National

અમિત શાહનો કોંગ્રેસ પર પલટવાર, કહ્યું જો સત્યપાલ મલિકની વાત સાચી તો રાજ્યપાલ હતા ત્યારે કેમ ચૂપ રહ્યા?

જમ્મુ-કાશમીર : જમ્મુ-કાશમીરના(Jammu and Kashmir) છેલ્લા રાજ્યપાલ(Governor) અને કોંગ્રેસના નેતા મલિકે પુલવામા (Pulwama) હુમલા(Attack) સહિત ઘણા મુદ્દાઓને પર સનસનીખેજ ખુલાસા કર્યા હતા. આ અંગે દેશમાં રાજકારણ ગરમાય રહ્યું છે. જેને લઈને કોંગ્રેસ(Congress) સતત ભાજપ(BJP) પર પ્રહાર કરી રહી છે. સત્યપાલ મલિકના(Satyapal Malik) ખુલાસા બાદ સીબીઆઈ(CBI) નોટિસ મળવાના સવાલનો જવાબ આપતા ગૃહમંત્રી(Home Minister) અમિત શાહે(Amit Shah) વળતો પ્રહાર કર્યો છે.

અમિત શાહે તેમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, જો સત્યપાલ મલિકનું નિવેદન સાચું છે, તો તેઓ રાજ્યપાલ હતા ત્યારે ચૂપ કેમ રહ્યા? અમિત શાહે અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને મમતા બેનર્જી(Mamata Banerjee) પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે અમૃતપાલ અને ખાલિસ્તાન સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં પંજાબ સરકારના(Government of Punjab) કાર્યની પણ પ્રશંસા કરી હતી.

સત્યપાલ મલિકના ખુલાસા સાથે જોડાયેલા સવાલ પર ગૃહમંત્રી અમિત શાહે એક કાર્યક્રમાં કહ્યું કે, જ્યારે લોકો સત્તામાં હોય છે ત્યારે તેમની અંતરાત્મા કેમ જાગતી નથી? સત્યાપાલ મલિક સાચા હોય તો રાજ્યપાલ બનતા કેમ ચૂપ રહ્યા? ત્યારે આ વિષય પર બોલવુ જોઈતું હતું. અમિત શાહે કહ્યું કે, હું દેશની જનતાને કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકારે છુપું રાખવા જેવાં કોઈ કર્યા નથી. જો કોઇ પોતાના રાજકીય હિતો માટે અમારાથી કંઇક અલગ કહે છે તો તેનું મૂલ્યાંકન મીડિયાની સાથે સાથે જનતાએ પણ કરવું જોઇએ. હોદો જતા આરોપનું મૂલ્ય અને મૂલ્યાંકન બંને ઘટી જાય છે. જ્યારે તમે રાજ્યપાલ માટે સત્યપાલ મલિકની પસંદગી કરી હતી, ત્યારે શું તમને એવું નહોતું લાગતું કે તમે ખોટી વ્યક્તિને પસંદ કરી છે? આ સવાલના જવાબમાં ગૃહમંત્રી શાહે કહ્યું કે, રાજનાથસિંહ જ્યારે અધ્થક્ષ હતા ત્યારે તેઓ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતા અને અમારી ટીમમાં પણ હતા. અમિત શાહે કહ્યું કે, હવે કોઇ પોતાનું વલણ બદલી નાખે છે, અમે શું કહી શકીએ.

ગૃહમંત્રી અમિત શાહે કેન્દ્ર અને કર્ણાટક સરકારની જનકલ્યાણકારી યોજનાઓની યાદી આપી હતી અને રાજ્યમાં જીત મેળવીને ફરી સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. અમિત શાહે કર્ણાટકમાં મુસ્લિમોને અપાયેલ અનામતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કોંગ્રેસ દ્વારા મુસ્લિમોને ધર્મના આધારે અનામત આપવામાં આવી છે. ભારતનું બંધારણ ધર્મના આધારે અનમતની મંજૂરી આપતું નથી. મુસ્લિમોને કોંગ્રેસ દ્વારા અપાયેલ ચાર ટકા અનામત ગેરબંધારણીય હતી, આથી જ કર્ણાટક ભાજપ સરકારે તેને નાબૂદ કર્યો હતો, એમ તેમણે કહ્યું હતું. તેના બદલે રાજ્યની ભાજપ સરકારે ઓબીસી અનામત માટે કામ કર્યુ હતું. “રાજ્યની ભાજપ સરકારે રાજકીય લાભ માટે આપવામાં આવતી વિશેષ મહેરબાની નાબૂદ કરી છે અને બંધારણને સુધાર્યુ છે. ‘

રાજ્યના પુનર્ગઠન અને પુલવામા હુમલા દરમિયાન જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ રહી ચૂકેલા સત્યપાલ મલિકે એક મુલાકાત દરમિયાન તત્કાલીન ગૃહમંત્રી રાજનાથ સિંહ અંગે સવાલો ઉઠાવ્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આટલો મોટો કાફલો ક્યારેય સડક માર્ગે જતો નથી અને તેથી સીઆરપીએફે ગૃહ મંત્રાલય પાસે વિમાનની માગણી કરતા મંત્રાલયે નકારી કાઢી હતી. સત્યપાલ મલિકે કહ્યું હતું કે, સીઆરપીએફને માત્ર પાંચ વિમાનોની જરૂર હતી પરંતુ તે આપવામાં આવ્યું ન હતું.

પીએમ મોદીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પીએમે મને જિમ કોર્બેટથી ફોન પર ફોન કરીને કહ્યું કે અમારી ભૂલના કારણે આવું થયું છે. વડા પ્રધાને મને આ અંગે ચૂપ રહેવા અને કોઈને કશું ન કહેવાનું કહ્યું હતું. એનએસએ અજીત ડોભાલનો ઉલ્લેખ કરતા મલિકે કહ્યું હતું કે સમજી શકાય છે કે સરકાર આખો દોષ પાકિસ્તાન પર નાખવા જઈ રહી છે જેથી તેનો ફાયદો લોકસભા ચૂંટણીનો ઉઠાવી શકાય.

Most Popular

To Top