World

ઇઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ઇઝરાયેલે સીરિયા પર કર્યો હુમલો, બે એરપોર્ટને નિશાન બનાવ્યા

નવી દિલ્હી: વિશ્વ ત્રીજા વિશ્વ યુદ્ધ (World War) તરફ વળી રહ્યું છે. હજી રશિયા-યુક્રેન યુદ્ધનો પરિણામ ન આવ્યું ત્યારે તો ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધની (Israel-Hamas War) શરૂઆત થઇ ગઇ છે. જે વચ્ચે હવે ઇઝરાયેલે સીરિયાના (Syria) દમાસ્કસ અને અલેપ્પોના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Airport) પર એક સાથે હવાઈ (Rocket) હુમલા (attack) શરૂ કર્યા છે. એવી આશંકા છે કે આ હુમલાઓમાં ઈરાનથી આવતા હથિયારોને નિશાન બનાવવામાં આવ્યું હોય તેમ કહી શકાય છે.

દમાસ્કસ એરપોર્ટ પર ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલાનો હેતુ ઈરાનથી ઈરાકમાં આતંકવાદીઓ અને હથિયારો લઈ જવાના પ્રયાસને રોકવાનો હતો. દમાસ્કસમાં ઈરાની લક્ષ્યો પર ઈઝરાયેલના હુમલાના પ્રાથમિક અહેવાલો અનુસાર ઈરાને તેના દળોને તૈનાત કર્યા છે અને સીરિયામાં લશ્કરી સાધનોનું પરિવહન કર્યું છે. અહીંથી જ હમાસ જેવા આતંકવાદીઓ સુધી માલ પહોંચે છે.આ જ કારણ છે કે ઈઝરાયેલે દમાસ્કસ એરપોર્ટ પર તાજા હુમલા કર્યા છે.

આ વર્ષની શરૂઆતમાં પણ ઈઝરાયેલે સીરિયાની રાજધાની દમાસ્કસના ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવીને મિસાઈલ હુમલો કર્યો હતો. આ મિસાઈલ હુમલામાં બે સીરિયન સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે બે ઘાયલ થયા હતા. હુમલા બાદ દમાસ્કસ એરપોર્ટ બંધ કરવું પડ્યું હતું. જાન્યુઆરીમાં થયેલા હુમલામાં ઈઝરાયેલે દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને મિસાઈલો છોડાવી હતી.

ઈઝરાયેલ પર હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ-ઝહરે એક વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે આખી દુનિયા પર પોતાનો પ્રભાવ વધારવાનો દાવો કર્યો છે. તેમની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે ઇઝરાયેલ પર રોકેટ હુમલા બાદ હમાસે સેંકડો ઇઝરાયલી નાગરિકોને બંધક બનાવી લીધા છે. હમાસે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હવાઈ હુમલા કર્યા હતા, જેમાં અત્યાર સુધીમાં 1200 ઈઝરાયેલી નાગરિકોના મોત થયા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ હમાસના કમાન્ડર મહમૂદ અલ ઝહરે એક વીડિયો જાહેર કરીને આખી દુનિયાને ચેતવણી આપી છે.

Most Popular

To Top