National

મુંબઈમાં હિંદુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની સામે FIR, ભડકાઉ ભાષણ આપવાનો કેસ નોંધાયો

મુંબઈ: હિન્દુ કાર્યકર્તા કાજલ હિન્દુસ્તાની (Kajal Hindustani) વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. તેની સામે ભડકાઉ ભાષણ (Speech) આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. કાજલ વિરુદ્ધ મુંબઈમાં (Mumbai) આવેલા મીરા રોડ વિસ્તારમાં ભડકાઉ ભાષણ આપવા અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. જાણકારી મળી આવી છે કે 12 માર્ચના રોજ સકલ હિંદુ સમાજ દ્વારા હિંદુ આક્રોશ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ ભાષણ આપ્યું હતું જે લોકોને ભડકાવનારું હતું જેના કારણે તેના ઉપર પોલીસે FIR નોંધી છે. જણાવી દઈએ કે આ પહેલા પણ કાજલ આવા ભડકાઉ ભાષણના કારણે ચર્ચામાં આવી હતી.

આ અગાઉ કાજલ હિન્દુસ્તાનીનું મુસ્લિમ મહિલાઓ વિશે વાંધાજનક નિવેદન સામે આવ્યું હતું, જે બાદ તેની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. બાદમાં તેણે ગુજરાત પોલીસ સમક્ષ સરન્ડર કરી દીધું હતું. તેના પર ગીર સોમનાથ જિલ્લામાં રામ નવમી પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ હતો અને ઉનામાં તેમના ભાષણ પછી સાંપ્રદાયિક હિંસા અને પથ્થરમારો ફાટી નીકળ્યો હતો.આ ઉપરાંત તેની ઉપર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે લોકપ્રિયતા મેળવવા માટે ભારતીય લોકોમાં નફરત ફેલાવી રહી છે. 

કોણ છે કે કાજલ હિન્દુસ્તાની
સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે કાજલ હિન્દુસ્તાનીનું સાચું નામ કાજલ સિંગલા છે. વિશ્વ હિંદુ પરિષદના સંમેલનમાં જોડાયા બાદથી તે ચર્ચાનો વિષય બની હતી. કાજલ હિન્દુસ્તાની રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારની છે. તેણીએ ગુજરાતના સિંગલા પરિવારમાં લગ્ન કર્યા હતા. કાજલ પોતાનો પરિચય એક હિંદુવાદી કાર્યકર તરીકે આપે છે. તેને સોશિયલ મીડિયા પર ખૂબ ફોલો કરવામાં આવે છે. જ્યારે તેણીને તેની અટક માટે નિશાન બનાવવામાં આવી હતી, ત્યારે તેણીએ તેનું નામ કાજલ સિંગલાથી બદલીને કાજલ હિન્દુસ્તાની કરી દીધું હતું.

Most Popular

To Top