SURAT

પાટીદાર અનામત આંદોલનને 7 વર્ષ પૂર્ણ થતા PAAS દ્વારા તિરંગા પદયાત્રા યોજાઈ

સુરત: રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનને (Patidar Anamat Andolan) 7 વર્ષ પૂર્ણ થતા પાટીદાર ક્રાંતિ દિવસ ઉજવણી અને પાટીદાર શહીદ દિવસ નિમિતે શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રાનું (Tiranga Padyatra) આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા પદયાત્રા ક્રાંતિ ચોકથી આ તિરંગા પદયાત્રા શરુ થઇ હતી અને માનગઢ ચોક ખાતે પૂર્ણ થઇ હતી. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો જોડાયા હતા. 

26 ઓગસ્ટે પાટીદાર અનામાત આંદોલન દ્વારા પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિદિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી અને આજે શ્રદ્ધાંજલિના ભાગરૂપે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 9 કલાકે તિરંગા પદયાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા ક્રાંતિ ચોકથી શરુ થઇ હતી અને યોગીચોક, મહાવીર સર્કલ, મહારાણા પ્રતાપ ઉધનથી કાપોદ્રા, હીરાબાગ થઈને માનગઢ ચોક સરદાર સરદાર પ્રતિમા પાસે પૂર્ણ થઇ હતી. આ તિરંગા પદયાત્રામાં પાસના કન્વીનરો સહીત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ગુજરાતમાં ભાજપ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારી કરવામાં આવી રહી છે. વોટ બેંક તમામ પાર્ટીઓ દ્વારા વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. ગુજરાતમાં આદિવાસ વોટ બેંક બાદ સૌથી મોટો વોટ બેંક પાટીદાર છે. કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટીનું આગમન થતા ચૂંટણીનો માહોલ રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે. ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાની એક જાહેરાત બાદ માહોલ વધુ જામ્યો છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરીને કહ્યું કે ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના 23 આગેવાનો ઉમેદવારી કરશે. સંખ્યા વધી પણ શકે છે. હવે જામશે માહોલ. 

ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે. કોંગ્રેસ, આપ અને ભાજપ બાદ હવે પાટીદારો પણ મેદાનમાં ઉતરશે તેવું લાગી રહ્યું છે. સુરત ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતિ રવિવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા પદયાત્રાને પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરાયું હતુંં.

પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ ટીવ્ટ કરીને જણાવ્યું હતું કે પાટીદાર નેતાઓ 2022ની ચૂંટણી લડશે. પરંતુ ક્યાંથી લડશે, કેવી રીતે લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે. પાટીદારના આગોવાનો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. હાલના પ્રાથમિક તબક્કે 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઊમેદવારી કરશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હજી પણ પાટીદાર સંસ્થાઓ સાથે વાત કરીને આગળના નિર્ણયો લઈશું.  

Most Popular

To Top