Top News

More Posts

   The Latest

Most Popular

દીપડો (Panther) ખૂબ શક્તિશાળી પ્રાણી છે. શક્તિશાળી હોવા ઉપરાંત તેઓ ખૂબ જ હોંશિયાર અને ટોચના વર્ગના શિકારીઓ (Hunter) હોય છે. જ્યારે પણ તેઓ કોઈનો શિકાર (Hunting) કરે છે ત્યારે તેઓ સંપૂર્ણ એકાગ્રતા સાથે કરે છે અને જલદી તેઓ તેમના શિકાર પર હુમલો કરે છે. શિકાર માટે તેમની પકડમાંથી છટકી જવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હાલ સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈમાં જોઈ શકાય છે કે શિકાર માટે નીકળેલો દીપડો કેવી રીતે તેની જાળમાં ફસાઈ જાય છે. અને એક શિકારી જ પોતાની જાળમાં કેવી રીતે ફસાય છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે.

શિકારી પોતે શિકાર બન્યો
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક દીપડો અચાનક દોડીને આવે છે અને વાંદરા પર હુમલો કરે છે. પરંતુ જેવો દીપડો વાંદરા પર હુમલો કરે છે ત્યાં હાજર તેના તમામ સાથીઓ તેને બચાવવા માટે આવી જાય છે. વાંદરાઓનું ટોળું તરત જ ત્યાં ભેગું થાય છે અને દીપડા પર હુમલો કરે છે. શિકાર કરવા આવેલો દીપડો પોતે જ શિકાર બનતો જોવા મળી રહ્યો છે. તેના પર એટલો ઝડપથી હુમલો કરવામાં આવે છે કે તેને કશું જ સમજાતું નથી. ઘણાં પ્રયત્નો પછી દીપડો પોતાને બચાવવા દોડતો હોય તેવું પણ નજરે ચઢે છે. આ વીડિયો જોયા પછી એવું નજરે ચઢી રહ્યું છે કે શિકારી પોતે જ શિકાર બની રહ્યો છે અને પોતાનો જીવ બચાવવા માટે હાંફળો ફાંફળો થઈ રહ્યો છે.

આ વીડિયો વાયરલ થયા પછી આ વીડિયો પર જબરદસ્ત પ્રતિક્રિયા આપી રહ્યાં છે. કોઈક કહી રહ્યું છે કે આ ગરીબ ચિત્તાની કોઈએ મદદ કેમ ન કરી? તો અન્ય એક યુઝરે લખ્યું- આ એકતામાં તાકાતનું ઉદાહરણ છે.

To Top