Dakshin Gujarat

ભરૂચની કિમ નદીમાં માછીમારોની જાળમાં ફસાયો ‘ઓલિવ રિડલી’ જેને જોવા લોકોના ટોળા ઉમટ્યા

ભરૂચ, અંકલેશ્વર: ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ‘ઓલિવ રિડલી (Olive Ridley) કાચબા (Turtel) ભરૂચ જિલ્લાના ઇલાવ ગામ (Ilav Village) નજીકની કીમ નદીમાંથી (Kim Reaver) મળી આવતાં ભારે અચરજ ફેલાયું હતું.સામાન્ય રીતે ઓડિશાના સમુદ્રના તટ ઉપર પ્રજનન માટે પહોંચતા ઓલિવ રિડલી કાચબા ભરૂચના ઇલાવ નજીક કીમ નદીની ખાડીમાં એક માછીમારની જાળમાં ફસાઈ જતાં તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો છે. ઇલાવ ગામના માછીમાર નરસિંહ રાઠોડની જાળમાં આ કાચબો આવ્યો હતો. આ સમુદ્રી કાચબો ખારા પાણીમાં વસવાટ કરે છે. જે મીઠા પાણીની ખાડીમાં કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે.

ઇલાવ ગામના માછીમાર નરસિંહ રાઠોડની જાળમાં આ કાચબો આવ્યો હતો.આ સમુદ્રી કાચબો ખા લરા પાણીમાં વસવાટ કરે છે જે મીઠા પાણીની ખાડીમાં કઈ રીતે પહોંચ્યો એ એક તપાસનો વિષય છે.કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર જ્યાં તેઓ જન્મે છે 30 વર્ષ પછી તેઓ ત્યાં જ આવીને ઇંડા મૂકે છે. ઓડિશાના સમુદ્ર તટ ઉપર તાજેતરમાં હજારોની સંખ્યામાં આ કાચબા નજરે પડયા હતા.આ કાચબા દેખાવમાં ખુબ સુંદર હોય છે. જેમનો આકાર તેમના શરીર ઉપર પાંખો હોય તેવો આભાસ કરાવે છે.ઓલિવ રિડલી દર વર્ષે લાખોની સંખ્યામાં પૂર્વીય તટ ઉપર આવે છે. ઓલિવ રિડલી દરિયાઈ કાચબાને પેસિફિક ઓલિવ રિડલી દરિયાઈ કાચબા પણ કહેવામાં આવે છે. આ કાચબો પશ્ચિમ કિનારે નજરે પડવો આશ્ચયની બાબત ગણી શકાય તેમ છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર જ્યાં તેઓ જન્મે છે, ૩૦ વર્ષ પછી તેઓ ત્યાં જ આવીને ઇંડાં મૂકે છે. ઓડિશાના સમુદ્ર તટ ઉપર તાજેતરમાં હજારોની સંખ્યામાં આ કાચબા નજરે પડ્યા હતા.આ કાચબા દેખાવમાં ખૂબ સુંદર હોય છે. જેમનો આકાર તેમના શરીર ઉપર પાંખો હોય તેવો આભાસ કરાવે છે. ઓલિવ રિડલી દર વર્ષે લાખોની સંખ્યામાં દેશના પૂર્વીય તટ ઉપર પહોંચે છે. આ કાચબાને ‘પેસિફિક ઓલિવ રિડલી સી ટર્ટલ’ પણ કહેવામાં આવે છે. આ કાચબો દેશના પશ્ચિમ કિનારે અને તે પણ મીઠું પાણી ધરાવતી કીમ નદીમાં નજરે પડવો એક આશ્ચર્યની બાબત ગણી શકાય તેમ છે. જે બાબતે આરએફઓ કે.વી.ડામોરે જણાવ્યું હતું કે, હજુ હમણા જ માહિતી સાંપડી છે. કાચબો માછીમાર પાસેથી લઈને દરિયામાં મુક્ત કરાશે.

Most Popular

To Top