Gujarat

નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં ભીડ ભેગી કરવા રાજ્યભરમાં 3000 જેટલી બસ મુકાઈ

અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે અમદાવાદના (Ahmedabad) મોટેરા સ્ટેડિયમ ખાતે નેશનલ ગેમ્સનું (National Games) ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યભરમાંથી લોકોને લાવવામાં આવ્યા હતા. શાળા -કોલેજોના વિદ્યાર્થીઓ સહિત અન્ય લોકોને મોટેરા સ્ટેડિયમ સુધી લાવવામાં મુશ્કેલી ન પડે તે માટે રાજ્યભરમાંથી એસટી નિગનની લગભગ 3000 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.

અમદાવાદના મોટેરા ખાતે સાંજના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારથી રાજ્યના જુદા જુદા શહેરોમાં શરૂ થનાર નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ઘાટન સમારંભમાં રાજ્યભરમાંથી લગભગ દોઢ લાખ લોકોને એકત્ર કરવાનો અંદાજ હતો. રાજ્યભરમાંથી લોકોને આ ઉદઘાટન સમારંભમાં લાવવા લઈ જવા માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે એસટી નિગમની 3000 જેટલી બસ ગોઠવવામાં આવી હતી. બસ દ્વારા જુદી જુદી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓને તેમજ અન્ય ડેલિગેશનોને પણ સ્ટેડિયમ ખાતે લાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત અમદાવાદ શહેરની એએમટીએસ અને બીઆરટીએસ બસની 500 થી વધુ બસોને આ કાર્યક્રમ માટે ફાળવવામાં આવી હતી. જેના પગલે શહેરમાં બસની મુસાફરી કરનાર મુસાફરો અટવાઈ પડ્યા હતા.

Most Popular

To Top