Gujarat

ભરઉનાળે ગુજરાતના આ શહેરોમાં પડ્યો ભારે વરસાદ, જસદણમાં પૂર જેવી સ્થિતિ…

અમદાવાદ: ગ્લોબલ વોર્મિંગ (Global Warming) કહો કે વેસ્ટર્ન ડિસ્બર્ન્સ (Western Disturbance ) પરંતુ પર્યાવરણમાં (Environment) અસામાન્ય ફેરફારોની અસર હવે વાતાવરણમાં (Weather) દેખાવા લાગી છે. ભરઉનાળે (Summer) ગુજરાતમાં (Gujarat) અવારનવાર કમોસમી વરસાદ (Unseasonal Rain) વરસી રહ્યો છે, જેના લીધે પાકને નુકસાન થઈ રહ્યું છે. ફરી એકવાર 28મીની રાત્રિએ ગુજરાતના અનેક શહેરોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

જસદણમાં બે ઈંચ જેટલો વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા, જેના લીધે પૂર આવ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જસદણ ઉપરાંત જસદણ ઉપરાંત આટકોટ, કનેસરા કોઠી, વીરનગર, બળધુઇ, પાંચવડા, જીવાપર, જંગવડ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગોંડલ, કોડીનારમાં પણ રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કમોસમી વરસાદના લીધે પાકને નુકસાન થઈ રહ્યું છે. તલ, બાજરો, જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થતાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન ખાતાની આગાહી મુજબ, સોમવાર સુધી હજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. શિયાળુ પાક તૈયાર થઈ જતાં ખેડૂતો એનું વેચાણ કરવા માટે માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. ત્યારે અચાનક વરસાદ વરસતાં ગોંડલ યાર્ડમાં મરચાં, જીરું, ઘઉં, કપાસ સહિતના પાક પલળી ગયા હતા.

કમોસમી વરસાદથી એરંડા, રાજગરો, બાજરી, કેરી, દાડમ, સક્કરટેટી, તડબૂચ, ઇસબગોલ, ઘઉં સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. રાજકોટ જિલ્લાના મોટા ભાગનાં ગામડાંમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

રાજ્ય પર ચાર દિવસ માવઠાનું જોખમ, 2જી મે સુધી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના
ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) આગામી તા.2જી મે સુધી માવઠુ (Mavthu) લાવે તેવી જુદી જુદી ચક્રવાતી હવાના દબાણની સિસ્ટમ સક્રિય થઈ છે. જેના પગલે હવે ગુજરાતમાં કમોસમી વરસાદની (Rain) શકયતા વધી જવા પામી છે. ખાસ કરીને એક એક સિસ્મટ મધ્ય પાકિસ્તાન – પજાબ પર, એક ટ્રફ રેખા મધ્યપ્રદેશથી તામિલનાડુ સુધી, એક ચક્રવાતી હવાની સિસ્ટમ બિહાર પર સક્રિય થઇ છે. જેના પગલે ગુજરાતમાં આગામી તા.2જી મે સુધી માવઠાની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. ખાસ કરીને કચ્છમાં માવઠાની વધુ અસર થવાની સંભાવના છે.

Most Popular

To Top