Top News

More Posts

   The Latest

Most Popular

નવી દિલ્હી: (New Delhi) PM મોદીએ (PM Modi) રવિવારે G20 સત્રના (G20 Summit) સમાપનની જાહેરાત કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ G20 જૂથની અધ્યક્ષતા બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાને સોંપી હતી. આ દરમિયાન તેણે સિલ્વાને એક પરંપરાગત ગેવલ (એક પ્રકારનો સિમ્બોલ) આપ્યો હતો. આ દરમિયાન વડા પ્રધાન મોદીએ વિશ્વની નવી વાસ્તવિકતાને નવા વૈશ્વિક માળખામાં પ્રતિબિંબિત કરવાની હાકલ કરી હતી અને સંયુક્ત રાષ્ટ્ર જેવી વૈશ્વિક સંસ્થાઓમાં સુધારાની માંગ કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે બધા જાણો છો કે નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા. અમારી ફરજ છે કે સૂચનોની ફરી એકવાર સમીક્ષા કરીએ કે તેમની પ્રગતિને કેવી રીતે ઝડપી બનાવી શકાય. હું દરખાસ્ત કરું છું કે આપણે નવેમ્બરના અંતમાં G20નું વર્ચ્યુઅલ સત્ર યોજીએ. આપણે તે વર્ચ્યુઅલ સત્રમાં આ સમિટમાં નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે તમે બધા વર્ચ્યુઅલ સત્રમાં જોડાશો. આ સાથે હું G20 સત્ર સપાપનની જાહેરાત કરું છું.

સમિટના છેલ્લા સેશન બાદ PM મોદીએ કહ્યું કે દુનિયા બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં દુનિયાની મોટી અને જવાબદાર સંસ્થાઓને પણ બદલવાની જરૂર છે. UNSCમાં હજુ પણ તેટલા જ સભ્યો છે જે તેની સ્થાપના સમયે હતા. તેનું વિસ્તરણ થવું જોઈએ. તેમણે કહ્યું કે કાયમી દેશોની સંખ્યામાં વધારો થવો જોઈએ.

બીજી તરફ બ્રાઝીલના રાષ્ટ્રપતિ લુલા દા સિલ્વાએ G20 પ્રાથમિકતાઓ તરીકે સામાજિક સમાવેશ, ભૂખ સામેની લડાઈ, ઊર્જા સંક્રમણ અને ટકાઉ વિકાસને સૂચિબદ્ધ કર્યા હતા. તેમણે કહ્યું કે યુએન સુરક્ષા પરિષદને તેની રાજકીય તાકાત જાળવી રાખવા માટે કાયમી અને અસ્થાયી સભ્યો તરીકે નવા વિકાસશીલ દેશોની જરૂર છે. અમે વિશ્વ બેંક અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં વિકાસશીલ દેશો માટે વધુ પ્રતિનિધિત્વ ઈચ્છીએ છીએ.

G20નું વર્ચ્યુઅલ સેશન નવેમ્બરમાં યોજવાનો પ્રસ્તાવ
સમાપન દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવેમ્બર 2023 સુધી G20ની અધ્યક્ષતાની જવાબદારી ભારતની છે. આ બે દિવસમાં તમે બધાએ ઘણા સૂચનો અને પ્રસ્તાવો આપ્યા. હું રજૂઆત છે કે નવેમ્બરના અંતમાં G20નું વર્ચ્યુઅલ સેશન યોજીએ. આપણે આ વર્ચ્યુઅલ સેશનમાં સમિટમાં નક્કી કરાયેલા વિષયોની સમીક્ષા કરી શકીએ. હું આશા રાખું છું કે તમે બધા વર્ચ્યુઅલ સેશનમાં જોડાશો.

To Top