Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: પૈસા (money) અને ગર્લફ્રેન્ડ (girlfriend)ને શું લાગે વળગે? ચોક્કસ જ લાગે વળગે. કોઈ યુવક (youth)નો સારો બીઝનેસ (business) હોય, સારા પગાર (salary) ની નોકરી (job) હોય કે પછી ખૂબ મજબૂત ફેમિલી (family) બેકગ્રાઉન્ડ હોય તો આવા યુવક સાથે ફ્રેન્ડશીપ કરવા યુવતીઓની લાઈન લાગી જાય. એ જ પ્રકારે કોઈ યુવતી (girl) સુંદર હોય, હાઈલી એજ્યુકેટેડ હોય, સારૂં ફેમિલી બેકગ્રાઉન્ડ (background) ધરાવતી હોય તો તેની સાથે ફ્રેન્ડશીપ (friendship) કે લગ્ન (marriage) કરવા યુવકોમાં પડાપડી થઈ જાય. જો કે ક્યારેક કેટલાક કિસ્સા અપવાદ બની જતાં હોય છે.

વાત છે બેંગ્લુરૂના એક એન્જિનીયરની જેણે પોતાની એકલતાની પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરતાં યુઝર્સે તેને વાઈરલ કરી દીધી છે. હકીકતમાં એક ઓરિજીનલ પોસ્ટ Grapevine App પર કરવામાં આવી હતી અને ત્યારબાદ Sukhada નામના ટ્વિટર એકાઉન્ટમાં આ પોસ્ટને ટ્વિટ કરવામાં આવી છે. આ સાથે જ આ યુઝરે ટ્વિટર ઉપર The other India પણ લખ્યું છે. ઓરિજીનલ આ પોસ્ટ કરનારે પોતાને 24 વર્ષીય સોફ્ટવેર એન્જિનીયર બતાવ્યો છે અને લખ્યું છે કે તે બેંગ્લુરુની FAANG કંપનીમાં 2.9 વર્ષથી નોકરી કરે છે. તેણે વ્યથા વર્ણવતાં કહ્યું છે કે હું જીવનની ખૂબ અજીબોગરીબ સ્થિતિમાં છું. સન્માનજક નોકરી ઉપરાંત વાર્ષિક રૂ. 58 લાખનો પગાર હોવા છતાં મારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. જેથી હું મારી લાગણીઓ શેર કરી શકતો નથી. રૂ. 58 લાખ જીવન જીવવા માટે પૂરતાં હોવા છતાં પણ જિંદગીની મજા માણી શકતો નથી.

સ્ક્રીનશોટથી ટ્વિટ કરાયેલી આ પોસ્ટમાં તેણે વધુમાં ઉલ્લેખ કર્યો છે કે નોકરીમાં પણ એકસરખું કામ કરી રહ્યો છું, કોઈ ઉત્તેજના નથી. મારા મિત્રો, સહકર્મચારીઓ પોતપોતાની ગર્લફ્રેન્ડ્સ કે પત્ની, પરિવાર સાથે વ્યસ્ત છે. હું મારો ફ્રી સમય સારી રીતે પસાર કરી શકતો નથી. યુવકે લોકોને પુછ્યું છે કે મારી એકલતા દૂર કરવાનો તમારી પાસે કોઈ રસ્તો હોય તો બતાવો. પાછા એવું નહીં કહેતાં કે જીમ જોઈન્ટ કરી લે, કારણકે ઓલરેડી હું જીમમાં જાઉં જ છું.

આ પોસ્ટ ટ્વિટ થતાં યુઝર્સે તેને વાઈરલ કરી દીધી છે. અત્યાર સુધીમાં આ પોસ્ટને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. એટલું જ નહીં, અનેક યુઝર્સે એન્જિનીયર યુવકની આ વ્યથાને યોગ્ય ગણાવી જલ્દી ગર્લફ્રેન્ડ મળી જશે તેવી શુભેચ્છા પાઠવી છે. અલબત્ત કેટલાક યુઝર્સે આ પોસ્ટ અંગે મજાક પણ ઉડાવી છે. એટલી હદે કે કેટલીક યુવતીઓએ તો ફ્રેન્ડશીપ કરવાની તૈયારી પણ બતાવી દીધી છે. ટૂંકમાં સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખાસ્સી વાઈરલ થઈ છે અને લોકો તેમની વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. આ પોસ્ટ ટ્વિટ થતાં યુઝર્સે તેને વાઈરલ કરી દીધી છે. અત્યાર સુધીમાં આ પોસ્ટને 4 લાખથી વધુ વ્યૂઝ મળી ચુક્યા છે. એટલું જ નહીં, અનેક યુઝર્સે એન્જિનીયર યુવકની આ વ્યથાને યોગ્ય ગણાવી જલ્દી ગર્લફ્રેન્ડ મળી જશે તેવી શુભેચ્છા પાઠવી છે. અલબત્ત કેટલાક યુઝર્સે આ પોસ્ટ અંગે મજાક પણ ઉડાવી છે. એટલી હદે કે કેટલીક યુવતીઓએ તો ફ્રેન્ડશીપ કરવાની તૈયારી પણ બતાવી દીધી છે. ટૂંકમાં સોશિયલ મીડિયામાં આ પોસ્ટ ખાસ્સી વાઈરલ થઈ છે અને લોકો તેમની વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.

To Top