SURAT

કતારગામમાં 14 વર્ષના દીકરાએ બહારથી રૂમ બંધ કરાવી અંદર કર્યું એવું કામ કે માતા રડવા લાગી

સુરત (Surat) : કતારગામ (Katargam) પ્રભુનગરમાં એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) ફાંસો ખાઈ મોતને (Sucide) વ્હાલું કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. માતાએ કહ્યું હતું કે બપોરના ભોજન બાદ ‘હું હોમ વર્ક કરવા રૂમમાં બેઠો છું મને કોઈ હેરાન નહિ કરે એ માટે તું બહારથી દરવાજો બંધ કરી જા, 15 મિનિટ પછી ખોલજે’, બસ આટલી જ ભૂલ થઈ અને દીકરો લટકતી હાલતમાં મળી આવ્યો હતો. માસુમ હર્ષ ધોરણ-7 નો વિદ્યાર્થી હતો. માતાના બીજા લગ્ન બાદ નવા પિતા સાથે રહેતો હતો.

  • ‘મમ્મી હું હોમવર્ક કરું છું, બહારથી દરવાજો બંધ કરી દે’, કહી 14 વર્ષના દીકરાએ બંધ રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો
  • માતાએ ત્રણ મહિના પહેલાં જ બીજા લગ્ન કર્યા હતા
  • દીકરાના આપઘાતના કારણ અંગે પરિવાર અજાણ

પીડિત પિતા એ જણાવ્યું હતું કે તેઓ રત્નકલાકાર છે. હીરામાં મંદી આવી એટલે વેલ્ડીંગ કામ કરી ગુજરાન ચલાવી લે છે. ત્રણ મહિના પહેલા જ સાથે કામ કરતી પરિણીત અને ત્રણ બાળકોની માતા સાથે પ્રેમ બાદ લગ્ન કરી સંસાર માંડ્યો હતો. આ મહિનામાં બાળકોના નામ પાછળ પિતાનું નામ બદલવાની કામગીરી પણ કરવાની તૈયારી હતી. બે દિવસ પહેલા દીકરા હર્ષે નાસ્તો મંગાવતા માતા સાથે જઇ ને લઈ આવવા પૈસા પણ આપ્યા હતા. મિત્રો અને બાળકો બધા જ અમારા બન્નેના સંબંધથી ખુશ હતા. દરમિયાન આ ઘટના એ પરિવારને શોકમાં મૂકી દીધા છે.

વધુમાં જણાવ્યું હતું કે હર્ષ સૌથી નાનો દીકરો હતો. ઘર નજીક નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં અભ્યાસ કરતો હતો. એક બહેન અને મોટા ભાઈ સાથે એનો લગાવ પણ વધારે રહેતો હતો. હોમ વર્કના બહાને રૂમમાં ફાંસો ખાય લેનાર હર્ષના આપઘાત પાછળનું કોઈ કારણ સામે આવ્યું નથી. મેં એને મોબાઇલ પણ અપાવ્યો નથી. જરૂર પડે ત્યારે માતાના ફોનથી અભ્યાસનું કામ કરી લેતો હતો. ખુશખુશાલ પરિવારમાં હર્ષના અંતિમ પગલાં એ તમામ ને વિચારમાં મૂકી દીધા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે.

Most Popular

To Top