World

પાકિસ્તાનમાં પોલીસ સ્ટેશનની અંદર આતંકી હુમલો, 10નાં મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) કાબુલમાં પોલીસ સ્ટેશન (Police Station) અંદર સોમવારના રોજ આતંકી હુમલો (Attack) થયો હતો. જેમાં 10 લોકોના મોત થયાની જાણકારી સામે આવી છે. 10 લોકોમાં 8 પોલીસકર્મી હોવાનું માલૂમ પડ્યું છે. આ મૃતકઆંક વધવાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે. આ હુમલો સ્વાત જિલ્લાના કાબુલમાં સીટીડીમાં થયો છે. આ હુમલાને આતંકી હુમલો કહેવામાં આવી રહ્યો છે. પોલીસ અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે કે આ એક આતંકીઓ દ્વારા કરવામાં આવેલો હુમલો છે જેમાં સમગ્ર બિલ્ડિંગ પડી ગઈ હતી. તેમજ ત્યાં આગ પણ લાગી ગઈ હતી.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આ હુમલો સોમવારની રાત્રિના લગભગ 8 વાગીને 20 મિનિટ પર પોલીસ સ્ટેશન નજીક કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ થતાંની સાથે જ ઘણાં લોકો દટાઈ ગયા હતા તેમજ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. આસપાસની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવ્યું છે.

પાકિસ્તાનના ગૃહમંત્રી રાના સના ઉલ્લાહએ આ હુમલાની નિંદા કરી હતી તેમજ આ હુમલામાં મૃત્યુ પામેલા તમામ પરિવાર માટે શોક વ્યકત કર્યો હતો. તેઓએ વધારામાં કહ્યું હતું કે અમે દેશની સુરક્ષા માટે તેમજ દેશના માટે શહીદ થનારાઓના બલિદાનને કયારેય ભૂલશું નહિં. જણાવી દઈએ કે પાકિસ્તાનમાં છેલ્લાં કેટલાય સમયથી આતંકી ઘટના ઘટી રહી છે.

Most Popular

To Top