SURAT

ચેમ્બર ઓફ કોમર્સના ઉપક્રમે સરસાણા ખાતે ‘હેલ્થ એન્ડ વેલનેસ’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક’ એક્ષ્પોનું આયોજન

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (The Sathern Gujarat Chamber of Commerce and Industry) અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર (Sathern Gujarat Chamber Trade and Industries Development Centre) દ્વારા આગામી તા. 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન બે મહત્વના એક્ષ્પોનું (Expos) આયોજન કરાયું છે. જે સરસાણા (Sarasana) સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાયા છે. આ એક્ષ્પોમાં ‘હેલ્થ એન્ડ વેલનેસ– 2024’ અને ‘ફૂડ એન્ડ એગ્રીટેક– 2024’ એકઝીબીશનનો સમાવેશ થાય છે. આ પ્રદર્શનનો સમય સવારે 10:00 થી સાંજે 6:00 કલાક સુધીનો રહેશે.

  • હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો દરમ્યાન પબ્લીક અવેરનેસ પ્રોગ્રામ યોજાશે
  • 20થી વધુ વિવિધ મેડિકલ વિષયો પર વિવિધ નિષ્ણાંત તબીબો વક્તવ્યો આપશે

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની પરિકલ્પના રજૂ કરી તેને સાકાર કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 83 વર્ષથી ઉદ્યોગ-ધંધાઓના વિકાસ હેતુ પ્રયાસ કરતી ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ આરોગ્ય સબંધિત ઇન્ડસ્ટ્રીઝ, સ્ટાર્ટ-અપ અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ આપવાના ભાગ રૂપે ‘હેલ્થ એન્ડ વેલનેસ એક્ષ્પો-2024’નું આયોજન કર્યું છે.

આ એકઝીબીશનમાં એક જ છત્ર નીચે સુરત સહિત દક્ષિણ ગુજરાત, ગુજરાત અને દેશના અન્ય શહેરોમાં કેટલી મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે? તેની જાણકારી મેળવી શકાશે. આ ઉપરાંત સુરતમાં મેડીકલ ટુરીઝમ વિકસાવવા માટે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ પ્રદર્શન થકી પ્રથમ પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રદર્શન થકી સુરતમાં મેડીકલ ક્ષેત્રે સ્પેશિયલ તબીબી સ્કીલ્સ, સ્પેશિયલ રોબોટ્‌સ અને સર્જરી તેમજ સારી મેડીકલ સર્વિસિસ મળી રહે છે તેની માહિતી લોકો સુધી પહોંચાડી શકાશે.

ચેમ્બર પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે, ‘હેલ્થ એન્ડ વેલનેસ’ પ્રદર્શન થકી મેડીકલ સંસાધનોના ઉત્પાદકોને તેમજ સર્વિસ આપનારાઓને સીધું માર્કેટ પૂરું પાડવાનો હેતુ તો છે જ પણ તેની સાથે સાથે આ એક્ઝીબીશનને કારણે જાહેર જનતામાં તબીબી સારવાર માટેની જનજાગૃતિ કેળવાશે અને મેડીકલ ફેટર્નિટીને પણ તેનો લાભ થશે.

દક્ષિણ ગુજરાત કૃષિ ઉદ્યોગ માટે હબ
સુરત સહિત દક્ષિણ ગુજરાતનો બેલ્ટ કૃષિ ઉદ્યોગ માટે હબ છે ત્યારે આવનારા સમયમાં ઉદ્યોગ સાહસિકો તેમજ નવા એગ્રો ગ્રેજ્યુએટ્‌સ કૃષિ ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપી શકે તે હેતુથી પણ આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એકઝીબીશનમાં ભાગ લેનારા એકઝીબીટર્સને ગુજરાત સરકારની માર્કેટ ડેવલપમેન્ટ આસિસ્ટન્સ સ્કીમનો લાભ પણ મળી રહેશે.

‘હેલ્થ એન્ડ વેલનેસ’ એક્ષ્પોના ચેરપર્સન ડો. પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, આ એક્ષ્પોમાં ભાગ લેનારા એકઝીબીટર્સ પર એક નજર કરીએ તો હોસ્પિટલ્સ, ડોકટર્સ, નર્સિંગ હોમ્સ, લેબ્સ (ડાયગ્નોસ્ટીક સેન્ટર્સ), બાયોમેડિકલ કંપનીઝ, હોસ્પિટલ ફર્નિચર, ઇમ્પોર્ટર એન્ડ એક્ષ્પોર્ટર, ફાર્મા કંપનીઝ, ઇન્સ્યુરન્સ કંપનીઝ સહિત મેન્ટલ હેલ્થની સર્વિસ આપનારાઓ તેમજ અન્યનો સમાવેશ થાય છે.

‘તમાકુ મુકત ભારત’ અભિયાનની સાથે આ પ્રદર્શનમાં જીંગર પ્રોડક્ટનું પ્રદર્શન કરવામાં આવશે. તમાકુનું સેવન કરનારાઓ તમાકુથી મુકિ્ત મેળવવા માટે વિવિધ પ્રયાસ કરે છે. ત્યારે જીંજર પ્રોડક્ટ તેઓને તમાકુથી મુકિત અપાવવા માટે ઘણી ઉપયોગી સાબિત થશે. આ પ્રદર્શનમાં કેટલીક પ્રોડક્ટ એવી છે કે એકની ખરીદી પર બીજી વિના મૂલ્યે આપવામાં આવશે.

Most Popular

To Top