Gujarat

અમદાવાદના આકાશમાં 600 ડ્રોનના ઉપયોગથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની આકૃતિ બની

અમદાવાદ : વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી (Narendra Modi) આજથી બે દિવસ ગુજરાતની (Gujarat) મુલાકાતે છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાત્રે ભવ્ય ડ્રોન- શો (Dron Show) યોજાયો હતો. આ નજારો જોવા હજારોની સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતાં.

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બુધવારે મોડી રાત્રે આકાશમાં ઉડાડેલા 600 ડ્રોન દ્વારા જુદી જુદી પ્રતિકૃતિ રચનાઓ આકાશમાં દર્શાવવામાં આવી હતી. જેમાં દેશનો નકશો, વેલકમ પીએમ મોદી, નેશનલ ગેમ્સનો લોગો, સરદાર વલ્લભભાઈ પટેલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત અનેકની પ્રતિકૃતિઓ આકાશમાં જોવા મળી હતી. આ નજારો આકાશમાં જોઈ સૌ કોઈ આશ્ચર્યચકિત બની ગયા હતા. આકાશમાં ઉડાવેલા આ ડ્રોન- શો દિલ્હીના આઇઆઇટીના વિદ્યાર્થીઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા અને તેઓએ જુદી જુદી પ્રતિકૃતિઓ અને આકૃતિઓ દર્શાવી હતી. આ ડ્રોન- શોનો નજારો જોઈ લોકો રીવરફન્ટ પર ઉમટી પડ્યા હતા, યુવક-યુવતીઓમાં સેલ્ફી લેવાની હોડ જામી હતી.

અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર અદભુત ડ્રોન-શો યોજાયો- સંખ્યાબંધ લોકોએ અભૂતપૂર્વ નજારો નિહાળ્યો

Most Popular

To Top