Gujarat

પાવાગઢ દર્શન કરવા જતી વેળાએ પરિવારને કાળ ભરખી ગયો, ઘટના સ્થળે જ ત્રણનાં કમકમાટી ભર્યા મોત

હાલોલ: પાવાગઢ (Pavagadh) દર્શને આવેલા મૂળ ઉત્તરપ્રદેશના (UP) અને અંકલેશ્વર રહેતા પ્રજાપતિ પરિવારની (Family) ઇકો ગાડીને (Car) હાલોલ બાયપાસ ઉપર અકસ્માત (Accident) નડયો હતો. આ અકસ્માતમાં ગાડીમાં સવાર એક બાળક સહિત ત્રણના ઘટના સ્થળે જ કરૂણ મોત (Death) થયા હતા. મળતી માહિતી મુજબ અંકલેશ્વરનો પરિવાર પાવાગઠ દર્શન માટે જઈ રહ્યો હતો તે સમયે વહેલી સવારે ઇકો ગાડીને લક્ઝરી બસે (Bus) ટક્કર મારતા ગાડી રોડની બાજુમાં બનાવવામાં આવેલી ફૂટપાથ સાથે જોરભેર અથડાઈ હતી અને ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બચી ગયેલા ડ્રાઈવરનું નિવેદન લઈ પોલીસે (Police) આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી કે જે હાલ અંકલેશ્વરમાં રહે છે. જ્યોતિ ટોકીઝ પાસે પાણીપુરીનો વ્યવસાય કરતા જગદીશભાઈ પ્રજાપતિ આજે વહેલી સવારે પોતાના પરિવાર સાથે અંકલેશ્વરના ભોજપુર ગામના જગદીશભાઈ વસાવાની ઇકો ભાડે કરી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શન કરવા જઈ રહ્યાં હતા. વહેલી સવારે સવા છ વાગ્યે તેઓની ઇકો કારને હાલોલ બાયપાસ ઉપર લક્ઝરી બસે ટક્કર મારતા જોરભેર અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ હાલોલ વડોદરા હાઇવે પરથી પસાર થઈ રહેલી ઇકો કાર પાવાગઢ તરફના રોડ તરફ જવા વળાંક લઈ રહી હતી. તે જ સમયે કારે કળા કલરની લક્ઝરી બસની સાઈડ લેવા જતા બસની ટક્કર ઇકોને વાગતા કાર રોડની સાઈડમાં બનાવવમાં આવેલ ફૂટપાથના ડિવાઈડર સાથે અથડાઈ હતી. ઇકોમાં સવાર યાત્રાળુઓ ગંભીર રીતે ઘવાયા હતા. ગાડીમાં સવાર ગાડીના મૂળ માલિક જગદીશ ભાઈ વસાવા, કૈલાસીબેન જગદીશ ભાઈ પ્રજાપતિ, તેજસ કામલકિશોર પ્રજાપતિનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું. કારમાં સવાર અન્ય બે હેમલતાબેન કામલકિશોર પ્રજાપતિ અને અંશ કામલકિશોર પ્રજાપતિને ગંભીર ઇજાઓ થતા તેઓને હાલોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી વધુ સારવાર અર્થે વડોદરા મોકલવામાં આવ્યા હતા.

અકસ્માતમાં બચી ગયેલા ડ્રાઈવર પાસેથી જાણવા મળેલી વિગતો મુજબ ઇકો કાર કાળા કલરની લક્ઝરી બસની સાઈડ લેવા જતી હતી તે દરમિયાન બસની ટક્કર કારને વાગતા આ અકસ્માત થયો હતો. હાલ પોલીસે ઘટના સ્થળે આવી અકસ્માતમાં જીવ બચી ગયેલા ડ્રાઈવરનું નિવેદન લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top