Charchapatra

બસ નિરાશા જ નિરાશા

‘ગુજરાતમિત્ર’માં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના ન્યૂઝ સુરતથી વધુ ઇન્ટરનેશનલ ફ્લાઈટના મુદ્દાઓના ઉકેલના વિ,ના છપાયા છે. સુરત એરપોર્ટના ન્યૂઝ દરેક સમસ્યા છે તે વિષેના વિસ્તારપૂર્વક થોડા થોડા દિવસે છપાય છે, પરંતુ તેનું નિવારણ થતું નથી.  સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનું બોર્ડ જાણે શહેરીજનોને વાંચવા માટે જ બનાવ્યું હોય, બસ સંતોષ ખાતર. સુરતીલાલાઓ જાગવું પડશે. આ રીતે એરપોર્ટની પ્રગતિ પર ગ્રહણ ચાલુ રહેશે તો સમય દૂર નથી કે આ એરપોર્ટ, એરપોર્ટ રહે? 2025-26માં રેકોર્ડ બ્રેક લાખોમાં યાત્રીઓ પ્રવાસ કરી સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટને વધાવી લીધું. છતાં પણ વધુને વધુ ફ્લાઇટ ચાલુ કરવાને બદલે રનીંગ ફલાઈટો પણ બંધ કરવામાં આવી રહી છે.

મૂળ કારણ ભીતરનું જાણવું ખૂબ જરૂરી છે. ભવિષ્યમાં પણ પ્રગતિના પંથે આગળ વધે તેમણે છતા પણ અન્યાય પર અન્યાય થઇ રહ્યો છે. દામિની ફિલ્મનો ડાયલોગ સન્ની દેઓલનો છે. તારીખ પે તારીખ, તારીખ પે તારીખ… તે જ રીતે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટની પ્રગતિ માટે પણ કાંઇ આવુ જ છે. અગાઉ રીપોર્ટમાં 24 કલાક ધમધમતુ એરપોર્ટ થશે. પરંતુ બસ નિરાશા જ નિરાશા… સુરત એરપોર્ટથી હવે સરકાર પર દબાણ લાવવા જરૂરી છે. ઈન્ટરનેશનલ ફ્લાઈટ દુબઇ, શારજાહા ચાલુ કરવી જરૂરી છે. તેની સાથે સાથે સીંગાપોર હોંગકોંગ, યુરોપ, લંડન ફ્લાઈટ પણ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરના ન્યૂઝ છપાયા છે. તેનુ પણ નિવાકરણ કરી જેમ બને તેમ જલ્દી એરપોર્ટ પર લીકર શોપ ચાલુ થાય તેવું શહેરીજનોની માંગ વધી છે.
ગોપીપુરા          – ચેતન અમીન– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top