Top News

More Posts

   The Latest

Most Popular

ઉમરગામ: (Umargam) ઉમરગામ તાલુકાના સંજાણમાંથી મહિન્દ્રા xuv કારની ચોરી (Theft) કરનારા બે સગા રાજસ્થાની ભાઈઓ મહારાષ્ટ્રના (Maharashtra) પુના થી પકડાયા છે. પોલીસે (Police) તેમની પાસેથી 13 લાખની કિંમતની ગાડી પણ કબજે કરી છે. આ બંને પકડાયેલા ઈસમો સગા ભાઈઓ છે.

  • ટેસ્ટ ડ્રાઈવ માટે ડીલરશીપ સેલ્સ આઉટ લેટની ઓફિસ ખાતે રાખવામાં આવેલ ગાડી ચોરી ગયા
  • ઓફિસનું તાળું તોડ્યું અને કબાટ મુકેલી XUVની ચાવી કાઢી ગાડી લઈ ભાગી ગયા
  • આ બંને પકડાયેલા ઈસમો સગા ભાઈઓ છે

મળતી જાણકારી મુજબ ઉમરગામ તાલુકાના સંજાણ ખાતે મહિન્દ્રા કંપનીની ડીલરશીપ સેલ્સ આઉટ લેટની ઓફિસ ખાતે ટેસ્ટ ડ્રાઈવ માટે મહિન્દ્રા xuv ગાડી રાખવામાં આવેલ હતી. તારીખ 17 જુન 2023 ના રોજ રાત્રે કોઈ ચોરોએ ઓફિસને મારેલ તાળું તોડી કબાટમાં મૂકેલ ગાડીની ચાવી કાઢી લીધી હતી. ત્યારબાદ xuv ગાડી ચાલુ કરી કરીને નાસી ગયા હતા. ચોરીની આ ઘટના શો-રૂમની સાઈટમાં લગાવેલ સી સી ટીવી કેમેરામાં કેદ થઈ હતી. જેમાં અજાણ્યા બે શખ્સો ચોરી કરવા ઘૂસ્યા હોવાની હિલચાલ દેખાઈ હતી. જે ગાડી ચોરી થઈ તેની કિંમત 13 લાખ રૂપિયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવનો ગુનો ઉમરગામ પોલીસ સ્ટેશનમાં દાખલ થતા કેસની તપાસ પીએસઆઇ આર.એન.હાથલિયા એ હાથ ધરી હતી. બાતમીના આધારે આ ચોરીમા સંડોવાયેલા મનાતા મૂળ રાજસ્થાનના તેમજ હાલ ત્રિશુલ સોસાયટી ગોલ્ડ બિલ્ડીંગ સાસવડ પુના મહારાષ્ટ્ર ખાતે રહેતા ચેલારામ ઉર્ફે ચેતન જાટ અને દિપરામ ઉર્ફે દીપાને ઝડપી પાડ્યા હતા. આ બંને પકડાયેલા ઈસમો સગા ભાઈઓ છે. પોલીસે આ બંને આરોપીને કોર્ટમાં રજૂ કરવાની અને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

To Top