National

મોદી સરકારે ગંગાજળ ઉપર લગાવી 18% GST: કોંગ્રેસ

નવી દિલ્હી: ચૂંટણી(Election) નજીક આવતાની સાથે જ રાજકીય પાર્ટીઓ(Political parties) દ્વારા એકબીજા ઉપર આરોપોનો(Blame) વરસાદ કરવામાં આવે છે ત્યારે આવો જ એક ગંભીર આરોપ(Serious Eligation) કોંગ્રેસનાં(Congress) વરિષ્ઠનેતા મલ્લિકાર્જુન ખડગે(Mallikarjun Khadage) દ્વારા ભારતીય જાણતા પાર્ટી(Bharatiy Janata Party) ઉપર લગાવવામાં આવ્યો હતો. ખડગેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી ભાજપ ઉપર આકારો પ્રહાર કર્યો છે.

આજરોજ કોંગ્રેસનાં નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર પોસ્ટ કરી કહ્યું હતું કે, હવે BJP દ્વારા આપણી પૂજનીય ગંગા નદીના “ગંગા જળ” ઉપર પણ GST લગાડવામાં આવી છે. વધુમાં તેમણે કહ્યું કે, “મોદીજી, એક સામાન્ય ભારતીય માટે જન્મથી જીવનના અંત સુધી મોક્ષ આપનાર માતા ગંગાનું મહત્વ ઘણું વધારે છે. તમે આજે ઉત્તરાખંડમાં છો તે સારું છે, પરંતુ તમારી સરકારે પવિત્ર ગંગાના જળ ઉપર જ 18% GST લગાવી દીધી છે. તમે એક વાર પણ વિચાર્યું નથી કે જે લોકો ગંગાનું પાણી તેમના ઘરે પહોંચાડે છે તેમના પર શું બોજ પડશે. આ તમારી સરકારની લૂંટ અને દંભની ટોચ છે.”

BJP નેતા અમિત મલવીયા દ્વારા વળતો જવાબ
BJPના આઈ.ટી.સેલના હેડ અમિત મલવીયાએ ખડગેને વળતો જવાબ આપતા કહ્યું કે, ખડગેજી, અધિસુચના 2/2017 ની એન્ટ્રી નંબર #99 ના અંદર સ્પષ્ટ પણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પાણી ઉપર 0% GST લાગે છે. GST વિભાએ 28-29 જૂન 2022માં યોજાયેલી 47મી બેઠકમાં આ સ્પષ્ટ કર્યું હતું. 2017માં શરૂ થયેલ GST પ્રક્રિયામાં “પુજા સામગ્રી” મુક્ત છે. કોઈ પણ સ્વરૂપે બોટલોમાં પેક ગંગા જળ ઉપર GST વિષે કોઈ માહિતી આપવામાં આવી નથી.

વધુ તેઓએ કહ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા આમ તથ્યોને ખોટી રીતે અને પુરાવા વગર પ્રસ્તુર કરવું એ ગેરજવાબદારી વાળી ભૂલ છે. આટલુજ નહીં પણ એમ કહી શકાય કે આ જાણીજોઇને કરવામાં આવેલો દુષ્પ્રચાર છે. ચૂંટણીમાં ‘હિન્દુ પાર્ટી’ઓએ અત્યારસુધી હિન્દુ પક્ષીય પ્રચાર કર્યો નથી. કોંગ્રેસ ફક્ત મુકદર્શક જ નથી બની પરંતુ DMK જેવી INDIAની ગઠબંધન પાર્ટીઓએ હિન્દુ ધર્મ અને સનાતન ધર્મને એક બીમારી સમાન ગણવી છે. AAP અને કોંગ્રેસ સાંસદો અને વિધાયકોએ સનાતન ધર્મને નબળો કરવા માટે પ્રયાસો કર્યા હતા. આ ખૂબ જ નિંદાસ્પદ છે કે કોંગ્રેસ હિન્દુઓની ચિંતાનો ઢોંગ કરે છે અને હિન્દુઓની એકતાને તોડવાના પ્રયાસો કરે છે.

Most Popular

To Top