Sports

ભારત-પાકિસ્તાન મેચ પહેલા આવ્યા સારા સમાચાર, ટીમ ઇન્ડિયાનો આ દમદાર ખેલાડી ફરી મેદાનમાં ઉતરશે

ODI વર્લ્ડ કપ (World Cup) 2023માં ટીમ ઈન્ડિયાએ (Team India) શાનદાર શરૂઆત કરી છે. ભારતે ટૂર્નામેન્ટમાં તેની શરૂઆતની બંને મેચ જીતી છે. આ બે જીત સાથે ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. ભારતે આ બંને મેચ તેના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર રમી હતી. ગિલ ખરાબ તબિયતના કારણે ટીમના પ્લેઇંગ 11નો ભાગ નહોતો. ભારતે હવે તેની આગામી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાકિસ્તાન સામે રમવાની છે. આ સમગ્ર ટૂર્નામેન્ટની આ સૌથી મોટી મેચ હશે. જ્યાં સ્ટેડિયમમાં એક લાખથી વધુ દર્શકો હાજર રહેશે. આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર આવ્યા છે.

  • અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચ પહેલા આવ્યા સારા સમાચાર
  • શુભમન ગિલ બુધવારે રાત્રે અમદાવાદ પહોંચ્યો હતો અને તેણે ગુરુવારે નેટ્સમાં પ્રેક્ટિસ પણ કરી

ODI વર્લ્ડ કપમાં પોતાનું અભિયાન શરૂ કરતા પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. જ્યારે વિશ્વના નંબર 2 ODI બેટ્સમેન શુભમન ગિલના ડેન્ગ્યુના કારણે હોસ્પિટલમાં દાખલ થયાના સમાચાર સામે આવ્યા હતા. ગિલ ટીમ ઈન્ડિયા સાથે દિલ્હી આવી શક્યો ન હતો. જ્યાં ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. પરંતુ હવે ટીમ ઈન્ડિયાના આ સ્ટારે પોતાના ફેન્સને ખુશખબર જણાવી છે. માનવામાં આવે છે કે પાકિસ્તાન સામેની મેચ પહેલા ગિલ સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે અને તે પ્લેઈંગ 11માં પરત ફરી શકે છે. ગિલ બુધવારે રાત્રે અમદાવાદ પહોંચ્યો હતો અને તેણે ગુરુવારે નેટ્સમાં પ્રેક્ટિસ પણ કરી હતી. ગિલે લગભગ એક કલાક બેટિંગ કરી છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં હોવું ગિલ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમદાવાદમાં ગિલનો રેકોર્ડ ઘણો શાનદાર છે. જો કે તેણે આ મેદાન પર માત્ર ટી-20 મેચ રમી છે પરંતુ અહીં ગિલના બેટમાંથી ફાયર થાય છે. તેણે આ મેદાન પર ત્રણ ટી20 સદી ફટકારી છે. જેમાંથી તેણે IPL દરમિયાન બે સદી ફટકારી હતી. ગિલ છેલ્લા કેટલાક સમયથી ખૂબ જ સારા ફોર્મમાં છે. આવી સ્થિતિમાં જો ગિલ પાકિસ્તાન સામેની મહત્વની મેચમાં ભાગ નહીં લે તો ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.

Most Popular

To Top