National

મંગળવારે દિલ્હીનું બજેટ રજૂ નહીં થાય, કેજરીવાલે કેન્દ્ર સરકાર પર લગાવ્યો મોટો આરોપ

નવી દિલ્હી: મંગળવારે દિલ્હી (Delhi) વિધાનસભામાં બજેટ (Budget) રજૂ કરવામાં આવશે નહીં. દિલ્હીના સીએમ (CM) અરવિંદ કેજરીવાલે ટ્વીટ (Tweet) કરીને આ માહિતી આપી છે. કેન્દ્રની ભાજપ (BJP) સરકાર પર પ્રહાર કરતા દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતના (India) ઈતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે કે દિલ્હી સરકારનું બજેટ મંગળવારે રજૂ થવાનું હતું અને સોમવારે સાંજે કેન્દ્ર સરકારે રોક લગાવી દીધી છે. બજેટ પર સીએમ કેજરીવાલે કહ્યું કે ગુંડાગીરી સીધી રીતે ચાલી રહી છે. જાણકારી મળી આવી છે કે દિલ્હી સરકારના આરોપો પર MHAએ વળતો જવાબ આપ્યો છે. MHAએ દિલ્હી સરકાર પાસેથી ઘણા સવાલોના જવાબ માંગ્યા છે, જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી બજેટ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દિલ્હીનું બજેટ સત્ર 17 માર્ચથી શરૂ થયું હતું અને બજેટ 21 માર્ચે રજૂ થવાનું હતું. આ વખતે કૈલાશ ગેહલોત બજેટ રજૂ કરવાના હતા, પરંતુ હવે કેજરીવાલ સરકારના દાવા મુજબ, આવતીકાલે એટલે કે મંગળવારે બજેટ રજૂ કરવામાં આવશે નહીં. આ અંગે સીએમ કેજરીવાલે કહ્યું હતું કે સીધી ગુંડા ગર્દી કરવામાં આવી રહી છે. બજેટ રજૂ થવાના એક દિવસ આગળ મોડી સાંજે બજેટ રજૂ ન થશે તેવી જાણ થઈ છે. જે ભારતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું છે.

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારના પ્રસ્તાવિત બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, સામાન્ય લોકો સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઓછું ધ્યાન આપવામાં આવ્યું હતું અને જાહેરાત પર વધુ ભાર આપવામાં આવ્યો હતો. આ કારણે જ કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને બજેટમાં સુધારો કરીને ફરીથી મોકલવા કહ્યું હતું. પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી સરકારે હજુ સુધી સુધારેલું બજેટ મોકલ્યું નથી, જેના કારણે મંજૂરી મળી નથી. ગૃહ મંત્રાલયે અગાઉ મોકલેલા બજેટ પર નોટિસ આપીને સરકાર પાસેથી સ્પષ્ટતા માંગી હતી, પરંતુ હજુ સુધી દિલ્હી સરકારે તેનો જવાબ આપ્યો નથી. જેના કારણે કેન્દ્ર સરકાર દિલ્હી સરકાર દ્વારા મોકલવામાં આવેલા બજેટથી સંતુષ્ટ ન હોવાથી ગૃહ મંત્રાલયે બજેટ અટકાવી દીધું છે.

Most Popular

To Top