Top News

More Posts

   The Latest

Most Popular

ગાંધીનગર: વિશ્વ પર્યાવરણ દિવસે (World Environment Day) રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ રાજભવનના (Raj Bhavan) પ્રવેશદ્વારે કદંબનું વૃક્ષ (Kadamba tree) વાવ્યું હતું અને તેમણે સૌને વિશ્વ પર્યાવરણ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

ગાંધીનગરમાં જ-માર્ગ પર રાજભવન અને મુખ્યમંત્રીના નિવાસસ્થાનને અડીને સર્કિટ હાઉસ સુધીના ૮૦૦ મીટરના વિસ્તારમાં રાષ્ટ્રધ્વજના ત્રણ રંગો સાથે સુમેળ સાધતા ફૂલછોડોનું વાવેતર કરાશે. આ આયોજનના ભાગરૂપે થઈ રહેલા વૃક્ષારોપણમાં રાજ્યપાલએ આજે કદંબનું વૃક્ષ વાવ્યું હતું. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, પરિસહાય વિકાસ સુંડા (આઇપીએસ), મુખ્યમંત્રીના ખાસ ફરજ પરના અધિકારી પ્રણવ પારેખ, પરાગ શાહ, વન વિભાગના અધિકારીઓ આર.આર.ચૌધરી અને સી.ડી.વસાવા પણ વૃક્ષારોપણમાં જોડાયા હતા. આચાર્ય દેવવ્રતએ કામધેનુ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ પહેલાં યુનિવર્સિટીના પરિસરમાં સેવન-શ્રીપર્ણીનું વૃક્ષ વાવ્યું હતું.

To Top