Entertainment

બ્લૂ ટિક માર્ક મળ્યાં પછી Big-Bએ ઈલોન મસ્ક માટે ગીત લખ્યું

નવી દિલ્હી: 20 એપ્રિલનો દિવસ મોટી મોટી સેલિબ્રિટિઓ માટે સામાન્ય દિવસ ન હતો. મોટાં મોટાં સેલિબ્રિટિઓના અકાઉન્ટને જે વિરિફાઈ માટે બ્લૂ ટિક (Blue Tick) માર્ક આપવામાં આવ્યું હતું તે હટાવી દેવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં સલમાન ખાન, શાહરુખ ખાન, અક્ષયકુમાર તેમજ બીજા અન્ય લોકોનો સમાવેશ થાય છે. આમાં ખાસ હતા બોલિવૂડના (Bollywood) શહેનશાહ એટલે કે બીગ બી (BigB) ના અકાઉન્ટ પરથી પણ બ્લૂ ટિક માર્ક હટાવી દેવામાં આવ્યું હતું. જો કે તેઓના અકાઉન્ટ પર ફરીથી તે બ્લૂ ટિક માર્ક મળી ગયું હતું ત્યાર પછી બીગ બીએ મસ્ક માટે એક ટ્વિટ કર્યું છે જે હાલ ચર્ચાનો વિષય બન્યું છે.

અમિતાભ બચ્ચને એલોન મસ્ક માટે એક ગીત ટ્વિટ કર્યું હતું. તેઓએ લખ્યું હતું કે “એ મસ્ક ભૈયા. ખૂબ ધન્યવાદ આપું છું હું તમને. પેલું નીલકમલ લાગી ગયું છે મારા નામ આગળ. હવે શું કહું ભાઈ ગીત ગાવાનું મન થઈ રહ્યું છે મારું. સાંભળ શો કે? તો આ લો સાંભળો: તૂ ચીજ બડી હૈ મસ્ક મસ્ક તું ચીજ બડી હૈ મસ્ક…”

આ પહેલા પણ બીગ બીએ એક ટ્વિટ એલોન મસ્ક માટે ટ્વિટ કર્યું હતું જેમાં અમિતાભે લખ્યું હતું કે ” ઓ ટ્વિટર ભૈયા, સાંભળી રહ્યાં છો? હવે તો પૈસા પણ ભરી દીધા છે હું એ…. તો પેલું જે નીલ કમલ હોય છે ને મારા નામ અગાળી તેને પાછું લગાડી દો ભૈયા, જેના કારણ જાણી શકે કે આ હું છું અમિતાભ બચ્ચન….. હાથ તો જોડી રહ્યો છું હું…

એલન મસ્ક દ્વારા ટ્વિટરની સત્તા મેળવ્યા બાદ ટ્વિટર બ્લૂ અથવા વ્યવસાય-કેન્દ્રિત ટ્વિટર વેરિફાઈડ ઓર્ગેનાઈજેશનનો કોન્સેપ્ટ આવ્યો. જેના હેઠળ કોઈ પણ બિઝનેસ એન્ટીટી અથવા ઈન્ડિવિઝુયલ નિશ્ચિત ફીની ચૂકવણી કરીને ટ્વિટર એકાઉન્ટને વેરીફાઈડ કરાવી શકો છો. આના પહેલા બ્લૂ ટિક પ્રસિદ્ધ વ્યક્તિઓના ફેક આઈડીથી બચાવવા અને ખોટી માહિતી વિરૂદ્ધ લડવાની રીતે કાર્ય કરતું હતું. માર્ચ મહિનામાં ટ્વિટરે પોતાના ઓફિશિયલ એકાઉન્ટથી પોસ્ટ ર્ક્યુ હતું કે, ‘1 એપ્રિલે, અમે અમારા લીગેસી વેરીફાઈડ પ્રોગ્રામને બંધ કરવાનું શરૂ કરીશું અને લીગેસી વેરીફાઈડ ચેકમાર્કને હટાવીશું. ટ્વિટર પર પોતાનું બ્લૂ ચેકમાર્ક બનાવી રાખવા માટે, લોકો ટ્વિટર બ્લૂ માટે સાઈન અપ કરી શકે છે.’ ટ્વિટરે પ્રથમ વખત 2009માં બ્લૂ ચેક માર્ક સિસ્ટમની શરૂઆત કરી હતી. તેનો હેતુ ઉપયોગકર્તાઓને આ જાણવામાં મદદ મળી શકે કે, પ્રખ્યાત હસ્તીઓ, રાજનેતા, કંપનીઓ અને બ્રાંડ, સમાચાર એજન્સી અને ‘સાર્વજનિક હિતના’ અન્ય એકાઉન્ટ વાસ્તવિક છે અને ફેક એકાઉન્ટ નથી. પણ નવા નિયમ હેઠળ કોઈ પણ બ્લૂ ટિક મેળવી શકે છે, માત્ર તેણે ટ્વિટર બ્લૂ સર્વિસ સબ્સક્રાઈબ કરીને નિશ્ચિત ફીની ચૂકવણી કરવી પડશે. આવી રીતે હવે ફેક એકાઉન્ટ પણ વેરીફાઈડ બ્લૂ ટિકવાળા બની ગયા છે.

Most Popular

To Top