Top News

More Posts

   The Latest

Most Popular

વડોદરા: મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સુચનાં મુજબ વડોદરા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં કેરીની વખારો, દુકાનોમાં સઘન ઇન્સ્પેકશનની કામગીરી કરવામાં આવી હતી ખોરાક શાખાનાં ફુડ સેફટી ઓફીસર દ્વારા ખંડેરાવ માર્કેટ વિસ્તારનાં ૪૭-કેરીની વખારો, દુકાનોમાં ચેકીંગની કામગીરી કરવામાં આવ્યું હતું. ઉનાળાની ઋતુને અનુલક્ષીને હાલમાં કેરી તેમજ અન્ય ફળોનું વધુ વેચાણ થતુ હોય શહેર વિસ્તારનાં ખંડેરાવ માર્કેટ ખાતે આવેલી વખારો તેમજ દુકાનોમાં જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઇ માન,મ્યુનિસિપલ કમિશ્નરશ્રીની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રી દ્વારા ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરોની ટીમ બનાવી ખંડેરાવ માર્કેટ પાછળ, વેરાઇમાતાનો ચોક, સીધ્ધનાથ રોડ વિસ્તારમાં આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરેલ હતી, જેમાં કેરીઓ વેચતા વેપારી દ્વારા કેલ્શીયમ કાર્બાઇડનો આર્ટીફીશીયલ રાઇપનીંગ તરીકે ઉપયોગ બાબતે ૪૭- વખારો તેમજ દુકાનોમાં આકસ્મીક ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, કોઇપણ સ્થળેથી કેલ્શીયમ કાર્બાઇડ મળી આવેલ નથી.

ખંડેરાવ માર્કેટ પાછળ વેરાઇમાતાનો ચોક, સીધ્ધનાથ રોડ વિસ્તારમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-fssai ના લાયસન્સ કે રજીસ્ટ્રેશન વગર વ્યવસાય કરતા ખાધ્ય પદાર્થોના વેપારીઓની ૦૭ દુકાનો વખારો બંધ કરાવવામાં આવેલ તેમજ બગડી ગયેલા ફળ ફળાદી જેવા કે કેરી, ચીકુ, પપૈયા વિગેરેનો આશરે ૧૧૩ કિલો જથ્થો નાશ કરાયો હતો. ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ ની કલમ ૩૧ મુજબ ખાધ્ય પદાર્થોના તમામ વેપારીઓએ ફુડ,સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-fssai નું લાયસન્સ રજીસ્ટ્રેશન મેળવવુ ફરજીયાત છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-fssai મુજબનું લાયસન્સ કે રજીસ્ટ્રેશન મેળવ્યા સિવાય વેપાર કરતા ખાદ્ય પદાર્થોના તમામ વેપારીઓના વ્યવસાય બંધ કરાવી નિયમ મુજબની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. મ્યુ.કમિશ્નરશ્રીની સુચનાં મુજબ ડેઝીગ્નેટેડ ઓફિસર અને અધિક આરોગ્ય અમલદારશ્રી દ્વારા ઉનાળાની ઋતુને ધ્યાને રાખી જાહેર જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને રાખી આ કામગીરી કરવામાં આવી હતી.

To Top