Sports

રહીમે બાંગ્લાદેશની ટીમ માટે બનાવ્યો ઈતિહાસ , ODI મેચમાં સૌથી ઝડપી સદી ફટકારી

નવી દિલ્હી: બાંગ્લાદેશ (Bangladesh) ક્રિકેટ ટીમે (Cricket Team) આયર્લેન્ડ સામેની બીજી વન ડે શ્રેણીમાં 50 ઓવરમાં 6 વિકેટે 349 રન બનાવ્યા હતા. ODI ક્રિકટ ઈતિહાસમાં આ બાંગ્લાદેશનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર (Score) છે અને આ સ્કોર સુધી પહોંચવામાં ટીમનો સૌથી મોટો ફાળો વિકેટકીપર-બેટસમેન મુશફિફુર રહીમનો રહ્યો હતો. આ મેચમાં રહીમે ઐતિહાસિક ઈનિંગ રમી હતી. આ ઉપરાંત રહીમ બાંગ્લાદેશ માટે ODI ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટસમેન પણ બન્યો હતો.

રહીમે શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડયો
રહીમે 60 બોલમાં 14 ચોગ્ગા અને 6 છગ્ગા માર્યા હતા. રહીમે શાકિબ અલ હસનનો રેકોર્ડ તોડયો હતો. જણાવી દઈએ કે શાકિબે 63 બોલમાં સદી ફટકારી હતી. એટલે કે હવે ઓછાં બોલમાં ઝડપી સદી ફટરાવાનો ખિતાબ રહીમને મળે છે. રહીમે ODI ક્રિકેટમાં 7000 રન પૂર્ણ કર્યા અને આ સ્કોર સુધી પહોંચનાર બાંગ્લાદેશનો તે ત્રીજો બેટ્સબેન બન્યો છે. રહીમના નામે હવે 9 વન-ડે સદી છે. બાંગ્લાદેશે બે દિવસ પહેલા આયર્લેન્ડ સામેની પ્રથમ મેચમાં 338 રન બનાવ્યા હતા, જે ODIમાં તેમનો સર્વોચ્ચ સ્કોર હતો, જે 2019 ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે 333 રનને વટાવી ગયો હતો.

2015માં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી હતી
2015માં દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે માત્ર 31 બોલનો સામનો કરીને સદી ફટકારી હતી. 8 વર્ષ પછી પણ કોઈ ખેલાડી એબીના આ રેકોર્ડની નજીક પહોંચી શક્યો નથી. પરંતુ બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન મુશફિકુર રહીમે સોમવારે પોતાના દેશ માટે સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ તોડી નાખ્યો.

બાંગ્લાદેશની રનની દ્રષ્ટિએ સૌથી મોટી જીત
બાંગ્લાદેશે 183 રનની શાનદાર જીત મેળવી હતી, જે રનની દ્રષ્ટિએ તેમની સૌથી મોટી જીત છે. અહીં તેઓએ રહીમની શાનદાર સદી, નજમુલ હુસૈન શાંતોના 77 બોલમાં 73 અને તૌહિદ હૃદોયના 34 બોલમાં 49 રનના સૌજન્યથી 349/6 રન બનાવ્યા હતા.

Most Popular

To Top