World

રશિયાનું ટેન્શન વધ્યું, નાટોમાં જોડાયો રશિયાનો આ પાડોશી દેશ

નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધને (War) એક વર્ષ પૂર્ણ થયું તેમ છતાં આ યુદ્ધ પૂર્ણ થવાનું નામ નથી લઈ રહ્યું. ત્યારે હવે રશિયાનું ટેન્શન વધી ગયું છે. જાણકારી મળી આવી છે કે રશિયાના પાડોશી દેશે નાટોનો હિસ્સો બની ગયો છે જેના કારણે રશિયાનું ટેન્શન વધી ગયું છે. આ સાથે નાટોના સભ્ય દેશોની સંખ્યામાં એક વધારો થવાથી હવે તેમાં 31 દેશોની સંખ્યા થઈ ગઈ છે. જણાવી દઈએ કે રશિયાના પાડોશી દેશ ફિનલેન્ડે નાટોની સભ્યતા લીધી છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે 2008માં જ્યોર્જિયા અને 2022માં યુક્રેન આ બંને દેશો નાટોમાં જોડાવા માંગતા હતા, પરંતુ રશિયા આવું ઈચ્છતું ન હતું. પરિણામ એ આવ્યું કે જ્યોર્જિયા અને યુક્રેન બંનેને રશિયા તરફથી હુમલાનો સામનો કરવો પડ્યો. આમ છતાં રશિયાનો પાડોશી દેશ ફિનલેન્ડ આજે નાટોમાં સામેલ થઈ ગયો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિને વર્ષ 2016માં કહ્યું હતું કે અમે જયારે પણ બોર્ડરની બીજી તરફ જોઈએ છે તો અમને ફિનલેન્ડ દેખાઈ છે. જો ફિન્લેન્ડ પણ નાટોમાં જોડાઈ જશે તો અમે તેને પણ અમારા દુશ્મન દેશની નજરે જોશું. જાણકારી મળી આવી છે કે વર્ષ 2022 પહેલા પણ ફિનલેન્ડ નાટોમાં જોડાશે તેવી ચર્ચાએ જોર પકડયું હતું. રશિયા યુક્રેન યુદ્ધ વખતે પણ આ દેશે કોઈ એક દેશની સાઈડ લેવાની જગ્યાએ તટ્સ્થ રહેવાનો નિર્ણય કર્યો હતો જો કે હવે તેણે નિર્ણય લીધો છે કે તે નાટોમાં સભ્યપદ ધરાવશે. ફિનલેન્ડનું નાટોમાં જોડાવાથી રશિયાને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે એવું કહેવામાં આવે છે કે આ સભ્યતા મેળવ્યા પછી ફિનલેન્ડ રશિયાની સીમાની નજીક પહોંચી ગયું છે.

ફિનલેન્ડ નાટોમાં જોડાવાથી નાટોને પણ ફાયદો
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે ફિનલેન્ડ નાટોમાં જોડાવાથી બંનેને ફાયદો થશે. જાણકારી મુજબ તેની 1,340 કિલોમીટર લાંબી સરહદ રશિયા સાથે જોડાયેલી છે. બીજું કારણ એ છે કે જો ભવિષ્યમાં રશિયા તેના પર હુમલો કરશે તો અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા 30 દેશો તેની પાછળ ઉભા રહેશે. સાથે જ નાટોને પણ આનો ફાયદો થાય છે. ફિનલેન્ડ નાટોમાં સામેલ થવાને કારણે હવે આ સૈન્ય જોડાણ રશિયાની સરહદની નજીક પહોંચી ગયું છે. બીજું કારણ એ છે કે ફિનલેન્ડ પાસે આધુનિક સૈન્ય અને સક્ષમ સશસ્ત્ર દળો છે, જે ઉત્તર યુરોપમાં નાટોની તાકાત વધારશે. નાટોના વડા સ્ટોલ્ટનબર્ગનું કહેવું છે કે થોડા વર્ષોમાં ફિનલેન્ડે તેની સેનાને વધુ મજબૂત અને સારી રીતે તાલીમ આપી છે.

Most Popular

To Top