વડોદરાછ શહેરમાં હોર્ડિંગ રાજ શરુ થયું છે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા હોર્ડિંગોનો અડિંગો જોવા મળી રહ્યો છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે...
પેટલાદ : ઐતિહાસિક પેટલાદ નગરમાં અતિ પૌરાણિક તળાવો, વાવો, મંદિરો, ઈમારતો વગેરે આવેલ છે. જેની જાળવણીના અભાવને કારણે આવા ઐતિહાસિક ધાર્મિક સ્થળો...
અમદાવાદ: ગ્લોબલ વોર્મિંગ (Global Warming) કહો કે વેસ્ટર્ન ડિસ્બર્ન્સ (Western Disturbance ) પરંતુ પર્યાવરણમાં (Environment) અસામાન્ય ફેરફારોની અસર હવે વાતાવરણમાં (Weather) દેખાવા...
નડિયાદ: માત્ર છ મહિનાના ટુંકા ગાળામાં જ ખેડા પંથકમાં ભારે લોકચાહના મેળવનાર ખેડા ટાઉન પોલીસમથકના સેવાભાવી પી.આઈ આર.એન.ખાંટની બદલી થતાં તેમનો વિદાય...
સુરતઃ (Surat) ઉનાળાનો (Summer) ધોમધખતો તડકો પડે તે મે મહિનો શરૂ થાય તે પહેલા જ દક્ષિણ ગુજરાતની (South Gujarat) જીવાદોરી સમાન ગણાતો...
માનવજાતના આરોગ્યની રક્ષા કરવી હોય તો સુરક્ષિત વૈવિધ્યસભર પૌષ્ટિક ખોરાક મેળવવા માટે કુદરતી ખેતી અપનાવવી આવશ્યક છે. ખેડૂતોને જેના ઉપર એક સમયે...
સોનાની મૂરત ગણાયેલા સુરતમાં સદીઓથી દેશ પરદેશનાં લોકો રોજીરોટી માટે આવે છે પણ છેલ્લાં 60 વર્ષથી આ પ્રમાણ અત્યંત વધી ગયું છે....
યુગાન્ડાના કાળમુખા એ 1972માં ક્રુર શાસક ઈદી અમીને એક ફતવો બહાર પાડ્યો કે આફ્રિકા સિવાયની તમામ પ્રજા ભારતીય, પાકિસ્તાની, બાંગ્લાદેશી એવા તમામ...
આમ તો છેલ્લા કેટલાક સમયથી શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો ઓછા થાય છે.અને એનુ એક કારણ એ પણ ખરૂં કે આ કળા ‘કલાસ’ માટે...
એક દિવસ રવિવારે રાત્રે યુવાન પૌત્ર નિહાર બોલ્યો, ‘અરે, મને તો મન્ડે આવવા પહેલાં જ મન્ડે બ્લુ પરેશાન કરવા માંડે છે… રવિવારે...
કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી યોજવી હોય તો તે ચૂંટણી પંચની હકૂમત છે પણ ખાસ કરીને જમ્મુ કાશ્મીર જેવા સંવેદનશીલ...
દેશમાં છેલ્લા કેટલાક સમયથી ધર્મના નામે કે પછી જાતિના નામે ધિક્કારની લાગણી જન્માવે તેવા નિવેદનો કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મોટાભાગના રાજકીય...
સુરત : રશિયા (Russia) પર અમેરિકા (America) સહિત યુરોપિયન યુનિયનના દેશોએ આર્થિક પ્રતિબંધો લાદતા કાચા હીરાની (Diamond) આયાત (Import) પર પ્રતિકૂળ અસર...
નવી દિલ્હી: ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહે કુસ્તીબાજો દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે...
ગુજરાતમાં બિલકિસ બાનુ કેસના ૧૧ આરોપીઓને મુક્ત કરવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કાન ભંભેર્યા છે. આજીવન કેદની સજા પામેલા આ...
મોહાલી : આઇપીએલની (IPL) અહીં રમાયેલી મેચમાં માર્કસ સ્ટોઇનિસ અને કાઇલ માયર્સની તોફાની અર્ધસદીઓ ઉપરાંત આયુષ બદોની અને નિકોલસ પૂરનની તોફાની ઇનિંગ્સની...
નવી દિલ્હી : રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યુએફઆઇ)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (Brijbhushan Sharan Singh) વિરુદ્ધ સાત મહિલા રેસલર્સ દ્વારા મૂકાયેલા જાતીય...
કેરો: આજે વહેલી સવારે સુદાનની (Sudan) રાજધાનીનું શહેર ખાર્ટુમ અને તેનું જોડિયું શહેર ઓમ્બર્ડમાન ભારે ધડાકાઓ અને બંદૂકોના અવાજોથી ધમધમી ઉઠ્યું હતું....
કોલકાતા : આઇપીએલમાં (IPL) આવતીકાલે શનિવારે અહીંના ઇડન ગાર્ડન્સ પર ડબલ હેડરની પહેલી મેચમાં બપોરે 3.30 વાગ્યે જ્યારે ગુજરાત ટાઇટન્સની (GT) ટીમ...
ગાંધીનગર: મેટ્રો ટ્રેન (Metro Train) પછી હવે ભારતની (India) પ્રથમ અમદાવાદ મુંબઈ (Ahmedabad-Mumbai) વચ્ચે શરૂ થવા જનારી બુલેટ ટ્રેનની (Bullet Train) રાહ...
સુરત- પાંડેસરામાં એક અજીબોગરીબ ઘટના બનવા પડી છે, જેમાં વેવાઈને એટેક (Attack) આવ્યો હતો. વેવાઈની ખબર કાઢવા માટે વેવાણ ગયા ત્યારે વેવાઈને...
અમદાવાદ : ભાજપ (BJP) સરકારના શાસનમાં ગુજરાત (Gujarat) રાજ્ય સરપ્લસ પાવર સ્ટેટ (Power Stat) નહીં પણ દેશમાં ‘પાવર પરચેઝ સ્ટેટ નં. ૧’...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) દેશભરમાં ૯૧ આકાશવાણી રેડિયો (Radio) એફ.એમ સ્ટેશનનો પ્રારંભ નવી દિલ્હીથી (Delhi) વર્ચ્યુઅલ માધ્યમથી કરાવ્યો...
મુંબઈ: હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેની સામે ભડકાઉ ભાષણ (Speech) આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો...
પટના: બાહુબલી પૂર્વ સાંસદ આનંદ મોહનને (Anand Mohan) જેલમાંથી (Jail) મુકિત મળી ગઈ છે. ત્યારે આ વચ્ચે સીએમ (CM) નીતિશ કુમારના એક...
નવી દિલ્હી: આઇપીએલ 2023માં (IPL 2023) સતત પાંચ મેચ હાર્યા પછી છેલ્લી બે મેચમાં જીત મેળવનારી દિલ્હી કેપિટલ્સની (DC) ટીમ આવતીકાલે શનિવારે...
સેલવાસ-દમણ : સંઘપ્રદેશ દાનહ સેલવાસના અથાલ બ્રિજ પર પોલિએસ્ટર (Polyester) ભરેલું કન્ટેનર (Container) પલટી જતા ટ્રાફિક (Traffic) જામના દ્રશ્યો જોવા મળ્યા હતા....
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) આગામી તા.2જી મે સુધી માવઠુ (Mavthu) લાવે તેવી જુદી જુદી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના...
અમદાવાદ : આપણા સૌના જીવનમાં અનેક વખત સારા અને નરસા પ્રસંગો આવતા જ હોય છે અને આવા પ્રસંગોમાંથી જ આપણને અનેક વાર...
ભરૂચ: ભરૂચના (Bharuch) પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયારવાડ ચોક વિસ્તારમાં ગુરુવારે મોડી સાંજે ફોરવ્હીલ ગાડીની મોપેડ સવાર ઇસમે ઓવરટેક (Overtake) કરવાના માટે શરૂઆતમાં...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
વડોદરાછ શહેરમાં હોર્ડિંગ રાજ શરુ થયું છે જ્યાં જુઓ ત્યાં મોટા મોટા હોર્ડિંગોનો અડિંગો જોવા મળી રહ્યો છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની વચ્ચે હવે હોર્ડિંગોના જંગલો પણ ઉભા થઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. નીતિ નિયમોને નેવે મૂકીને જ્યાં ને ત્યાં આ હોર્ડિંગ લગાવવામાં આવે છે જેના કારણે ક્યારેક ક્યારેક વાહનચાલકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવે છે.
શહેરમાં મોટી મોટી જાહેરાતો માટે મોટા મોટા બેનરો લગાવવામાં આવી રહ્યા છે.જો એક આ પૈકી મોટા ભાગના બેનરો રાજકારણીઓના શુભેચ્છાઓ આપતા બેનરો હોય છે.
વારે તહેવારે આ બેનરો લગાવી દેવામાં આવે છે અને હોર્ડિંગના સંચાલકો દ્વારા જાણે શહેર પોતાના નામે લખાવી દીધું હોય તેમ આડેધડ આવા મોટા હોર્ડિંગ લગાવી દેતા હોય છે. હોર્ડિંગ્સ માટે નીતિ નિયમો બનાવાયા છે જે મુજબ ઐતિહાસિક ઇમારતો ઉપર કે સરકારી ઇમારતો ઉપર આવા હોર્ડિંગ્સ લગાવી શકાતા નથી. આ ઉપરાંત ચાર રસ્તાઓ ઉપર જ્યાં વાહનોને અડચણ થાય તેવા સ્થળોએ હોર્ડિંગ્સ લગાવવામાં આવતા નથી પરંતુ શહેરમાં મોટા ભાગે આ નિયમોનું પાલન થતું નથી અને આડેધડ હોર્ડિંગ્સ ઉભા કરી દેવામાં આવ્યા છે ત્યારે રીતસરનું માફિયારાજ શરુ થયું હોય તેમ લાગી રહ્યું છે. આવા સંચાલકો સામે કડક રહે કાર્યવાહી કરવાની જરૂર છે.
તંત્ર પણ સંચાલક સાથે ચર્ચા કરીને હોર્ડિંગ હટાવે છે?
શહરમાં આડેધડ લાગેલા હોર્ડિંગ હટાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ ક્યારેક એવા દ્રશ્યો પણ જોવા મળે છે કે તંત્ર સંચાલકો સાથે વાતચીત કરતા નજરે પડે છે અને તેઓ કહે તે જ હોર્ડિંગ હટાવી તેઓને ફાયદો કરાવે છે. જે જાહેરાતમાં વધુ પૈસા લીધા હોય તેનું હોર્ડિંગ હટાવતું નથી. એક સ્થળે ચાર બેનરો લાગ્યા હોય તેમાંથી એક કે બે જ કેવી રીતે ગેરકાયદેસર હોઈ શકે . નિયમો તો બધા જ હોર્ડિંગ તોડતા હોય છતાં એક બે બેનર હટાવી કામગીરી બતાવવામાં આવતી હોવાની પણ વિગતો સામે આવી રહી છે.
હોર્ડિંગ ઉતાર્યા બાદ તેની ફ્રેમ પણ રસ્તા વચ્ચે મૂકી દેવાય છે
શહરમાં કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ ઉતારી દેવાયા બાદ તેની ફ્રેમ આડેધડ ગોઠવી દેવામાં આવે છે કેટલાય સ્થળોએ આ ફ્રેમ રસ્તાની વચ્ચે વાહનોને અડચણ થાય તે રીતે મૂકી દેવામાં આવે છે. સંચાલકો ભલે એમ માનતા હોય કે તેઓએ આ ફ્રેમ રસ્તાની સાઈડમાં મૂકી છે પરંતુ વાસ્તવિકતા કઈ અલગ જ છે અને આ ફ્રેમ ક્યારેક અકસ્માતને આમંત્રણ આપે છે ત્યારે સંચાલકો દ્વારા પણ જો તેનું યોગ્ય ગોડાઉન બનાવી ત્યાં જ આવી ફ્રેમ રખાય તે ઇચ્છનીય છે.
ઐતિહાસિક ધરોહર સમાન કલેક્ટર કચેરી પાસે જ હોર્ડિંગ્સ લગાવનાર કોન્ટ્રાક્ટે પાલિકાના નિયમોનો ભંગ કર્યો હોવાથી તેની સામે કાર્યવાહી કરાશે ?
વડોદરા મહાનગર પાલિકા દ્વારા ગુજરાત અને કેન્દ્ર સરકારની વિવિધ યોજના અને કાર્યક્રમના બેનર લગાવવા માટેનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા વિવિધ વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવાયા છે. પરંતું તેમાં પાલિકાના નીતિ નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને મનફાવે તેવી જગ્યા પર હોર્ડિંગ્સ લગાવી દીધા હતા. શહેરના ઐતિહાસિક ધરોહરની જગ્યાથી દૂર હોર્ડિંગ્સ લગાવાના પાલિકાની સૂચના છતાં બિન્દાસ્ત રીતને કોઠી ચાર રસ્તા પર કલેક્ટર કચેરી પાસે મોટું બેનર લગાવી દીધુ હતું. તેમ છતાં કોન્ટ્રાક્ટ સામે કેમ પગલ ભરાતા નથી.પાલિકા દ્વારા અન્ય કોઇને બેનર કે હોર્ડિગ્સ લગાવ્યા હોય તો તાત્કિલક ધોરણે હટાવી લેવાતા હોય છે તો પછી આ કોન્ટ્રાકટર પર કોના આર્શીવાદ છે જેના કારણે તેના હોર્ડિગ્સ ઉતારાતા નથી. ત્યારે અહી ચોરી પે સીના ચોરી જેવો ઘાટ સર્જાયો છે. હોર્ડિગ્સ ફાડી નાખનાર સામે ફરિયાદ નોંધાઇ છે. તો પછી પાલિકાના નિયમો ભંગ કરનાર કોન્ટ્રક્ટર સામે કેમ આંખ મીચોળી રમાઇ રહી છે ? તેવા સવાસ ઉભી થઇ રહ્યા છે.