Charchapatra

આપણી સંસ્કૃતિ આગળ છે કે પાછળ

હું બાળકોને પૂછું છું કે મારા વ્હાલા બાળકો શું તમને રામ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ કયારે થયો હતો તે ખબર છે? આજે 100 બાળકોમાંથી માંડ 5 બાળકને ખબર હશે. આમાં બાળકોનો કોઇ વાંક નથી વાંક છે તો ફકત મોટા વ્યકિતનો. જેમ કે માતા પિતા, દાદા, દાદી, પહેલાના સમયમાં દાદા-દાદી વાર્તાના સ્વરૂપમાં બાળકોને આપણી સંસ્કૃતિ વિશે જણાવતા હતા. પરંતુ હમણા સમય જ કયાં છે કોઇ પાસે કે બાળકોને વાર્તા કહે. મોબાઇલનો જમાનો છે. વાર્તાપણ મોબાઇલમાં. બાળકને એ ફોર એપલ બોલતા શીખી જાય તો આપણે તે જ દિવસે એબીસીડીની બુક લઇ આવીએ છીએ. પરંતુ તમે કયારેક એવું વિચાર્યું કે રામચરીતની બુક લઇ બાળકને એક વાર્તા સંભળાવીએ. આપણી સંસ્કૃતિ ધીમે ધીમે ઘટતી ચાલી છે.

એના માટે જવાબદાર કોણ? બાળકો, યુવા પેઢી એ ભારત દેશનું અમુલ્ય રત્ન છે. પરંતુ આ રત્નને સાચી દિશા ન મળે તો શું થશે એ વિચાર્યું છે? આજે શાળામાં, ટયુશનમાં બાળકો અભ્યાસ કરવા જાય છે પરંતુઆ એક એવો અભ્યાસ છે જેનાથી ફકત બાળકો મોટા થઇ પોતાનું ખિસ્સુ ભરશે અને નોકરી કરશે. આનાથી સંસ્કાર ન આવશે મિત્રો. આજે ગામના પાદરે કે શહેરના ચોકમાં બેસી ગપ્પા મારતાં હોય છે એક બીજાની નિંદા કરતા હોય છે. શું મળશે આમ કરવાથી? દોસ્તો આટલો જ સમય આપણે આપણા બાળકો આપણા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવીશું તો ચોક્કસપણે આપણી સંસ્કૃતિ આગળ વધી શકશે અને બાળકોને ખબર પડશે કે રામ ભગવાનનો જન્મ કયાં થયો હતો. મિત્રો મોબાઇલ છોડો અને ધાર્મિક પ્રાચિન, સાંસ્કૃતિક વાતો કરો. બાળકો સાથે તો આપણા દેશ સાથે પરિચિત થશે.
અમરોલી – પટેલ આરતી જે.- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top