Business

આટલું બધું ક્રિકેટ જરૂરી નથી

માણસ બધી વસ્તુમાં શોર્ટકટ મારવાનું શીખી ગયો છે એવું આજની ક્રિકેટ પણ છે. ધીરે ધીરે ક્રિકેટનું કૌશલ રંગ બદલી રહ્યું છે. ખેલાડીઓ પીન્કબોલ રેડ બોલ અને વાઇટ બોલમાં રમીને નિષ્ફળ જાય છે. આપણે ધોનીના ટાઇમમાં સચીન અને કોહલીની રમત જોઇ મોજ માણી છે. પણ આ 20/20 ના યુગમાં ફકત કમાણી જ દેખાય છે. આવડત ઓછી અને આખું વર્ષ ફેઇલ ગયેલો ક્રિકેટર આઇપીએલમાં રમીને મનોરંજન પૂરું પાડી હીરો બની જાય છે. મેચ ફીકસીંગ અને ધંધાદારી ક્રિકેટ જુદી જુદી કંપનીની એડવરટાઇઝ કરીને એટલા બધા પૈસા કમાય છે કે ભૂતકાળના મહાન ખેલાડીને અફસોસ થાય. સતત ક્રિકેટ રમવા ફિટનેસ જરૂરી છે અને વિરાટ કોહલી જેવી ફીટનેસ એક પણ ખેલાડીમાં જોવા મળતી નથી. આઇપીએલ પણ વર્લ્ડ કપની જેમ ત્રણ વર્ષે રમાવી જોઇએ. આપણે જોયું થોડા કેટલાક વખતથી બાંગ્લાદેશ અને અફઘાનીસ્તાની ટીમ પણ હંફાવી જાય છે પણ આપણા પ્લેયરને કોઇ જાતનું માન સન્માન જેવું દેખાતું નથી. પહેલા સોફેસ્ટીકેટ ક્રિકેટ રમાતું હતું હવે પૈસાદાર અને પોલીટીકસ ક્રિકેટ રમાય છે.
સુરત              – તૃષાર શાહ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

મગફળીનો મબલખ પાક તો પણ તેલનો ભાવ આસમાને કેમ?
હાલમાં જ પ્રસિધ્ધ થયેલા સત્તાવાર સમાચાર અનુસાર દેશ અને ગુજરાતમાં સીંગનો પાક વિપુલ પ્રમાણમાં થયો છે તો સ્વાભાવિકપણે સીંગતેલના ભાવ યોગ્ય સ્તરે જ હોવા જોઇએ પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઇક વિપરીત જોવા મળી રહી છે. સીંગતેલ અને અન્ય તેલના ભાવો અકલ્પનીય સ્તરે જઇ રહેલ છે. આ ભાવવધારા સામે સરકારનું કોઇ પણ પ્રકારનું નિયંત્રણ જોવા મળી રહ્યું નથી! ચૂંટણી પહેલાં જનહિત, મોંઘવારી નિયંત્રણ અંગે મોટાં મોટાં વચનો બોલનાર અને વચનો આપનાર રાજકીય નેતાઓ કયાં અદ્રશ્ય થઇ ગયા! હવે પ્રજાએ જાગૃત થઇ તેમની વિવેકબુધ્ધિથી સમજવું ખૂબ જ જરૂરી છે કે ચૂંટણી પહેલાં અને ચૂંટણીનાં પરિણામો આવ્યા પછી દરેક વસ્તુનો બજાર ભાવમાં જમીન આસમાનનો તફાવત કેમ?
સુરત              – રાજુ રાવલ       – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top