયું હતું. આ બનાવવામાં મકરપુરા પોલીસે પણ ગૌપાલક સામે ગુનો દાખલ કરેલ હતો અને તેની ધરપકડ પણ કરી હતી. પરંતુ આ કેસની અંદર બનાવ બનવાનું મુખ્ય કારણ વડોદરા મહાનગર સેવાસદન છે કે જેની ઢોર પાર્ટીએ વ્યવસ્થિત કામગીરી કરી ન હતી અને રખડતા ઢોરો અને ગોપાલકો સામે નિયમો અનુસાર કાર્યવાહી કરી ન હતી એટલે એ માટે જે મૃતક ગંગાબેન પરમાર હતા. તેમના બે વારસદારો જેમાં પુત્ર જગદીશ અને પુત્રી નીરૂબેન બંને જે મારા અસીલો છે એમના વતી અમે વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર અને ગૌપાલક કરણ રબારી એને અમે 60 દિવસની નોટીસ ફટકારી છે.

અને બંનેની સંયુક્ત જવાબદારી આ બનાવ માટે ગણવામાં આવી છે અને રૂપિયા 25 લાખના વળતરની માંગ કરવામાં આવી છે. કાયદા મુજબ 60 દિવસની મર્યાદા એમને આપવામાં આવી છે અને 60 દિવસમાં જો એ વળતરની રકમ આપવામાં નહીં આવે તો અમે સીપીસી કાયદાની જોગવાઈ મુજબ વડોદરાની કોર્ટમાં બંને પક્ષકારો કે જે મ્યુનિસિપલ કમિશનર વડોદરા મહાનગર સેવાસદન અને ગોપાલક કરણભાઈ રબારી આ બંને સામે કોર્ટની અંદર દાવો દાખલ કરીશું અને એ રીતે આગળની કાર્યવાહી ચાલશે તેમ જણાવ્યું હતું.

To Top