ભાજપના આ અભિનેતાના કારણે નુશરત જહાંનું લગ્નજીવન તૂટયાની વાતો

બાંગ્લા અભિનેત્રી અને ટીએમસી ( tmc) સાંસદ નુસરત જહાં ( nusharat jha) તેની ગર્ભાવસ્થા અને પતિ નિખિલ જૈન ( nikhil jain) સાથે તૂટેલા સંબંધને લઈને ખુબ ચર્ચામાં છે. ઉપરથી લોકોના નિતનવા નિવેદનો તેના હોશ ઉડાવી રહ્યા છે. પોતાના લગ્નને ગેરકાયદેસર ગણાવતા તેણે કહ્યું કે તેણે તલાક ( divorce) લેવાની જરૂર નથી. આ બધા વચ્ચે હવે નુસરત જહાંના અફેરની પણ ચર્ચા થઈ રહી છે. નુસરત જહાંનું નામ અભિનેતા યશ દાસગુપ્તા ( yashdas gupta ) સાથે જોડાઈ રહ્યું છે.

યશ દાસગુપ્તા લોકપ્રિય અભિનેતા
યશ દાસગુપ્તા બંગાળ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો એક લોકપ્રિય અભિનેતા છે. આ વર્ષે થયેલી બંગાળ વિધાનસભા ચૂંટણી સમયે તે ભાજપમાં જોડાયો હતો અને તેણે ચૂંટણી પણ લડી હતી પરંતુ ચૂંટણી હારી ગયો.ચૂંટણી દરમિયાન યશ દાસગુપ્તાનું નામ નુસરત જહાં સાથે જોડાયેલું હતું. આ વાતને બળ ત્યારે મળ્યું જ્યારે યશ દાસગુપ્તા અને નુસરત સાથે રાજસ્થાન જવાની વાતો સામે આવી હતી. આવામાં લોકોએ કહેવાનું શરૂ કર્યું કે નુસરત યશદાસને ડેટ કરી રહી છે.

યશદાસે આપ્યું આ નિવેદન
ચૂંટણી દરમિયાન યશદાસ ગુપ્તાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે તે ભાજપમાં છે અને નુસરત ટીએમસીમાં છે તો આવામાં બંનેના રાજનીતિક મત એક કેમ નથી? ત્યારે યશદાસે પણ જવાબ આપ્યો હતો. તેણે કહ્યું હતું કે ‘અક્ષયકુમાર અને ટ્વિન્કલ ખન્નાની જેમ? અરે નહીં અક્ષય અને ટ્વિન્કલના તો લગ્ન થઈ ચૂક્યા છે, પરંતુ મારા અને નુસરતના નહીં’.

ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો યશદાસ
યશ દાસગુપ્તા શરૂઆતની કરિયરમાં અનેક પોપ્યુલર હિન્દી ટીવી શોમાં પણ જોવા મળ્યો હતો. તે બસેરા, બંદિની, ન આના ઈસ દેસ મેરી લાડો, અદાલત અને મહિમા શનિદેવ માં જોવા મળ્યો હતો. સેલિબ્રિટી ડાન્સ શો Ritur Mela Jhoom Tara Ra Ra નો પણ તે ભાગ રહી ચૂક્યો છે અને બંગાળી શો Bojhena Se Bojhena માં પણ કામ કર્યું.

અનેક બંગાળી ફિલ્મોમાં કર્યું કામ
આ ઉપરાંત યશ દાસગુપ્તાએ અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું છે. તે ગેંગસ્ટર, વન, ટોટલ દાદાગીરી, ફિદા, મોન જાન ન અને ‘SOS Kolkata’ માં જોવા મળ્યો હતો.

આ રીતે સામે આવી નુસરતની ગર્ભાવસ્થાની વાત
અત્રે જણાવવાનું કે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને ટીએમસી સાંસદ નુસરત જહાની ગર્ભાવસ્થા અને પતિ સાથેના સંબંધોને લઈને ફેસબુક પોસ્ટ લખી. ત્યારબાદથી તેના લગ્ન જીવન અને ગર્ભાવસ્થા અંગે ચર્ચાઓ થવાની શરૂ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ મુજબ નુસરત જહાં 6 મહિનાની પ્રેગનેન્ટ હોવાનું કહેવાય છે. જો કે આ અંગે તેના તરફથી કે તેની મીડિયા ટીમ તરફથી કોઈ પણ જાણકારી સામે આવી નથી. રિપોર્ટ મુજબ તેના સાસરિયાઓને પણ આ અંગે કોઈ જાણકારી નથી.

Related Posts