Entertainment

“આદિપુરુષ”નાં પોસ્ટર પર છેડાયો વિવાદ: કિરદારોના પહેરવેશ અંગે ઉઠ્યાં અનેકો સવાલ

નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) ફિલ્મ (Film) આદિપુરુષ (Adipurush) રીલિઝ થતાં પહેલા જ વિવાદોમાં ધેરાઈ ગઈ છે. જણાવી દઈએ કે થોડાં દિવસ પહેલા જ આ ફિલ્મનું પોસ્ટર રીલિઝ થયું હતું જેના કારણે તે હાલ ચર્ચામાં છે. જો કે આ પોસ્ટરને જોયા પછી ધણાં લોકોએ તેની મજાક પણ ઉડાવી હતી. લોકોએ કહ્યું હતું કે આ કાર્ટૂન ફિલ્મ છે. એટલે કે લોકો તરફથી આ ફિલ્મને જોઈએ તેવો સારો પ્રતિસાદ મળ્યો નથી. ત્યારે આ વચ્ચે મુંબઈના સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટરથી હિંદુઓની ભાવના આહત થઈ છે. તેમજ જેણે ફરિયાદ નોંધાવી છે તે પોતાને હિંદુ સનાતન ધર્મનો પ્રચારક કહ્યો છે. જણાવી દઈએ કે આદિપુરુષના પોસ્ટરમાં ક્રિતિ સેનન સીતા માતાની ભૂમિકામાં, પ્રભાસ પ્રભુ રામની ભૂમિકા તેમજ સની સિંહ લક્ષ્મણની ભૂમિકા હોય તેવું જોઈ શકાય છે.

જાણકારી મુજબ આ ફરિયાદ ફિલ્મના ડાયરેકટર ઓમ રાઉત, પ્રોડયુસર ભૂષણ કુમાર તેમજ એકટરોના નામ પર કરવામાં આવી છે. આ ઉપરાંત સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ ફરિયાદ સંજય દીનાનાથ તિવારી નામના વ્યકિતએ કરી છે જે પોતાને હિંદુ ધર્મનો પ્રચારક તરીકે ઓળખાવે છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટરના કારણે હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચી છે.

મુંબઈ હાઈકોર્ટના એડવોકેટ આશિષ રાય અને પંકજ મિશ્રાના માધ્યમથી આદિપુરુષના નવા પોસ્ટર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ નિર્માતાએ હિન્દી ધાર્મિક પુસ્તક “રામચરિતમાનસ” ના પાત્રને અયોગ્ય રીતે દર્શાવ્યું છે. બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ના નવા રિલીઝ થયેલા પોસ્ટરમાં હિન્દુ ધર્મ સમાજની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવામાં આવી છે. ભારતીય દંડ સંહિતાની કલમ 295 (A), 298, 500, 34 હેઠળ એફઆઈઆર નોંધવાની માંગ સાથે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

આદિપુરુષના રિલીઝ પોસ્ટરમાં રામાયણના તમામ કલાકારોને જનોઈનો દોરો પહેર્યા વિના દર્શાવવામાં આવ્યા!
ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે હિંદુ ધર્મના પવિત્ર ગ્રંથ રામચરિતમાનસ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જીવન ચરિત્ર પર બોલિવૂડ ફિલ્મ ‘આદિપુરુષ’ બનાવવામાં આવી છે. સનાતની ધર્મ ઘણા યુગોથી આ પવિત્ર ગ્રંથ “રામચરિતમાનસ” ને અનુસરે છે. મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી અને “રામચરિતમાનસ”માં ઉલ્લેખિત તમામ પૂજનીય પાત્રોનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. ફરિયાદીએ જણાવ્યું કે બોલિવૂડ ફિલ્મ આદિપુરુષના રિલીઝ પોસ્ટરમાં રામાયણના તમામ કલાકારોને જનોઈનો દોરો પહેર્યા વિના દર્શાવવામાં આવ્યા છે.

પોસ્ટરમાં કૃતિ સેનનને સિંદૂર વગરની અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી!
જાણકારી મળી આવી છે કે રિલીઝ થયેલા પોસ્ટરમાં કૃતિ સેનનને સિંદૂર વગરની અપરિણીત મહિલા તરીકે બતાવવામાં આવી છે. ફરિયાદીનું કહેવું છે કે બોલિવૂડના ફિલ્મ નિર્માતાઓ, દિગ્દર્શકો અને કલાકારોએ જાણી જોઈને આવું કર્યું છે. આમ કરીને તેઓ સનાતન ધર્મનું અપમાન કરી રહ્યા છે. આ ખૂબ જ નિંદનીય છે. આદિપુરુષના પોસ્ટરમાં હિન્દુ ધર્મનું અપમાન થયું છે. જેના કારણે ભવિષ્યમાં ભારતના વિવિધ રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થા માટે ચોક્કસપણે ખતરો ઉભો થઈ શકે છે.

Most Popular

To Top